scorecardresearch

કેન્દ્રીય કેબિનેટે ગ્રીન હાઇડ્રોજન મિશનને આપી મંજૂરી: ઇંધણ માટે ભારતની પહેલો પર એક નજર

Green Hydrogen Mission : ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ (Green Hydrogen Mission )માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન પહેલેથી જ અબજો ડોલરના પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે. ભારતના મિશનની જાહેરાત વડાપ્રધાન દ્વારા 2021માં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરવામાં આવી હતી.

India’s first indigenous hydrogen fuel cell bus was launched in August 2022. (ANI)
ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ ઓગસ્ટ 2022માં લોન્ચ કરવામાં આવી હતી. (ANI)

Anil Sasi :ભારતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગ્લોબલ હબ બનાવવાના હેતુથી સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે.

ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝ માટે નિકાસની તકો ઊભી કરવાના હેતુથી બુધવારે ઉર્જા ક્ષેત્રનું ડીકાર્બોનાઇઝેશન અને આયાતી અશ્મિભૂત ઇંધણ (fossil fuels) પર નિર્ભરતા ઘટાડવા માટે ગતિશીલતાના ઉપયોગ અને સ્વદેશી ઉત્પાદન ક્ષમતાનો વિકાસ કરવા માટે યુનિયન કેબિનેટ દ્વારા રૂ. 19,744 કરોડના મિશન ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

તેનો મુખ્ય મોટો (motto) અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને હાઇડ્રોજનનો ઉપયોગ કરીને બળતણ પૂરું આપવાનો છે જે ઇલેક્ટ્રોલાઇસિસ નામની ઇલેકટ્રીકલ પ્રોસેસ દ્વારા પાણીને વિભાજીત કરીને અને ઇલેકટ્રોલાઇઝર જે સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા દ્વારા સંચાલિત છે એ ડિવાઇસનો ઉંપયોગ કરીને બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: Income Tax Notice: કરદાતાને શા માટે ઇન્ટિમેશન નોટિસ મોકલાય છે? જાણો તેના કારણ અને ઉકેલ

હાઇડ્રોજન તરીકે હાઇડ્રોજન :

હાઇડ્રોજનએ પ્રકૃતિમાં સૌથી સામાન્ય તત્વ છે તે માત્ર અન્ય તત્વો સાથે સંયોજન કરે છે. અને તેને પાણી જેવા સંયોજનમાંથી કાઢવામાં આવે છે. (જે બે હાઇડ્રોજન અણુ અને એક ઓક્સિજન અણુનું સંયોજન છે). હાઇડ્રોજન સ્વચ્છ પરમાણુ છે, પરંતુ તેને અલગ કરવાની પ્રકિયામાં વધારે ઉર્જાની જરૂરિયાત રહે છે.

જયારે સ્વચ્છ ઇંધણના સ્ત્રોત તરીકે હાઇડ્રોજન લગભગ 150 વર્ષનો ઇતિહાસ ધરાવે છે, ત્યારે 1970 ના દાયકામાં તેલના ભાવમાં જોરદાર ઘટાડો આવ્યા પછી જ અશ્મિભૂત ઇંધણના સ્થાને હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે વિચારણા કરવામાં આવી હતી. ત્રણ કાર નિર્માતાઓ, જાપાનની હોન્ડા અને ટોયોટા અને દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઈ અને ત્યારથી મર્યાદિત ઉપયોગ છતાં ટેક્નોલોજીનું વેપારીકરણ કરવા માટે સારી રીતે આગળ વધી છે.

સ્ત્રોત અને પ્રોસેસ જેના દ્વારા હાઇડ્રોજન મેળવવામાં આવે છે તે કલર ટેબ્સ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. ફોસિલ ફ્યુઅલમાંથી પેદા થતા હાઇડ્રોજને ગ્રે હાઇડ્રોજન કહેવાય છે, જે ઉત્પન્ન થતા હાઇડ્રોજનનો મોટો ભાગ પેદા કરે છે. અશ્મિભૂત ઇંધણ સાથે કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ ઓપ્શન્સ માંથી પેદા થતા હાઈડ્રોજનને બ્લ્યુ હાઇડ્રોજન કહેવાય છે. જયારે પુનઃપ્રાપ્ય ઉર્જા (renewable power) સ્ત્રોતો દ્વારા સંચાલિત ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને બનાવેલ હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે.

ગ્રીન હાઇડ્રોજન પોટેન્શિયલ

ગ્રીન હાઇડ્રોજનના ચોક્કસ ફાયદા છે. તે સ્વચ્છ બર્નિંગ પરમાણુ (molecule) છે જે લોખંડ અને સ્ટીલ, રસાયણો અને પરિવહન સહિતના ક્ષેત્રોની શ્રેણીને ડીકાર્બોનાઇઝ કરી શકે છે. અને નવીનીકરણીય ઉર્જા કે જે ગ્રીડ દ્વારા ઉપયોગમાં લઈ શકાતી નથી તેને હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે માધ્યમ બનાવી શકાય છે.

