scorecardresearch

જૂની પેન્શન યોજના શા માટે અર્થશાસ્ત્રની રીતે અને રાજકારણ માટે પણ ખરાબ છે

old pension scheme : જૂની પેન્શન યોજના કેમ દેશ રાજ્યના અર્થશાસ્ત્ર (economics) માટે તો ખરાબ છે જ સાથે આ ખરાબ (Bad) રાજકારણ (politics) છે. જૂની પેન્શન સ્કીમ શું છે અને તેનાથી શું સમસ્યા ઉભી થઈ શકે છે તે સમજીએ.

જૂની પેન્શન યોજના શા માટે અર્થશાસ્ત્રની રીતે અને રાજકારણ માટે પણ ખરાબ છે
જૂની પેન્શન યોજના શા માટે અર્થશાસ્ત્રની રીતે અને રાજકારણ માટે પણ ખરાબ છે

પી વૈદ્યનાથન ઐયર : કોંગ્રેસ અને AAP જૂની પેન્શન સ્કીમ સ્વિચ કરવાનું વચન આપી રહ્યા છે. કોંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના પાછી લાવી ચૂકી છે અને AAPએ કહ્યું છે કે, તે પંજાબમાં પણ આવું જ કરશે. કોઈ સરકારે સુધારો કર્યો તેના પર પાણી ફેરવવું એ ખરાબ રાજકારણ છે અને ચોક્કસપણે આ ખરાબ અર્થશાસ્ત્ર માટે પણ છે. તો જોઈએ શા માટે.

જૂની પેન્શન યોજના શું હતી?

જૂની પેન્શન સ્કીમ અથવા ‘OPS’ ની આકર્ષકતા – કેન્દ્ર અને રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટેનું પેન્શન જ્યારે કોઈ કર્મચારી રિટાયર થાય ત્યારે તેના મૂળભૂત પગારના 50 ટકા નક્કી કરવામાં આવ્યું હતું. તો 1 જાન્યુઆરી, 2004 થી સરકારી સેવામાં જોડાતા લોકો માટે નવી પેન્શન સિસ્ટમ અમલમાં આવી, આ પહેલા જુની પેન્શન સ્કીમ અસ્તિત્વમાં હોવાથી તેના પોતાના લાભો છે જે ખાતરીપૂર્વક અથવા ‘વ્યાખ્યાયિત’ છે. આને નિવૃત્ત માટે ‘વ્યાખ્યાયિત લાભ યોજના’ તરીકે વર્ણવવામાં આવી હતી.

ઉદાહરણ તરીકે, જો નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીનો મૂળભૂત માસિક પગાર 10,000 રૂપિયા હોય તો, તો કર્મચારીને 5,000 રૂપિયા પેન્શનની ખાતરી આપવામાં આવતી. ઉપરાંત, સરકારી કર્મચારીઓના પગારની જેમ, કર્મચારીઓની સેવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ મોંઘવારી ભથ્થા અથવા ડીએમાં વધારા સાથે પેન્શનરોની માસિક ચૂકવણીમાં પણ વધારો થતો જાય છે.

DA – મૂળભૂત પગારની ટકાવારી તરીકે ગણવામાં આવે છે – આ એક એવી પ્રકારનું ગોઠવણ છે જે સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને જીવનનિર્વાહના સતત વધતા ખર્ચ માટે પ્રદાન કરે છે. ડીએમાં વધારો વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે, સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં. ડીએમાં 4 ટકાનો વધારો એટલે કે 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન ધરાવતા નિવૃત્ત વ્યક્તિની માસિક આવક વધીને 5,200 રૂપિયા પ્રતિ માસ થઈ જાય છે.

આજની તારીખે, સરકાર દ્વારા ચૂકવવામાં આવતો લઘુત્તમ પેન્શન દર મહિને રૂ. 9,000 છે, અને મહત્તમ રૂ. 62,500 છે (કેન્દ્ર સરકારમાં ઉચ્ચતમ પગારના 50 ટકા, જે દર મહિને રૂ. 1,25,000 છે).

OPS વિશે શું ચિંતાઓ હતી?

i) મુખ્ય સમસ્યા એ હતી કે પેન્શનની જવાબદારી અનફન્ડેડ રહી હતી – એટલે કે, પેન્શન માટે ખાસ કોઈ કોર્પસ નહોતું, જે સતત વધતું જઈ શકે અને ચુકવણી માટે તેને ખેંચી શકાય.

