બજાજ ઓટોએ સ્માર્ટ ચેતક 3001 લોન્ચ કર્યું, જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ

New Bajaj Chetak 3001 : બજાજ ઓટોએ પોતાના ચેતક રેન્જને અપગ્રેડ કરતા નવું ચેતક 3001 લોન્ચ કર્યું છે. આ નવું ચેતક વેરિઅન્ટ સૌથી સસ્તા ટ્રિમ ચેતક 2903નું સ્થાન લેશે

Written by Ashish Goyal
June 17, 2025 21:35 IST
બજાજ ઓટોએ સ્માર્ટ ચેતક 3001 લોન્ચ કર્યું,  જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ
New Bajaj Chetak 3001 launched: બજાજ ઓટોએ સ્માર્ટ ચેતક 3001 લોન્ચ કર્યું

New Bajaj Chetak 3001 electric scooter launched : બજાજ ઓટોએ પોતાના ચેતક રેન્જને અપગ્રેડ કરતા નવું ચેતક 3001 લોન્ચ કર્યું છે. જેની શરૂઆતી કિંમત 99,990 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ નવું ચેતક વેરિઅન્ટ સૌથી સસ્તા ટ્રિમ ચેતક 2903નું સ્થાન લે છે અને તેની કિંમત હાલના મોડલ કરતા 1,492 રૂપિયા વધુ છે.

બજાજ ઓટો લિમિટેડના અર્બનાઇટ બિઝનેસ યુનિટના અધ્યક્ષ એરિક વાસે લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે ચેતક 3001 ઇલેક્ટ્રિક સ્કૂટર્સને મોટા પાયે અપનાવવા માટેનો બેન્ચમાર્ક સેટ કરે છે. નેક્સ્ટ-જનરેશન પ્લેટફોર્મ પર નિર્મિત, તે ભારતીય સ્કૂટર રાઇડર્સ દ્વારા માંગવામાં આવેલી રેન્જ અને પરફોર્મન્સ પ્રદાન કરે છે.

બજાજ ચેતક 3001: આ શું છે?

નવું ચેતક 3001 નવી સેકન્ડ જનરેશન ચેતક 35 સિરીઝ પ્લેટફોર્મ પર આધારિત છે અને ફ્લેટ ફ્લોરને કારણે 35 લિટરની બૂટ સ્પેસ આપે છે. તેનું નવું ફ્લોરબોર્ડ-માઉન્ટેડ 3 kWh બેટરી આર્કિટેક્ચર 127 કિ.મી.ની રેન્જ આપે છે. તે સ્ટાન્ડર્ડ 750W ચાર્જર સાથે આવે છે અને 3 કલાક અને 50 મિનિટમાં 0 થી 100% સુધી ચાર્જ કરે છે. તો બીજી તરફ ચેતક 2903માં 2.9 kWhની બેટરી આપવામાં આવી છે જેની રેન્જ 123 કિમી છે.

ચેતક 3001માં કોલ રિસીવ/રિજેક્ટ, મ્યુઝિક કન્ટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ અને રિવર્સ લાઇટ સહિતના વૈકલ્પિક ટેકપેક ફીચર્સ છે જે સ્માર્ટ કનેક્ટિવિટી અને શહેરી પરિવહનમાં આરામ લાવે છે.

આ પણ વાંચો – વરસાદમાં AC કયા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? જાણો કયા મોડ પર મળશે સૌથી વધારે ઠંડક

બજાજ ચેતક 3001 ડિઝાઇન

નવા ચેતક 3001માં મજબૂત ઓલ-મેટલ બોડી આપવામાં આવી છે, જે રાઇડર્સ માટે ટકાઉપણું અને સલામતી બંનેની ખાતરી આપે છે. વોટર રેઝિસ્ટન્સ માટે IP67 રેટિંગ સાથે, આ ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે મોનસૂન-પ્રૂફ છે અને તમામ હવામાનની સ્થિતિમાં વિશ્વસનીય પ્રદર્શન કરવા માટે બનાવવામાં આવ્યું છે.

બજાજે સર્વિસ સેન્ટરનું વિસ્તૃત નેટવર્ક ઊભું કર્યું

બજાજના 3,800થી વધુ સર્વિસ સેન્ટરના વિસ્તૃત નેટવર્ક અને ગુણવત્તાસભર નિર્માણનો મજબૂત વારસો ધરાવતા ચેતક 3001 ગ્રાહકોને અસાધારણ માનસિક શાંતિ પૂરી પાડે છે. 99,990 રૂપિયાની સ્પર્ધાત્મક કિંમતે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને રોજિંદા વિકલ્પ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે પરંપરાગત પેટ્રોલ સ્કૂટર્સનું સ્થાન લઇ શકે છે. નવા બજાજ ચેતકને કંપનીએ રેડ, બ્લૂ અને યલો એમ ત્રણ કલર સાથે લોન્ચ કર્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