itish Gadkaris announced Ac Cabin for drivers in truck : ટ્રક ડ્રાઇવર માટે એસી કેબિનઃ એવું કહેવું ખોટું નહીં હોય કે ટ્રક ડ્રાઇવિંગ એ દેશના સૌથી મુશ્કેલ વ્યવસાયોમાંથી એક છે. ઉનાળો હોય, ઠંડી હોય કે વરસાદ, દરેક ઋતુમાં તે કલાકો સુધી ગાડી ચલાવે છે. ઉનાળાની ઋતુમાં આ સ્થિતિ વિકટ બની જાય છે. જો કે આ સમસ્યાઓને જોતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે ઓટો ઉત્પાદકોએ ટૂંક સમયમાં ટ્રક ડ્રાઈવરની કેબિનમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવું પડશે. જો આવું થશે તો ટ્રક ચાલકોને ઘણી સગવડ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
નીતિન ગડકરીએ શું કહ્યું?
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ઓટો ઈન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં કહ્યું કે, “આજે, આ ઈવેન્ટમાં આવતા પહેલા મેં ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે, ત્યારબાદ કંપનીઓ માટે ટ્રક ડ્રાઈવરોની કેબિનમાં એસી લગાવવું ફરજિયાત બનશે. અમે એ ખાતરી કરવા ઇચ્છીયે છીએ કે ટ્રક ચલાવતા લોકોનું પણ સારી રીતે ધ્યાન રાખવામાં આવે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે અમારા ડ્રાઈવરો 43.47 ડિગ્રીના કઠોર તાપમાનમાં વાહન ચલાવે છે અને આપણે ડ્રાઈવરોની હાલતની કલ્પના કરવી જોઈએ. હું મંત્રી બન્યા પછી એસી કેબિન શરૂ કરવા ઉત્સુક હતો. પરંતુ કેટલાક લોકોએ ટ્રકની કિંમત વધશે તેમ કહી તેનો વિરોધ કર્યો હતો. આજે, મેં ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે કે, હવે તમામ ટ્રક કેબિન એસી કેબિન હશે.”
2025 સુધીમાં એસી ટ્રક દેખાવા લાગશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવું પણ કહ્યું કે, ભારતમાં ડ્રાઈવરોની અછત છે, જેના કારણે ટ્રક ડ્રાઈવરો 14-16 કલાક કામ કરે છે. અન્ય દેશોમાં ટ્રક ડ્રાઇવરો માટે દૈનિક કામકાજના કલાકો નક્ક કરાયેલા છે. અલબત્ત, ગડકરીએ એ નથી જણાવ્યું કે એસી ટ્રક બજારમાં ક્યારે ઉપલબ્ધ થશે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 2025 સુધીમાં ટ્રકમાં ડ્રાઇવર માટે એસી કેબિન આવી શકે છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