ભારત સરકારના બજેટમાં દર વર્ષે પેન્શન માટે જોગવાઈ કરવામાં આવે છે; પરંતુ ભવિષ્યમાં વર્ષ-દર-વર્ષે ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટ યોજના નહોતી. સરકારે બજેટ પહેલા દર વર્ષે નિવૃત્ત લોકોને ચૂકવણીનો અંદાજ મૂક્યો હતો, અને કરદાતાઓની વર્તમાન પેઢીએ આજની તારીખે તમામ પેન્શનરો માટે ચૂકવણી કરી છે. ‘પે-એઝ-યુ-ગો’ યોજનાએ આ અંતર-પેઢીગત ઇક્વિટી મુદ્દાઓનું સર્જન કર્યું – મતલબ કે વર્તમાન પેઢી માટે પેન્શનરોનો સતત વધતો બોજ સહન કરવો પડતો હતો.

ii) OPS પણ બિનટકાઉ હતી. પેન્શનની જવાબદારીઓ વધતી રહેશે કારણ કે પેન્શનરોના લાભો દર વર્ષે વધે છે; જેમ કે હાલના કર્મચારીઓના પગારમાં વધારાની સાથે, પેન્શનરોને ઇન્ડેક્સેશન મળે છે અથવા જેને ‘મોંઘવારી રાહત’ કહેવાય છે (હાલના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા જેવું જ).

છેલ્લા ત્રણ દાયકામાં કેન્દ્ર અને રાજ્યો માટે પેન્શનની જવાબદારીઓ અનેક ગણી વધી ગઈ છે. 1990-91માં કેન્દ્રનું પેન્શન બિલ રૂ. 3,272 કરોડ હતું અને તમામ રાજ્યો માટે કુલ ખર્ચ રૂ. 3,131 કરોડ હતો. જે 2020-21માં કેન્દ્રનું બિલ 58 ગણું વધીને રૂ. 1,90,886 કરોડ થઈ ગયું, અને રાજ્યો માટે તેમાં 125 ગણો વધારો થઈ રૂ. 3,86,001 કરોડ થઈ ગયું.

આ પરિસ્થિતિ પહોંચીવળવા માટે શું યોજના બનાવવામાં આવી હતી?

1998માં, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓલ્ડ એજ સોશિયલ એન્ડ ઈન્કમ સિક્યુરિટી (OASIS) પ્રોજેક્ટ પર એક અહેવાલ આપ્યો. સેબી અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ એસ એ દવે હેઠળની એક નિષ્ણાત સમિતિએ જાન્યુઆરી 2000માં આ અહેવાલ સુપરત કર્યો. OASIS પ્રોજેક્ટનો હેતુ સરકારી પેન્શન સિસ્ટમમાં સુધારો કરવાનો ન હતો – તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારો (જે પ્રાઈવેટ ક્ષેત્ર અથવા મજૂર વર્ગ) ને લક્ષિત કરવામાં આવ્યો હતો, જેમની પાસે વૃદ્ધાવસ્થામાં આવક માટે કોઈ સુરક્ષા નથી.

1991ની વસ્તી ગણતરીના ડેટાને જોતા, સમિતિના ધે્યાને આવ્યું હતું કે, માત્ર 34 મિલિયન લોકો, એટલે કે, અંદાજિત 31.4 કરોડની અંદાજિત કામકાજ કરતી વસ્તીના 11 ટકાથી પણ ઓછા લોકો પાસે નિવૃત્તિ પછીની આવક સુરક્ષા હતી – પછી તે સરકારી પેન્શન હોય, કે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ ( કર્મચારી ભવિષ્ય નિધિ). EPF), અથવા એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) હોય. એટલે કે અન્ય તમામ બાકીના કર્મચારીઓ (પ્રાઈવેટ સેક્ટર અને શ્રમિકો) પાસે નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષાનું કોઈ સાધન નહોતું.

