OnePlus 12R Sunset Dune Edition Launched: વનપ્લસે ભારતમાં પોતાના OnePlus 12Rનું નવું એડિશન લોન્ચ કર્યું છે. હવે કંપનીએ દેશમાં OnePlus 12R સનસેટ ડ્યુન એડિશન રજૂ કરી છે જે શાનદાર બ્લુ અને આયર્ન ગ્રે કલરમાં આવે છે. કંપનીએ થોડા મહિના પહેલા આ સ્માર્ટફોનને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો હતો. સનસેટ ડ્યુન વર્ઝનને સોફ્ટ ગોલ્ડ અને પિંક ટોન કલરમાં ઉપલબ્ધ છે. વનપ્લસના આ હેન્ડસેટની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો …
વનપ્લસ 12 આર સનસેટ ડ્યુન એડિશન કિંમત (OnePlus 12R Sunset Dune Edition Price)
વનપ્લસ 12 આર સનસેટ ડ્યુન એડિશન સ્માર્ટફોન 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 42999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 20 જુલાઈથી એમેઝોન પ્રાઈમ ડે સેલમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.
લોન્ચ ઓફર હેઠળ, આઈસીઆઈસીઆઈ બેંક અને વનકાર્ડ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન મારફત 3000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. ઉપરાંત વનપ્લસ બડ્સ 3 પણ ફોન સાથે કોઈ વધારાના પૈસા આપ્યા વગર ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન પર નો-કોસ્ટ ઈએમઆઈ ઓફર્સ પણ છે.
વનપ્લસ 12 આર સનસેટ ડ્યુન એડિશન ફીચર્સ (OnePlus 12R Sunset Dune Edition Features)
આ પણ વાંચો | AI ફીચર્સ સાથે ઓપો રેનો 12 5જી સિરિઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 46 મિનિટમાં બેટરી ફુલ ચાર્જ થશે
વનપ્લસ 12આરમાં 6.78 ઇંચની 120હર્ટ્ઝ એમોલેડ એલટીપીઓ 4.0 સ્ક્રીન આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ક્રાયો-વેલોસિટી કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5500mAh બેટરી આપવામાં આવી છે, જે 100W સુપરVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં 8 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર છે, જેમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે.





