scorecardresearch

Old pension scheme: RBIએ કયા કારણોસર રાજ્યોને જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ચેતવ્યા?

Old Pension News: RBIએ કહ્યું કે, જે રાજ્યો OPS લાગુ કરી રહ્યા છે તેમના માટે આ ચિંતાનો વિષય છે. આરબીઆઈ (RBI)નું આ નિવેદન એવા સમયે બહાર પાડવામાં આવ્યું છે જ્યારે ઘણી રાજ્ય સરકારો જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરી રહી છે

Old pension scheme: RBIએ કયા કારણોસર રાજ્યોને જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ચેતવ્યા?
સેન્ટ્રલ બેંક આરબીઆઇએ રાજ્યોને જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાને લઇને ચેતવણી આપી છે

જૂની પેન્શન યોજના હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. સ્કીમને લઇને દેશભરમાં ચર્ચાઓ થઇ રહી છે. આ યોજનાનો દેશના ઘણા રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે. ત્યારે ઘણા રાજ્યોમાં જૂની પેન્શન સિસ્ટમ (OPS) લાગુ કરવાની યોજના ઘડાઇ રહી છે. આ બધાની વચ્ચે ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું કે, જૂની પેન્શન સ્કીમ લાગુ કરનારા તમામ રાજ્યોને આવનારા સમયમાં નાણાકીય વ્યવસ્થાપનના જોખમનો સામનો કરવો પડી શકે છે.

શું છે રિઝર્વ બેંકના રિપોર્ટમાં?

રિઝર્વ બેંકે રાજ્યોની નાણાકીય બાબતો પર વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં મહામારી બાદથી રાજ્યોની સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે, તેના કારણે આવનારો સમય ઘણો ચિંતાજનક હોઈ શકે છે તેવો ઉલ્લેખ કરાયો છે. જેને પગલે RBIએ કહ્યું કે, જે રાજ્યો OPS લાગુ કરી રહ્યા છે તેમના માટે આ ચિંતાનો વિષય છે.

વિવિધ રાજ્ય સરકારો જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરી રહી છે

આરબીઆઈનું આ નિવેદન એવા સમયે બહાર પાડવામાં આવ્યું છે જ્યારે ઘણી રાજ્ય સરકારો જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરી રહી છે તથા ઘણા રાજ્યો તેને પુનઃસ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં હિમાચલના સરકારી કર્મચારીઓ માટે પણ OPS લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા છત્તીસગઢ સરકાર, રાજસ્થાન સરકાર, પંજાબ સરકાર જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરી ચૂકી છે. તેની સાથે હિમાચલ સરકારે પણ આ સિસ્ટમ લાગુ કરી છે.

આ પણ વાંચો: Budget 2023 : બજેટ 2023માં સોનું સસ્તુ થશે? સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલર્સની બજેટ અપેક્ષા

પેન્શન વ્યયમાં વધારો થવાની સંભાવના

આરબીઆઈએ બહાર પાડેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022-23ના બજેટના અંદાજ મુજબ, રાજ્યમાં વર્ષ 2022-23 નાણાકીય વર્ષમાં પેન્શન વ્યયમાં 16 ટકાની વૃદ્ધિ સાથે 463,436 કરોડ રૂપિયા થવાની આશા છે, જે ગયા વર્ષમાં 399,813 કરોડ રૂપિયા હતા. એસબીઆઈ એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 22ના અંતમાં આખા વર્ષમાં પેંશન દેવાદાર ચક્રવૃદ્ધિ વાર્ષિક દર (CAGR) તમામ રાજ્ય સરકારો માટે 34 ટકા હતી.

OPS લાગુ કરવાની ઘોષણા

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS) ને બદલે OPS પરત લાવવા માટે જ્યારે વધુ રાજ્યો સામેલ થવા લાગ્યા ત્યારે RBIએ રિપોર્ટ બહાર પાડીને તેમને ચેતવણી આપી છે. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ સહિત હિમાચલ પ્રદેશે પણ OPS લાગુ કરવાની ઘોષણા કરી છે. રાજ્યોને સેવા આપતા કર્મચારીઓ પાસેથી એકત્ર કરાયેલા ભંડોળમાંથી જૂના પેન્શનરોને ચૂકવણી કરવાનું યોગ્ય લાગ્યું છે.

OPS અંતર્ગત નિવૃત કર્મચારીઓને 50 ટકા પેન્શન

મળતી માહિતી અનુસાર, OPS અંતર્ગત નિવૃત કર્મચારીઓને માસિક પેંશન તેના છેલ્લા પગારના 50 ટકા જેટલું આપવામાં આવે છે. જો કે, OPS નાણાકીય રીતે અસ્થિર ગણાય છે, અને રાજ્ય સરકારો પાસે તેને ભંડોળ પૂરું પાડવા માટે ભંડોળ નથી. કારણ કે, OPS પાસે પેન્શનની જવાબદારીઓ માટે કોઈ સંચિત ભંડોળ અથવા બચતનો વિકલ્પ નથી. તેથી આ એક નાણાકીય બોજો છે.

યોજના હંમેશા રાજકીય પક્ષો માટે આકર્ષક

રસપ્રદ વાત એ છે કે, આ યોજના હંમેશા રાજકીય પક્ષો માટે આકર્ષક વ્યવસ્થા રહી છે કારણ કે વર્તમાન વય જૂથના લોકો તેનો લાભ મેળવી શકે છે, ભલે તેઓએ પેન્શન કિટમાં યોગદાન ન આપ્યું હોય, તેમ SBIના સંશોધન અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.

શું છે SBIના રિસર્ચમાં ઉલ્લેખ

વધુમાં SBIના રિસર્ચમાં ઉલ્લેખ કરાયો છે કે, જૂની પેન્શન પ્લાન (OPS), જે સામાન્યપણે PAYG યોજના તરીકે ઓળખાય છે, તેને અનફંડ્ડ પેન્શન પ્લાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જ્યાં વર્તમાન રેવન્યુ ફંડ પેન્શન લાભો પ્રદાન કરે છે. આ યોજના હેઠળ, વર્તમાન પેઢીના કામદારોના યોગદાનનો ઉપયોગ વર્તમાન પેન્શનરોના પેન્શનની ચૂકવણી માટે દેખીતી રીતે કરવામાં આવતો હતો.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે NPS ફરજિયાત

1 જાન્યુઆરી 2004ના રોજ અથવા તે પછી સેવામાં જોડાતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે NPS ફરજિયાત છે અને લગભગ તમામ રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓ માટે તેને અપનાવ્યું છે. NPS પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નિયમન કરવામાં આવે છે, એક ફાળો આપતી પેન્શન સ્કીમ છે જેના હેઠળ કર્મચારીઓ તેમના પગાર (મૂળભૂત + મોંઘવારી ભથ્થું) ના 10 ટકા યોગદાન આપે છે.

Web Title: Old pension scheme rbi latest statement business news

Best of Express