OASIS રિપોર્ટ ભલામણ કરે છે કે, વ્યક્તિઓ ત્રણ પ્રકારના ફંડમાં રોકાણ કરી શકે છે – સુરક્ષિત (ઇક્વિટીમાં 10 ટકા સુધી રોકાણ કરવાની મંજૂરી), સંતુલિત (ઇક્વિટીમાં 30 ટકા સુધી), અને વૃદ્ધિ (ઇક્વિટીમાં 50 ટકા સુધી) – જે છ ફંડ મેનેજર દ્વારા જાહેર કરવામાં આવશે. બાકીની રકમ કોર્પોરેટ બોન્ડ અથવા સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવશે. વ્યક્તિઓ પાસે અનન્ય નિવૃત્તિ ખાતું હશે, અને દર વર્ષે ઓછામાં ઓછા રૂ 500નું રોકાણ કરવાની જરૂરિયાત રહેશે.

નિવૃત્તિ પછી, નિવૃત્તિ માટેના ખાતામાંથી ઓછામાં ઓછા રૂ. 2 લાખનો ઉપયોગ વાર્ષિકી ખરીદી માટે કરવામાં આવશે. (એક વાર્ષિકી પ્રોવાઈડર રકમનું રોકાણ કરે છે અને એક નિશ્ચિત માસિક આવક પૂરી પાડે છે – આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ત્યારે રૂ. 1,500 હતી – વ્યક્તિના બાકીના જીવન માટે.)

પ્રોજેક્ટ OASIS રિપોર્ટ સબમિટ થયાના દોઢ વર્ષ પછી, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે આ મામલે તપાસ કરવા માટે કર્ણાટકના પૂર્વ મુખ્ય સચિવ બી કે ભટ્ટાચાર્યના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય નિષ્ણાત જૂથ (HLEG) ની રચના કરી. સરકારી કર્મચારીઓની સ્થિતિને લઈ.

HLEG એ સરકારી કર્મચારીઓ માટે એક મિશ્રિત નિર્ધારિત લાભ/ પરિભાષિત યોગદાન યોજના સૂચવી. પ્રથમ શ્રેણીમાં, તેમણે એમ્પ્લોયર અને કર્મચારી દ્વારા 10 ટકા યોગદાનની ભલામણ કરી હતી. આ સંચિત નાણાંનો ઉપયોગ વાર્ષિકી સ્વરૂપે પેન્શન ચૂકવવા માટે કરવામાં આવશે.

બીજી શ્રેણીમાં, કર્મચારી માટે કોઈ મર્યાદા નિર્દિષ્ટ કરવામાં આવી ન હતી, પરંતુ એમ્પ્લોયરનું યોગદાન સમાન રહેશે પરંતુ 5 ટકા સુધી મર્યાદિત રહેશે. આ સંચિત નાણાં એકસાથે ઉપાડી શકાય અથવા વાર્ષિકીમાં રૂપાંતરિત કરી શકાય છે. આ આવક કરમુક્ત રહેશે.

આ અહેવાલ 22 ફેબ્રુઆરી, 2002ના રોજ સબમિટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને સરકારનું સમર્થન મળ્યું ન હતું.

નવી પેન્શન યોજનાનું મૂળ શું હતું?

પ્રોજેક્ટ OASIS રિપોર્ટ દ્વારા પ્રસ્તાવિત નવી પેન્શન સિસ્ટમ પેન્શન સુધારાનો આધાર બની હતી – અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે મૂળરૂપે જે કલ્પના કરવામાં આવી હતી, તે સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ માટે અપનાવવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના (NPS) 22 ડિસેમ્બર, 2003ના રોજ જાહેર કરવામાં આવી હતી. કેટલાક અન્ય દેશોથી વિપરીત, એનપીએસ સંભવિત કર્મચારીઓ માટે હતી – આ 1 જાન્યુઆરી, 2004 બાદથી સરકારી સેવામાં જોડાનાર તમામ નવી ભરતી માટે ફરજિયાત બનાવવામાં આવી હતી.

નિર્ધારિત યોગદાનમાં કર્મચારી દ્વારા મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા અને સરકાર દ્વારા એક સમાન યોગદાનનો સમાવેશ થાય છે – આ ટાયર 1 (NPS tier 1) હતું, જેમાં યોગદાન ફરજિયાત હતું. જાન્યુઆરી 2019 માં, સરકારે પોતાનું યોગદાન વધારી મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 14 ટકા કર્યું.

અત્યારે વ્યક્તિઓ ઓછા જોખમથી લઈને વધારે જોખમ સુધીની અનેક સ્કીમો પસંદ કરી શકે છે, અને જાહેર ક્ષેત્રની બેંકો તથા નાણાકીય સંસ્થાઓ, તેમજ ખાનગી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા પેન્શન ફંડ મેનેજરોમાંથી પસંદ કરી શકે છે.

