/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Nokia-G42-5G.jpg)
નોકિયા G42 5G સ્માર્ટફોન ભારતમાં 11 સપ્ટેમ્બરે લોન્ચ થશે
Nokia G42 5G Smartphone Specifications And Price Check Details Here : એચએમડી ગોબલની માલિકીની નોકિયા કંપની ભારતમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં કંપનીએ 6 સપ્ટેમ્બરના રોજ ભારતમાં નવા નોકિયા G42 5G નું લોન્ચિંગ કરવાની ઘોષણા કરી છે. જોકે ત્યારબાદ નોકિયાએ ખુલાસો કર્યો કે Nokia G42 5G 11 સપ્ટેમ્બરે ભારતમાં પ્રવેશ કરશે. ફોન આકસ્મિક રીતે એમેઝોન પર લિસ્ટ કરવામાં આવ્યો હતો, તેના તમામ સ્પેશિફિકેશન્સ અને ક્યાં મળશે તેની ઘોષણા કરી હતી. હવે એક નવા ટીઝરમાં નોકિયાએ ભારતમાં અપકમિંગ ફોનની કિંમત સાથે જોડાયેલી માહિતી શેર કરી છે.
નોકિયા G42 5G કિંમત (Nokia G42 5G Price)
નોકિયાએ અપકમિંગ ફોનની કિંમતનો અંદાજ મેળવવા માટે તેના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર એક પોલ કર્યો હતો. કંપનીએ આ 16,000 રૂપિયા અને 18,000 રૂપિયા એમ બે વિકલ્પો આપ્યા છે. આ પોલમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે Nokia G42 5Gને દેશમાં 19000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નોકિયા G42 5G સ્પેશિફિકેશન (Nokia G42 5G Specifications)
તમને જણાવી દઇયે કે, નોકિયા જી42 ફાઇવજી સ્માર્ટફોનમાં 6.56-ઇંચની એલસીજી ડિસ્પ્લે છે જે એચડી + રિઝોલ્યુશન આપે છે. ડિવાઇસમાં સ્ક્રીન પર વોટરડ્રોપ નોચ આપવામાં આવ્યો છે અને તેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. Nokia G42 5Gમાં 2.0 GHz પ્રોસેસર છે અને ગ્રાફિક્સની માટે એડ્રેનો 619GPU આવે છે. આ ડિવાઇસ Android 13 સાથે આવે છે અને સ્ટોક એક્સપિરિયન્સ સાથે આવે છે.
નોકિયા જી42 5જી ફિચર્સ (Nokia G42 5G features)
નોકિયાએ આ ફોનમાં બે મુખ્ય એન્ડ્રોઇડ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સની બાયંધરી આપવામાં આવી છે. ફોનમાં વર્ચ્યુઅલ રેમ સપોર્ટ મળવાની આશા છે. હેન્ડસેટમાં 11 જીબી રેમ સુધી સપોર્ટ મળશે. Nokia G42 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનની પાછળની પેનલ પર એક લંબચોરસ કેમેરા મોડ્યુલ છે. આ સ્માર્ટફોનમાં 50MP પ્રાઇમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.
ડિવાઇસને ચાર્જિંગ કરવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 20W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. નોકિયાનો દાવો છે કે મોબાઇલની બેટરી સ્ટાન્ડર્ડ યુઝેસની સાથે 3 દિવસ સુધી ચાલશે. કંપનીએ ટીઝરમાં ઉલ્લેખ કર્યો છે કે ફોનમાં OZO સંચાલિત લાઉડસ્પીકર ઉપલબ્ધ હશે. ફોન IP52 રેટિંગ અને ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર્સ સાથે આવવાની આશા છે.
આ પણ વાંચો | શાયોમી 13ટી સ્માર્ટફોન લોન્ચિંગની તારીખ જાહેર, નવા Mi મોબાઇલમાં દમદાર કેમેરા અને ફિચર મળશે
તમને જણાવી દઈએ કે Nokia G42 5G જૂન 2023માં યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. માર્કેટમાં યુઝર રિપેયરેબલ ફિચરની સાથે આવનાર આ પહેલો ફોન છે. અપેક્ષા છે કે, ભારતમાં 4GB રેમ વાળો લોઅર વેરિઅન્ટ ભારતમાં 16,999 રૂપિયામાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. પરંતુ હજુ સુધી કંપનીએ દેશમાં સેલ્ફ રિપેરેબિલિટી વિકલ્પ અંગે કોઈ માહિતી આપી નથી. લોન્ચિંગ સમયે આ વિશે વધુ માહિતી જાહેર કરાશે તેવી અપેક્ષિત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us