અંબાણી પરિવારને ખતરો - રિલાયન્સ હોસ્પિટલ અને પરિવારજનોને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વધારાઇ

Ambani family members Reliance Hospital : મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં (Reliance Hospital) એક જાણ્યા શખ્સે ફોન કરીને હોસ્પટિલ અને અંબાણીના પરિવારના લોકોને (Ambani family members) ઉડાવી દેવાની ધમકી આપી, પરિવાર અને હોસ્પિટલની સુરક્ષા વધારી પોલીસે તપાસ શરૂ.

Ambani family members Reliance Hospital : મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં (Reliance Hospital) એક જાણ્યા શખ્સે ફોન કરીને હોસ્પટિલ અને અંબાણીના પરિવારના લોકોને (Ambani family members) ઉડાવી દેવાની ધમકી આપી, પરિવાર અને હોસ્પિટલની સુરક્ષા વધારી પોલીસે તપાસ શરૂ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (reliance industries)ના માલિક મુકેશ અંબાણીના પરિવારજનોને (Ambani family members) મારી નાંખવાની અને રિલાયન્સ હોસ્પિટલને (Reliance Hospital) ઉડાવી દેવાની ધમકી (threatens) ભર્યો એક ફોન કોલ આવ્યો છે. એક અજાણ્યા શખ્સે બુધવારે દક્ષિણ મુંબઇમાં આવેલી સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર ફોન કરીને અંબાણીના પરિવારજનો અને રિલાયન્સ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ ઘટના બાદ રિલાયન્સ હોસ્પિટલ અને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારીને પોલીસે (police) તપાસ શરૂ કરી દીધી છે.

Advertisment

ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે મહિનામાં આવી બીજી ઘટના છે જ્યારે મુકેશ અંબાણી (mukesh ambani) ના પરિવારને આવી ધમકી (threatens) મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર લગભગ 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં એક અજાણ્યા શખ્સે ધમકી આપતો ફોન કર્યો છે.

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યુ કે, ફોન કરનાર અજાણ્યા શખ્સે અંબાણી પરિવારના કેટલાંક લોકોનું નામ લઇને ધમકી આપી છે. આ મામલે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે કહ્યુ કે, ધમકી આપનાર વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ગત ઓગસ્ટમાં જ એક 56 વર્ષના જ્વેલરની ધરપકડ કરાઇ હતી. તેના પર મુકેશ અંબાણીના પરિવારને ધમકી આપવાનો આરોપ મૂકાયો હતો. તેણે મુકેશ અંબાણીને જાનથી મારી નાખંવાની ધમકી આપી હતી. આરોપીનું નામ વિષ્ણુ વિધુ ભૌમિક હતું. તેણે 9 વખત હોસ્પિટલમાં ફોન કરીને ધમકી આપી હતી. જેમાં તેણે એક ફોન કોલમાં કહ્યુ કે, તેનું નામ અફઝલ ગુરુ છે અને તે આગામી ત્રણ કલાકમાં કંઇ પણ અજુગતું કરી શકે છે.

Advertisment