NPS હેઠળની યોજનાઓ નવ પેન્શન ફંડ મેનેજર દ્વારા ઓફર કરવામાં આવે છે – SBI, LIC, UTI, HDFC, ICICI, કોટક મહિન્દ્રા, અદિતા બિરલા, ટાટા અને મેક્સ દ્વારા પ્રાયોજિત છે. આ સસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ યોજનાઓની જોખમ પ્રોફાઈલ ‘ઓછા જોખમથી લઈ વધુ જોખમ’ સુધીની અલગ અલગ છે. SBI, LIC અને UTI દ્વારા શરૂ કરાયેલ NPS યોજના – કેન્દ્ર સરકાર માટે 10- ટકા રિટર્ન 9.22 ટકા રહ્યું; 5 વર્ષનું રિટર્ન 7.99% છે અને 1 વર્ષનું વળતર 2.34% છે. તો વધારે જોખમવાળી યોજનાઓ પર રિટર્ન 15 ટકા સુધી હોઈ શકે છે.

છેલ્લાં આઠ વર્ષોમાં, NPS એ મજબૂત ક્લાયન્ટ બેઝ બનાવ્યો છે, અને મેનેજમેન્ટ હેઠળની તેની અસ્કયામતોમાં વધારો થયો છે. ઑક્ટોબર 31, 2022 સુધીમાં, કેન્દ્ર સરકાર પાસે 23,32,774 ગ્રાહક હતા અને રાજ્યો પાસે 58,99,162 ગ્રાહક હતા. કોર્પોરેટ સેક્ટરમાં 15,92,134 ગ્રાહકો હતા અને અસંગઠિત ક્ષેત્રમાં 25,45,771 ગ્રાહકો હતા. NPS સ્વાવલંબન યોજના હેઠળ 41,77,978 ગ્રાહક હતા. 31 ઓક્ટોબર, 2022ના રોજ આ તમામ ગ્રાહકોની કુલ અસ્કયામતો 7,94,870 કરોડ રૂપિયા હતી.

યુપીએ સરકારે શું સ્ટેન્ડ રાખ્યું?

અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકાર હતી, જેણે પેન્શન સુધારણાનું બીડુ ઉઠાવ્યું હતું. 1 જાન્યુઆરી, 2004થી સરકારમાં નવી ભરતી માટે NPS અસરકારક બન્યું અને તે વર્ષે સત્તામાં આવેલી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી સરકારે સુધારાઓનો સંપૂર્ણપણે સ્વીકાર કરી લીધો.

21 માર્ચ, 2005ના રોજ, યુપીએ સરકારે એનપીએસના નિયામક પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને વૈધાનિક સમર્થન આપવા માટે લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું. આ બિલને બીજેપીના બીસી ખંડુરીની અધ્યક્ષતાવાળી નાણા પરની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું.

સમિતિનો જુલાઈ 2005નો અહેવાલ દર્શાવે છે કે, નવી સરકારે NPSના નિર્ધારિત યોગદાન વિશેષતાને સમર્થન આપ્યું હતું. સમિતિ સમક્ષ તેમના નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, દરેક યુવા કાર્યકારી વસ્તીને ધ્યાનમાં રાખીને “ભારત માટે પેન્શન સુધારણાની એક સિસ્ટમ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.”

બે વર્ષથી ઓછા સમય બાદ, તત્કાલિન વડા પ્રધાન મનમોહન સિંહ અને તત્કાલીન નાણા પ્રધાન પી ચિદમ્બરમે પેન્શન સુધારાને આગળ વધારવા અને સરકારી નાણાં પર પેન્શનની અસરને વિસ્તૃત કરવા માટે દરેક રાજ્યોને એકસાથે લાવવા મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી. તેમની સાથે ચર્ચા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. જાહેર ખાતામાં સંચિત નાણાંને બિન-સરકારી ભવિષ્ય નિધિની જેમ જ એક પેટર્નમાં રોકાણ કરવાની મંજૂરી આપવી.

શા માટે ઓપીએસ ખરાબ અર્થશાસ્ત્ર અને ખરાબ રાજકારણ બંને છે?

