New gen Hyundai Venue Big updates from design to features : હ્યુન્ડાઇ મોટર્સ પોતાની વર્તમાન રેન્જને અપડેટ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે, જેમાં ક્રેટા ફેસલિફ્ટ પછી હવે નંબર સબ-કોમ્પેક્ટ એસયુવી વેન્યૂનો છે, જેના નેક્સ્ટ-જનરેશન મોડલ પર ઝડપથી કામ થઇ રહ્યું છે. આ સંદર્ભમાં તાજેતરના મહિનાઓમાં નવી પેઢીની હ્યુન્ડાઇ વેન્યૂના ટેસ્ટ મ્યૂલને ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ હ્યુન્ડાઇ ભારતમાં સેકન્ડ જનરેશન વેન્યૂને અપેક્ષા કરતા વહેલા લોન્ચ કરવા જઇ રહી છે.
ઓટોકાર ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક કંપની આ વર્ષે ઓક્ટોબરમાં નવી પેઢીની વેન્યૂ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આંતરિક રીતે QU2i કોડનેમ વાળી નવા વેન્યૂના એક્સટી અને ઇન્ટીરિયરમાં મોટા સ્તરે ફેરફારો જોવા મળશે. આ સબ-કોમ્પેક્ટ એસયુવીનું ફર્સ્ટ જનરેશન મોડલ મે 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ન્યૂ-જનરેશન હ્યુન્ડાઇ વેન્યૂ: શું છે ડિઝાઇન અપેક્ષા?
નેક્સ્ટ-જનરેશન હ્યુન્ડાઇ વેન્યૂ ફેસલિફ્ટ સેકન્ડ જનરેશન ક્રેટાથી પ્રેરિત હશે, જેમાં એલ-આકારના એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યા છે જે ફ્રન્ટ બમ્પર સુધી ફેલાયેલ છે. તેમાં પેરામેટ્રિક ગ્રિલ સાથે સ્પ્લિટ હેડલાઇટ લેઆઉટ આપવામાં આવ્યો છે, જ્યારે સિલ્વર ફિનિશ સાથેની સ્કિડ પ્લેટ્સ તેને સ્ટ્રોંગ લુક આપે છે. અગાઉની સ્પાઇ તસવીરોમાં ફરીથી ડિઝાઇન કરેલો રિયર સેક્શન, નવા એલઇડી ટેલ લેમ્પ્સ, શાર્ક-ફિન એન્ટેના અને બમ્પર પર લાગેલી નંબર પ્લેટ પણ જોવા મળે છે. નવા એલોય વ્હીલ્સ પણ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
ન્યૂ-જનરેશન હ્યુન્ડાઇ વેન્યુઃ અપેક્ષિત ઇન્ટિરિયર અને ફીચર્સ
નવી જનરેશનની હ્યુન્ડાઇ વેન્યૂના ઇન્ટિરિયર વિશે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેમાં નવા ડિઝાઇન કરેલા ડેશબોર્ડ, મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ જેવા ફેરફારો મળશે. આ સબકોમ્પેક્ટ એસયુવીમાં વેન્ટીલેટેડ સીટો અને પેનોરેમિક સનરૂફ હશે. લેવલ 2 ADAS એ એક મહત્વપૂર્ણ અપડેટ હશે. તે સિવાય તેમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ, છ એરબેગ્સ, રિવર્સિંગ કેમેરા, 360 ડિગ્રી કેમેરા અને અન્ય ઘણા નોંધપાત્ર ફીચર્સ સામેલ હોવાની અપેક્ષા છે.
આ પણ વાંચો – આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હવે એકાઉન્ટમાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા રાખવા પડશે!
ન્યૂ-જનરેશન હ્યુન્ડાઇ વેન્યુઃ અપેક્ષિત પાવરટ્રેઇન
હ્યુન્ડાઇ વર્તમાનમાં રહેલું જ પાવરટ્રેન સેટઅપ જાળવી રાખે તેવી અપેક્ષા છે. તેમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન (82 બીએચપી પાવર અને 114 એનએમનો પીક ટોર્ક), 1.5-લિટર ડીઝલ એન્જિન (114 બીએચપી પાવર અને 250 એનએમ પીક ટોર્ક) અને 1.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન (118 બીએચપી પાવર અને 172 એનએમ પીક ટોર્ક)નો સમાવેશ થાય છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક સામેલ હશે.





