Ola Roadster Electric Bike Launched: ઓલો ઇલેક્ટ્રિક મોબિલીટી કંપની દ્વારા પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ઓલા રોડસ્ટર લોન્ચ કરી છે. ઓલા રોડસ્ટર 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ઓલા ઇલેક્ટ્રિકની આ 3 ઇલેક્ટ્રિક બાઇકની કિંમતી, એક વખત ચાર્જ કર્યા બાદ કેટલા કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપશે અને અન્ય ફીચર્સ સહિત તમામ વિગત જાણીયે
ઓલા રોડસ્ટર કિંમત (Ola Roadster Price in India)
ઓલા રોડસ્ટર ઇલેક્ટ્રિક બાઇક 3.5kWh, 4.5kWh અને 6kWh વેરિઅન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે. આ વેરિઅન્ટ્સની એક્સ શોરૂમ કિંમત અનુક્રમે 104999 રૂપિયા, 119999 રૂપિયા અને 139999 રૂપિયા છે.

ઓલા રોડસ્ટર સ્પીડ અને ડ્રાઇવિંગ રેન્જ (Ola Roadster Speed Features)
ઓલા રોડસ્ટર ઇલેક્ટ્રિક બાઇકને 0 થી 40 કિમી સુધી સ્પીડ પકડવામાં 2.2 સેકન્ડનો સમય લાગે છે. આ ઇલેક્ટ્રિક બાઇકની ટોપ સ્પીડ 126 Kmph છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઓલા રોડસ્ટર ઇલેક્ટ્રિક બાઇક એક વખત ફુલ ચાર્જ થયા બાદ 579 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ બાઇકમાં પણ 7 ઇંચની ટચસ્ક્રીન આવશે અને તે બાઇક ડાયમંડ કટ એલોય વ્હીલ્સ સાથે આવે છે.
- Ola Roadster (Delivery starts January, 2025)
- 3.5kWh ₹ 1,04,999
- 4.5kWh ₹ 1,19,999
- 6kWh ₹ 1,39,999
ઓલા રોડસ્ટર એક્સ કિંમત (Ola Roadster X Price)
ઓલા રોડસ્ટર એક્સ ઇલેક્ટ્રિક બાઇક 3 વેરિઅન્ટ – 2.5kWh, 3.5kWh અને 4.5kWh લોન્ચ કરવામાં આવ્યા છે. આ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 74999 રૂપિયા, 84999 રૂપિયા અને 99999 રૂપિયા (એક્સ શોરૂમ) છે.
ઓલા રોડસ્ટર એક્સ ડાઇવિંગ રેન્જ, સ્પીડ અને ફીચર્સ (Ola Roadster X Speed Features)
ઓલા રોડસ્ટર એક્સ ઇલેક્ટ્રિક આ બાઇક 0 થી 40ની સ્પીડ મેળવવામાં માત્ર 2.8 સેકન્ડનો સમય લાગે છે. આ બેટરી સંચાલિત બાઇકની ટોપ સ્પીડ 124 kmph છે. કંપનીનો દાવો છે કે આ બાઇકની બેટરી એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ 200 કિલોમીટર સુધી ચાલશે. ઓલા રોડસ્ટર એક્સ બાઇકમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ સાથે 4.3 ઇંચની ટચસ્ક્રીન આવે છે. આ બાઇકનું બુકિંગ શરૂ થઈ ગયું છે પરંતુ આ બાઇકની ડિલિવરી આવતા વર્ષે જાન્યુઆરી 2025થી શરૂ થશે.
- Ola Roadster X (Delivery starts January, 2025)
- 2.5kWh ₹ 74,999
- 3.5kWh ₹ 85,999
- 4.5kWh ₹ 99,999
ઓલા રોડસ્ટર પ્રો કિંમત (Ola Roadster Pro Price)
ઓલા રોડસ્ટર પ્રો ઇલેક્ટ્રિક બાઇકના બે વેરિઅન્ટ 8kWh અને 16kWh લોન્ચ કરવામાં આવ્યા છે. આ વેરિયન્ટની કિંમતો અનુક્રમે 199999 રૂપિયા અને 249999 રૂપિયા એક્સ શોરૂમ છે. આ ઇલેક્ટ્રિક બાઇકનું બુકિંગ શરૂ થઇ ગયું છે પરંતુ ડિલિવરી આવતા વર્ષે દિવાળીથી શરૂ થશે.
આ પણ વાંચો | બજાજ સીએનજી બાઈક ફ્રીડમ 125 લોન્ચ, જાણો 1 કિમી CNGમાં કેટલી માઈલેજ આપશે?
ઓલા રોડસ્ટર પ્રો સ્પીડ, ડ્રાઇવિંગ રેન્જ અને ફીચર્સ (Ola Roadster Pro Speed Features)
ઓલા રોડસ્ટર પ્રો ઇલેક્ટ્રિક બાઇક માત્ર 1.2 સેકન્ડમાં 0 થી 40 સુધીની ઝડપ પકડી શકે છે અને આ બાઇકની ટોપ સ્પીડ 194 kmph છે. આ ઇલેક્ટ્રિક બાઇકની બેટરી એક વખત ફુલ ચાર્જ થયા બાદ 579 કિલોમીટર સુધી દોડશ. આ બાઇકમાં ADAS અને 10 ઇંચની ટચસ્ક્રીન જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
- Ola Roadster Pro (Delivery starts Diwali 2025)
- 8kWh ₹ 1,99,999
- 16kWh ₹ 2,49,999