OnePlus 15 vs iQOO 15 : વનપ્લસ 15 અને આઈક્યુ 15 વચ્ચે કાંટે કી ટક્કર, જાણો ક્યો ફોન ખરીદવો શ્રેષ્ઠ છે?

OnePlus 15 vs iQOO 15 Comparison : વનપ્લસ 15 સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ થયો છે, જેની સીધી સ્પર્ધા આઈક્યુ 15 મોબાઇલ છે. અહીં વનપ્લસ 15 અને આઈક્યુ 15 સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ, કેમેરા અને બેટરી વિશે સંપૂર્ણ વિગત આપી છે.

Written by Ajay Saroya
October 29, 2025 15:16 IST
OnePlus 15 vs iQOO 15 : વનપ્લસ 15 અને આઈક્યુ 15 વચ્ચે કાંટે કી ટક્કર, જાણો ક્યો ફોન ખરીદવો શ્રેષ્ઠ છે?
OnePlus 15 vs iQOO 15 Comparison : વનપ્લસ 15 vs આઈક્યુ 15 સ્માર્ટફોન.

OnePlus 15 vs iQOO 15 Comparison : વનપ્લસે તાજેતરમાં જ ચીનમાં તેનો નવો સ્માર્ટફોન વનપ્લસ 15 લોન્ચ કર્યો છે. એવા અહેવાલો છે કે આ ડિવાઇસ ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રાઇસ સેગમેન્ટમાં વનપ્લસનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ થયેલ iQOO 15 સાથે સ્પર્ધા કરશે. અહીં OnePlus 15 અને iQOQ 15 ની કિંમત અને ફીચર્સ વિશે જાણકારી આપી છે. ચાલો તેમના સ્પેસિફિકેશનની તુલના કરીએ અને જાણીએ કે આ બંને સ્માર્ટફોનમાં કોણ વધુ સારું છે.

OnePlus 15 vs iQOO 15 : પ્રોસેસર અને પ્રદર્શન

વનપ્લસ 15 અને આઇક્યુ 15 માં સ્નેપડ્રેગન 8 એલિટ જનરલ 5 ચિપસેટ છે. આ પ્રોસેસર ઉત્કૃષ્ઠ સીપીયુ અને ગેમિંગ પર્ફોર્મન્સ, બેટરી લાઇફ અને ઓવરઓલ ઝડપી એપ્લિકેશન સ્વિચિંગ અને મલ્ટિટાસ્કિંગ ગતિ પ્રદાન કરે છે. iQOO 15 સ્માર્ટફોનમાં Q3 ગેમિંગ ચિપ છે જે ગેમિંગ પર્ફોમન્સમાં સુધારો કરે છે.

OnePlus 15 vs iQOO 15 : કેમેરા

ફોટોગ્રાફી માટે, iQOO 15 માં 50MP સોની IMX921 પ્રાઇમરી રિયર સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે આવે છે. આ ઉપરાંત 882 એમપી ઓપ્ટિકલ ઝૂમ, 50 એમપી અલ્ટ્રાવાઇડ સેન્સર સાથે 3 એમપી સોની આઇએમએક્સ પેરિસ્કોપ ટેલિફોટો સેન્સર છે. ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. વનપ્લસ 15 સ્માર્ટફોનમાં 50 એમએમ ફોકલ લેન્થ સાથે 24 એમપી પ્રાઇમરી સેન્સર, 50 એમપી અલ્ટ્રાવાઇડ અને 50 એમપી ટેલિફોટો સેન્સર છે. આ હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

OnePlus 15 vs iQOO 15 : ડિઝાઇન

આઇક્યુ 15 મોબાઇલમાં વક્ર ફ્રેમ, સ્કેવર કેમેરા આઇલેન્ડ છે. ડિવાઇસને કેમેરા મોડ્યુલની આસપાસ આરજીબી એલઇડી સ્ટ્રીપ મળે છે. એક વેરિઅન્ટમાં માર્બલ જેવી વેવ પેટર્ન હોય છે. વનપ્લસ 15 સ્માર્ટફોનમાં મેટ રિયર અને સ્ક્વેરેશ કેમેરા આઇલેન્ડ સાથે એક ક્લિન ડિઝાઇન પ્રદાન કરે છે.

OnePlus 15 vs iQOO 15 : ડિસ્પ્લે

આઈક્યુ 15 સ્માર્ટફોનમાં 6.85-ઇંચની સેમસંગ M14 AMOLED LTPO ડિસ્પ્લે છે જે 2K રિઝોલ્યુશન પ્રદાન કરે છે. સ્ક્રીનમાં 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 2600 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. વનપ્લસ 15 ફોનમાં 6.78 ઇંચની 1.5 કે બીઓઇ ફ્લેક્સિબલ એમોલેડ ડિસ્પ્લે છે જે 165 હર્ટ્ઝ પીક રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. આ સ્ક્રીન 1800 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવે છે.

વનપ્લસ 15 માં 6.78 ઇંચની 1.5 કે બીઓઇ ફ્લેક્સિબલ એમોલેડ ડિસ્પ્લે છે જે 165 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 1800 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.

OnePlus 15 vs iQOO 15 : બેટરી

આઈક્યુ 15 સ્માર્ટફોન 7000mAh બેટરી દ્વારા સંચાલિત છે. વનપ્લસ 15માં 7300 એમએએચની બેટરી આપવામાં આવી છે. iQOO 15 100W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. વનપ્લસ 15 માં 120W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે.

OnePlus 15 vs iQOO 15 : વજન અને જાડાઈ

આઈક્યુ 15 સ્માર્ટફોનની જાડાઈ 8.1 મીમી છે અને તેનું વજન લગભગ 215 ગ્રામ થી 220 ગ્રામ છે. વનપ્લસ 15ની જાડાઈ 8.1 મીમી છે. આ ડિવાઇસનું વજન 211-215 ગ્રામ છે.

OnePlus 15 vs iQOO 15 : સેફ્ટી અને પ્રોટેક્શન

આઈક્યુ 15 સ્માર્ટફોન IP68 અને IP69 રેટિંગ્સ સાથે આવે છે, એટલે કે તે વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા ધરાવે છે. તો વનપ્લસ 15 ને IP69 અને IP69K રેટિંગ્સ મળે છે.

OnePlus 15 vs iQOO 15 : કિંમત

આઈક્યુ 15 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,199 યુઆન છે, જ્યારે 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,499 યુઆન છે. વનપ્લસ 15 વિશે વાત કરીએ તો તેના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,999 યુઆન છે જ્યારે ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત 5,399 યુઆન છે.

વનપ્લસ 15 અને iQOO 15 પ્રદર્શન, બેટરી, કેમેરા અને ડિસ્પ્લેની દ્રષ્ટિએ લગભગ સમાન છે. જો કે, કિંમત થોડી ઓછી હોવા છતાં, વનપ્લસ 15 ક્લિન, પ્રીમિયમ લાગે છે. જે યુઝર્સ એકંદર ડિઝાઇન અને અનુભવ પર ધ્યાન આપે છે તેઓ વનપ્લસ 15 ને પસંદ કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