ગ્રીન હાઇડ્રોજન હાલમાં વ્યવસાયિક (commercially) રીતે યોગ્ય નથી. ભારતમાં તેની વર્તમાન કિંમત આશરે 350-400 રૂપિયા પ્રતિ કિલો છે,તે માત્ર રૂપિયા 100/ કિગ્રાથી ઓછા ઉત્પાદન ખર્ચે ઉપયોગી બને શકે છે. આ હાઇડ્રોજન એનર્જી મિશનનો હેતુ છે.

સબસિડી સપોર્ટ અને સરકાર-સમર્થિત R&D પહેલ સાથે, યોજના નવીનીકરણીય વીજ ઉત્પાદનના ઓછા ખર્ચને લક્ષ્ય બનાવવા અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને ખર્ચ-સ્પર્ધાત્મક બનાવવા માટે ઇલેક્ટ્રોલાઈઝરના ખર્ચમાં ઘટાડો કરવાનો છે. ગ્રીન હાઇડ્રોજન આખરે અશ્મિભૂત ઇંધણ અને અશ્મિભૂત ઇંધણ-આધારિત ફીડસ્ટોક્સને ખાતર ઉત્પાદન, પેટ્રોલિયમ શુદ્ધિકરણ, સ્ટીલ ઉત્પાદન અને પરિવહન કાર્યક્રમોમાં બદલી શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન પહેલાથી જ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ માટે અબજો ડોલરના પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે. ભારતના મિશનની જાહેરાત વડાપ્રધાન દ્વારા 2021માં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરવામાં આવી હતી.

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય લગભગ 125 ની સંલગ્ન નવીનીકરણીય ઉર્જામાં ઉમેરો કરવાની ક્ષમતા ધરાવે છે, આ સાથે 2030 સુધીમાં વાર્ષિક ઓછામાં ઓછા 5 મિલિયન મેટ્રિક ટન (MMT) ની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન લગભગ ગીગાવોટ્સ (GW) ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપતી યોજના માટે ગાઇડન્સ બનાવની પ્રોસેસ છે.

આ પણ વાંચો: Farming Idea : આ પરિવાર 4 એકરમાં ઉગાડે છે 40 પાક

તેનો મુખ્ય ભાગ ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ (SIGHT) માટે સ્ટ્રેટેજી હસ્તક્ષેપ છે, તેની હેઠળ 2 નાણાકીય પ્રોત્સાહન પદ્ધતિઓ જેમાં ઇલેક્ટ્રોલાઇઝરના સ્થાનિક ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને ફોક્સ કરીને અશ્મિભૂત ઇંધણની આયાતમાં ઘટાડો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે અને 2030 સુધીમાં વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં આવશે.

ડ્રાફ્ટ મિશન ડોક્યુમેન્ટ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને તહેનાત માટે, ઓટો ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને વેગ આપવા માટે, ફ્યુઅલ સેલ ડેવલપમેન્ટ માટે આર એન્ડ ડી અને ફ્યુઅલ સેલ વાહનો માટે પાઇલોટ પ્રોજેક્ટ્સ માટે સમર્થનનો પ્રસ્તાવ કરી શકે છે.

ઓટો સેક્ટર અને ફ્યુઅલ સેલ

હાઇડ્રોજન એ ઊર્જા વાહક છે તે ઊર્જાનો સ્ત્રોત નથી. હાઇડ્રોજન ઇંધણનો ઉપયોગ કાર અથવા ટ્રકને પાવર આપે છે અને તે પહેલાં ફ્યુઅલ સેલ સ્ટેક નામના ઉપકરણ દ્વારા તેને વીજળીમાં રૂપાંતરિત કરવું આવશ્યક છે.

ફ્યુઅલ સેલ ઓક્સિડેશન ઘટાડા પ્રોસેસ દ્વારા ઓક્સિડાઇઝિંગ એજન્ટોનો ઉપયોગ કરીને રાસાયણિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે છે. ફ્યુઅલ સેલ-આધારિત વાહનો સામાન્ય રીતે હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરીને બોર્ડ પર ઇલેક્ટ્રિક મોટરને પાવર આપે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. ફ્યુઅલ સેલ વાહનો ચલાવવા માટે વીજળીનો ઉપયોગ કરે છે, તેથી તેઓને ઇલેક્ટ્રિક વાહનો (EVs) કહેવામાં આવે છે.

