scorecardresearch

OnePlus Ace 2: 16 GB રેમવાળો ધાંસૂ સ્માર્ટફોન લોન્ચ, જાણો OnePlus Ace 2 મોડલના ફિસર્ચ અને કિંમત વિશે વિગતવાર

OnePlus Ace 2: વનપ્લસ કંપનીએ (OnePlus) તેનો લેટેસ્ટ OnePlus Ace 2 સીરીઝનો (OnePlus Ace 2) સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન 16 જીબી રેમ (16 GB RAM) સુધીના વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જાણો આ લેટેસ્ટ ધાંસૂ સ્માર્ટફોનના ફિસર્ચ (OnePlus Ace 2 specifications) અને (OnePlus Ace 2 Price) પ્રાઇસ સહિતની તમામ વિગતો

OnePlus Ace 2
વનપ્લસ એસી 2 સ્માર્ટફોન લોન્ચઃ OnePlus Ace 2 મોડલ ડ્યુઅલ સિમ સપોર્ટેડ છે.

nePlus કંપનીએ તેની Ace સિરીઝનો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ OnePlus Ace 2 સ્માર્ટફોનમાં યુઝર્સને હાઇ સ્પીડ મળશે કારણ કે તેમાં 6 કે 8 નહીં પણ 16 GB રેમ છે. હાલ આ OnePlus Ace 2 સ્માર્ટફોન માત્ર ચીનમાં જ ઉપલબ્ધ છે. નવા સ્માર્ટફોનમાં 6.74 ઇંચની 1.5K 120Hz AMOLED સ્ક્રીન છે. સ્ક્રીનની ડેનસિટી 450PPI છે. કંપનીનું કહેવું છે કે, નવી 1.5K સ્ક્રીન 2K AMOLED સ્ક્રીનની સરખામણીમાં 24.4 ટકા પાવર સેવિંગ કરી શકે છે.

OnePlus Ace 2ના ફિચર્સ

OnePlus Ace 2 સ્માર્ટફોનમાં 6.74-ઇંચ (2772×1240 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે આવે છે, સ્કીન Asahi Glass AGC પ્રોટેક્શન પુરું પાડે છે. સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8+ Gen1 4nm મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Adreno 730 GPU આપવામાં આવ્યું છે. OnePlus Ace 2 મોડલ બે સ્પિસિફિકેશનમાં ઉપલબ્ધ છે – જેમાં આ સ્માર્ટફોન 12 જીબી રેમ અને 16 જીબી રેમ સાથે 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે.

OnePlus Ace 2માં Android 13 સાથે ColorOS 13 આપવામાં આવ્યો છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપેલું છે. આ સ્માર્ટફોનનો બેક કેમેરો LED ફ્લેશ સાથે આવે છે. ફોનમાં અપર્ચર F/2.4 સાથે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર છે.

OnePlusના આ લેટેસ્ટ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. હેન્ડસેટનું ડાયમેન્શન 163.4×74.3×8.7 મિલીમીટર છે અને વજન લગભગ 204 ગ્રામ છે. આ ફોનમાં યુએસબી ટાઈપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ, ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. આ OnePlus ફોન 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax, Bluetooth 5.2, GPS/ ગ્લોનાસ, એનએફસી અને USB Type-C જેવા ફિચર્સ સાથે આવે છે. સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે 100Wના SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ અને 5000mAhની બેટરી આપવામાં આવી છે.

OnePlus Ace-2 મોબાઇલ બે કલરમાં ઉપલબ્ધ

OnePlus Ace 2 સ્માર્ટફોન વાસ્ટ બ્લેક અને ગ્લેશિયર બ્લુ કલરમાં ઉપલબ્ધ થશે.

OnePlus Ace 2ની કિંમત

OnePlus Ace 2 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2799 યુઆન એટલે કે લગભગ 34,120 રૂપિયા છે. તો OnePlus Ace 2ના 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3099 યુઆન એટલે કે લગભગ 37,760 રૂપિયા છે. તો OnePlus Ace 2નું ટોપ એન્ડ મોડલ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 3,499 યુઆન એટલે કે આશરે 42,655 રૂપિયામાં ઉપલબ્ધ થશે. વનપ્લસ કંપનીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન 7 ફેબ્રુઆરીથી ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને ત્યાં 13 ફેબ્રુઆરીથી તેનું વેચાણ શરૂ થશે.

તમને જણાવી દઇયે કે, OnePlus Ace 2 સ્માર્ટફોન તાજેતરમાં યોજાનાર Cloud 11 ઇવેન્ટમાં OnePlus 11R ના નામે લોન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભારતમાં આ સ્માર્ટફોન કઇ પ્રાઇસે વેચાશે તેના વિશેની પણ માહિતી મળવાની આશા છે.

Web Title: Oneplus ace 2 smartphone specifications features 16 gb ram and price

Best of Express