કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે પ્રાકૃતિક ગેસના મૂલ્ય નિર્ધારણ માટે એક નવી ફોર્મૂલાને મંજૂરી આપી દીધી છે. પ્રાકૃતિક ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટના માસિક સરેરાશના 10 ટકા હશે. સીએનજી અને પાઇપ્ડ કુકિંગ ગેસની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે તેના ઉપર કેપ અથવા સીલિંગ પ્રાઇસ લગાવવામાં આવશે. નવી ગાઇડલાઇન શનિવારે લાગુ થશે.
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે વ્યવસ્થામાં સ્થિર મૂલ્ય સુનિશ્ચિત કરવા અને બજારમાં ઉતાર-ચઢાવના ઉત્પાદકોને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા માટે દર મહિને માસિક અધિસૂચના રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઘરેલૂ ગેસ ઉપભોક્તાઓ માટે ગાઇડલાઇન એક સ્થિર મૂલ્ય નિર્ધારણ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. બજારમાં ઉતાર ચઢાવથી ઉત્પાદકોને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરશે. ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન પ્રદાન કરશે. ગાઇડલાઇન ઓએનજીસી-ઓઆઇએલના નામાંકન ક્ષેત્રો, નવી અન્વેષણ લાઇસન્સ નીતિ બ્લોક અને પૂર્વ-એનઇએલપી બ્લોકથી ઉત્પાદિત ગેસ ઉપર લાગુ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પારંપરિક અથવા જૂના ક્ષેત્રોથી ઉત્પાદિ પ્રાકૃતિક ગેસ, જેને એપીએમ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. એપીએમ ગેસ હવે અમેરિકા, કેનેડા અને રશિયા જેવા અધિશેષ દેશોમાં ગેસની કિંમતોના આધાર પર મૂલ્ય નિર્ધારણના બદલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં અનુક્રમિત કરવામાં આવશે.
એક એપ્રિલથી એપીએમ ગેસની કિંમત ભારત દ્વારા આયા કરવામાં આવનારા ક્રૂડ ઓઇલની બેરલની કિંમતના 10 ટકા હશે. જોકે, આ પ્રકારના દર 8.57 અમેરિકી ડોલર પ્રતિ એમએમબીટીયૂના અત્યારના હાજર ગેસ મૂલ્ય પ્રમાણે 6.5 અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ પર સીમિત હશે.
આ પ્રકારની કિંમત પણ 4 અમેરિકી ડોલર પ્રતિ એમએણબીટીયુની એક ન્યૂનતમ સીમા હશે. તેમણે કહ્યું કે બે વર્ષ સંશોધનની અત્યારની પ્રથાના બદલે દર મહિને ભાવ નક્કી કરવામાં આવશે.