દરેક ફ્યુઅલ સેલમાં, ઓનબોર્ડ દબાણયુક્ત ટાંકીમાંથી હાઇડ્રોજનને ખેંચવામાં આવે છે અને કેટલિસ્ટ સાથે પ્રોસેસ કરવા માટે બનાવામાં આવે છે, સામાન્ય રીતે પ્લેટિનમમાંથી બનાવવામાં આવે છે. જેમ જેમ હાઇડ્રોજન કેટલિસ્ટમાંથી પસાર થાય છે તેમ તે તેના ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેને બાહ્ય સર્કિટ સાથે ખસેડવામાં આવે છે, જે વિદ્યુત પ્રવાહ (electrical current) ઉત્પન્ન કરે છે. આ પ્રવાહનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર દ્વારા વાહનને પાવર આપવા માટે થાય છે, જેમાં એકમાત્ર આડપેદાશ તરીકે પાણીની વરાળ હોય છે.

હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કારમાં લગભગ શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ (near-zero carbon footprint) હોય છે. હાઇડ્રોજન બર્નિંગ પેટ્રોલ કરતાં લગભગ 2-3 ગણું કાર્યક્ષમ છે, કારણ કે ઇલેક્ટ્રિક કેમિકલ રિએક્શન દહન કરતાં ઘણી વધુ કાર્યક્ષમ છે. ટોયોટા મિરાઈ અને હોન્ડા ક્લેરિટી કાર ફ્યુઅલ સેલ દ્વારા સંચાલિત છે.

ભારતમાં ઉપયોગ :

ભારતની વિદ્યુત ગ્રીડ મુખ્યત્વે કોલસા આધારિત છે અને તે ચાલુ રહેશે, આ મોટી EV પહેલોથી કોલેટરલ લાભોને નહિ થાય, કારણ કે આ વાહનોને પાવર આપતી વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો બાળવો પડશે. EVને પ્રોત્સાહન આપવા માટે કેટલાક દેશોમાં, મોટાભાગની વીજળી રિન્યુએબલમાંથી ઉત્પન્ન થાય છે – ઉદાહરણ તરીકે, નોર્વેમાં, 99 ટકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર છે.

હાઇડ્રોજન વાહનો ખાસ કરીને લાંબા અંતરના ટ્રકિંગ અને અન્ય હાર્ડ-ટુ-ઇલેક્ટ્રીફિકેશન ક્ષેત્રો જેમ કે શિપિંગ અને લાંબા અંતરની હવાઇ મુસાફરીમાં અસરકારક હોઇ શકે છે. આ એપ્લીકેશનોમાં ભારે બેટરીનો ઉપયોગ કરવો અનુકૂળ નથી, ખાસ કરીને ભારત જેવા દેશો માટે, જ્યાં વીજળીની ગ્રીડ મુખ્યત્વે કોલસા આધારિત છે.

ઓટો ઉપરાંત, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં ગ્રીન હાઇડ્રોજનનો લાભ સાથેનો એક પ્રત્યન છે. એપ્રિલ 2022 માં, સરકારી માલિકીની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે આસામના જોરહાટમાં ભારતનો પ્રથમ 99.99 ટકા શુદ્ધ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો હતો.

મિશનમાં, સ્ટીલ સેક્ટરને ભાગીદાર બનાવવામાં આવ્યો છે, અને તેને બદલીને ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન (ડીઆરઆઈ) ઉત્પાદનમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવાની સંભવિતતા શોધવા માટે સરકાર પાસેથી ભંડોળ સાથે પાયલોટ પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે. ગેસ આધારિત ડીઆરઆઈ પ્લાન્ટ્સમાં હાઇડ્રોજન સાથે ગેસ,પાયલોટ પ્રોજેક્ટ્સની સફળતાના આધારે, ગેસ આધારિત ડીઆરઆઈ એકમોને મોટા પાયે પ્રક્રિયા અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

કેરળએ ગ્રીન હાઇડ્રોજનમાં રોકાણને સરળ બનાવવા અને રાજ્યને “ગ્રીન હાઇડ્રોજન હબ” બનાવવા માટે સ્ટ્રેટેજીક રોડમેપ, નીતિ ઘડતર અને અમલીકરણ યોજનાઓ ઘડવા માટે તેના પોતાના હાઇડ્રોજન ઇકોનોમી મિશન માટે ઉચ્ચ સ્તરીય કાર્યકારી ગ્રુપની સ્થાપના કરી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના આર એન્ડ ડી સેન્ટરે, ટાટા મોટર લિમિટેડના સહયોગથી, અગાઉ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસોના ટ્રાયલ કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઇઝ, જેએસડબ્લ્યુ એનર્જી અને એક્મ સોલર જેવી કંપનીઓ ગ્રીન હાઇડ્રોજન તકને ટેપ કરવાની યોજના ધરાવે છે. અદાણીએ જૂનમાં જાહેરાત કરી હતી કે તે “વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ” બનાવવા માટે ફ્રાન્સની ટોટલ એનર્જી સાથે સહયોગ કરશે. યુએસ સ્થિત ઓહમિયમ ઈન્ટરનેશનલે કર્ણાટકમાં ભારતની પ્રથમ ગ્રીન-હાઈડ્રોજન ફેક્ટરી શરૂ કરી છે.

Web Title: National green hydrogen mission budget policy environment climate change green fuel

Best of Express