30 વર્ષમાં રાજ્યોનું સંચિત પેન્શન બિલ 1990-91માં 3,131 કરોડ રૂપિયાથી વધીને 2020-21માં 3,86,001 કરોડ રૂપિયા થઈ ગયું છે. કુલ મિલાવી, રાજ્યો દ્વારા પેન્શન ચૂકવણી તેમની પોતાની કર આવકનો એક ચતુર્થાંસ ભાગ ખાઈ જાય છે. ચાર્ટ જુઓ, કેટલાક રાજ્યોમાં તે ઘણો વધારે છે. હિમાચલ માટે, તે લગભગ 80 ટકા છે (રાજ્યની પોતાની કર આવકની ટકાવારી તરીકે પેન્શન); પંજાબ માટે તે લગભગ 35 ટકા છે; છત્તીસગઢ માટે 24 ટકા; અને રાજસ્થાન માટે 30 ટકા.

જો રાજ્ય સરકારના કર્મચારીઓના વેતન અને વેતનને આ બિલમાં ઉમેરવામાં આવે તો રાજ્યો પાસે તેમની ટેક્સ આવકની રકમમાંથી ભાગ્યે જ કંઈ બચે છે. કરદાતાઓના નાણા માટેનો એક મોટો હિસ્સો વાપરીને પૂર્વ સરકારી કર્મચારીઓની એક નાની સંખ્યાને ધિરાણ આપવું તે સારું રાજકારણ ન હોઈ શકે.

ઇન્ટર-જનરેશનલ ઇક્વિટીનો મોટો મુદ્દો પણ છે. આજના કરદાતાઓ નિવૃત્ત લોકોના સતત વધતા પેન્શન માટે ચૂકવણી કરી રહ્યા છે, પગાર પંચના પુરસ્કારો જૂના નિવૃત્ત લોકોના પેન્શનને લગભગ વર્તમાન સ્તર પર લઈ જાય છે, એટલે કે 1995માં નિવૃત્ત થયેલા વ્યક્તિનું પેન્શન, 2025માં નિવૃત્ત થતા વ્યક્તિના સમાન હોઈ શકે છે.

કોઈપણ રીતે, કરદાતાઓની વર્તમાન પેઢી માત્ર 2004 પહેલા સરકારી સેવામાં જોડાનારા લોકોના પેન્શન બિલની જ ચુકવણી નથી કરી રહી, પરંતુ 1 જાન્યુઆરી, 2004 બાદ પછી પણ જોડાનારાઓ માટે રાજ્ય સરકારો જે 10 ટકા યોગદાન આપી રહી છે તેમાં પણ યોગદાન આપી રહી છે.

એનડીએ સંચાલિત પેન્શન સુધારાને સમર્થન આપ્યા પછી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો જૂની પેન્શન યોજના પર સ્વિચ કરી રહી છે. પાર્ટીએ હિમાચલ અને ગુજરાતમાં પણ OPS ફરી શરૂ કરવાનું વચન આપ્યું છે.

આનાથી રાજ્ય સરકારોને કેટલાક ટૂંકા ગાળાના લાભો મળે છે: તેઓ નાણાં બચાવે છે કારણ કે તેમને કર્મચારી પેન્શન ફંડમાં 10 ટકા મેચિંગ યોગદાન આપવું પડશે નહીં. કર્મચારીઓ માટે પણ, આના પરિણામે ઘર લઈ જવાનો પગાર વધુ હશે, કારણ કે તેઓ પણ પેન્શન ફંડ માટે તેમના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકાને અલગ રાખશે નહીં.

પરંતુ જ્યારે પક્ષ કર્મચારીઓની માંગ સામે વશ થઈ ગયો છે – ભલે પછી તેઓ દેશના કર્મચારીઓની થોડી ટકાવારી થાય છે અને અન્ય ઘણા લોકોની તુલનામાં કરતા તેમની વધુ સારી રીતે કાળજી લેવામાં આવે છે – આ ઉપાય કેટલાક સરકારી કર્મચારીઓના સામે આવી રહેલી સમસ્યાથી પણ વધઘારે ખરાબ છે, જેઓ તેમના પેન્શન વિશે ચિંતિત છે, પેન્શન તેમના છેલ્લા પગારના 50 ટકા (ઓપીએસ મુજબ) બરાબર ન હોઈ શકે.

આની સરખામણી મોટાભાગના અન્ય કર્મચારીઓ સાથે કરો, જેમની પાસે વૃદ્ધાવસ્થાની આવકની સુરક્ષા નથી.

Web Title: Old pension scheme why bad for economics and politics

Best of Express