NSDL IPO Open Tomorrow : આઈપીઓ રોકાણકારો માટે સૌથી વધુ રાહ જોવાતો એનએસડીએલ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 30 જુલાઇ, 2025ના રોજ ખુલી રહ્યો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે, જેમાં કુલ 5.01 કરોડ શેર વેચવામાં આવશે. આઈપીઓ ખુલવાની પહેલા જ ગ્રે માર્કેટ પ્રીમિયમ આકર્ષક દેખાઇ રહ્યું છે. જો તમે એનએસડીએલ આઈપીઓ ભરવાનો વિચારી રહ્યા છો, તો આઈપીઓ ઇશ્યુ પ્રાઇશ, GMP અને શેર લિસ્ટિંગ તારીખ પહેલા જાણી લો.
NSDL IPO Open Date : એનએસડીએલ આઈપીઓ ખુલવાની તારીખ
એનએસડીએલ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 30 જુલાઇ ખુલશે અને 1 ઓગસ્ટે બંધ થશે. શેર એલોટમેન્ટ 4 ઓગસ્ટે ફાઇનલ થઇ શકે છે. ત્યાર પછી માત્ર BSE પર 6 ઓગસ્ટે કંપનીના શેર લિસ્ટિંગ થવા સંભવ છે.
NSDL IPO Price Band : એનએસડીએલ આઈપીઓ પ્રાઇસ બેન્ડ
એનએસડીએલ કંપની આઈપીઓ દ્વારા 4011.60 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર છે. રોકાણકાર 1 લોટમાં 18 શેર માટે અરજી કરી શકે છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે, જેમાં કુલ 5.01 કરોડ શેર વેચવામાં આવશે.
NSDL IPO GMP : ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે?
IPO માર્કેટમાં NSDL વિશે ઘણો ઉત્સાહ છે. NSDLનો અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 140 થી 145 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. 800 રૂપિયાની ઉપલા પ્રાઇસ બેન્ડના સંદર્ભમાં આ લગભગ 18 ટકા પ્રીમિયમ છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો કંપનીનો સ્ટોક 800 રૂપિયાના IPO ભાવની સરખામણીમાં 940 થી 945 રૂપિયાની વચ્ચે લિસ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો: આદિત્ય ઇન્ફોટેક IPO પર બ્રોકરેજ તેજીમાં, થોડા કલાકોમાં 100% સબસ્ક્રાઇબ, શું 1,300 કરોડ રૂપિયાનો ઇશ્યૂ નફાકારક સોદો બનશે?
OFS : શેર કોણ વેચી રહ્યું છે
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)HDFC બેંકIDBI બેંકયુનિયન બેંક ઓફ ઈન્ડિયાSUUTI
આ વેચાણ બજાર નિયમનકાર સેબીના નિયમનું પાલન કરીને કરવામાં આવી રહ્યું છે કે કોઈપણ ફર્મ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ (જેમ કે ડિપોઝિટરીઝ, સ્ટોક એક્સચેન્જ) માં 15% થી વધુ હિસ્સો રાખી શકતું નથી.
હવે કોની પાસે કેટલો હિસ્સો છે?
IDBI બેંક: 26.1% હિસ્સોNSE: 24% હિસ્સોHDFC બેંક: 7.95% હિસ્સોSBI: લગભગ 5% હિસ્સો
NSDL: ભારતની પ્રથમ અને સૌથી મોટી ડિપોઝિટરી
NSDL ભારતની પ્રથમ અને સૌથી મોટી ડિપોઝિટરી છે, જે રોકાણકારોના શેર અને સંપત્તિને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આ સંસ્થા દેશના મૂડી બજારની પારદર્શિતા, ગતિ અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કંપનીએ જુલાઈ 2023 માં IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા, પરંતુ ઓગસ્ટમાં પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં, ઓક્ટોબર 2024 માં SEBI તરફથી મંજૂરી મળી ગઈ હતી અને હવે તે લિસ્ટિંગ માટે તૈયાર છે.
NSDL IPO વિશે બ્રોકરેજ હાઉસના રેટિંગ
બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ IPO પર સબ્સ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ મુજબ, IPO ના ઉપલા પ્રાઇસ બેન્ડ પર કંપનીનો P/E રેશિયો 46.6x છે (FY25 કમાણીના આધારે), અને તેનું માર્કેટ કેપ રૂ. 16,000 કરોડ હશે. IPO પછી, કંપનીનું નેટ વર્થ પર વળતર (RoNW) 17.1% રહેશે. બ્રોકરેજ મુજબ, મૂલ્યાંકન વાજબી છે, ‘સબ્સ્ક્રાઇબ’ કરવાની સલાહ આપવામાં આવે છે.
NSDL ની નાણાકીય કામગીરી
નાણાકીય વર્ષ 2023 માં NSDL ની કાર્યકારી આવક રૂ. 1,021.99 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 24 માં વધીને રૂ. 1,268.24 કરોડ થઈ ગઈ. નાણાકીય વર્ષ 2025માં આવક વધીને રૂ. 1,420.15 કરોડ થઈ ગઈ. તો કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2023 માં રૂ. 234.81 કરોડ હતો, જે વધીને નાણાકીય વર્ષ 2025માં રૂ. 343.12 કરોડ થયો છે.
(Disclaimer: આઈપીઓમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. આ ગુજરાતી એક્સપ્રેસ એક્સપ્રેસના અંગત અભિપ્રાય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.)