OnePlus Ace 6T Price in China : વનપ્લસે ચીનમાં તેની Ace Series લેટેસ્ટ વનપ્લસ એસીઇ 6ટી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. OnePlus Ace 6T ચીનમાં ઓપ્પોના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ છે. નવા OnePlus Ace 6T માં ક્વાલકોમનો નવી સ્નેપડ્રેગન 8 સિરીઝ ચિપસેટ છે. ફોનમાં 8300mAh બેટરી, 50MP પ્રાઇમરી રિયરર કેમેરા તેમજ વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP66, IP68, IP69 અને IP69K રેટિંગ ધરાવે છે.
OnePlus Ace 6T Price : વનપ્લસ એસીઇ 6ટી ભાવ
વનપ્લસ એસીઇ 6ટી સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 2,599 યુઆન (લગભગ 33,000 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 2,899 યુઆન (લગભગ 37,000 રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યા છે. તો હાઇ એન્ડ 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,399 યુઆન (લગભગ 40,000 રૂપિયા) છે અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,399 યુઆન (લગભગ 43,000 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ટોપ-એન્ડ વેરિઅન્ટ 3,699 યુઆન (લગભગ 47,000 રૂપિયા) માં ઉપલબ્ધ છે.
લોન્ચ ઓફર હેઠળ, કંપની વનપ્લસ એસીઇ 6ટી સ્માર્ટફોન પર 200 યુઆન (લગભગ 2600 રૂપિયા) નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ફોનને બ્લેક, ગ્રીન અને વાયોલેટ રંગોમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
OnePlus Ace 6T Specifications : વનપ્લસ એસીઇ 6ટી સ્પેસિફિકેશન્સ
વનપ્લસ એસીઇ 6ટી ડ્યુઅલ સિમ હેન્ડસેટ છે અને એન્ડ્રોઇડ 16 બેઝ્ડ ColorOS 16 સાથે આવે છે. હેન્ડસેટમાં 6.83-ઇંચની ફુલએચડી + (1,272×2,800 પિક્સેલ) એમોલેડ ડિસ્પ્લે છે જે 165 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 1800 નિટ્સની પીક બ્રાઇટનેસ, 450ppi પિક્સેલ ડેન્સિટી અને 330Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે.
વનપ્લસ એસીઇ 6ટી સ્માર્ટફોનમાં ક્વાલકોમ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Gen 5 ચિપસેટ છે. ડિવાઇસમાં 16 જીબી રેમ અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. વનપ્લસના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 8300mAh બેટરી આપવામાં આવી છે, જે 100W વાયર્ડ SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ વનપ્લસ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP66 + IP68 + IP69 + IP69K રેટિંગ ધરાવે છે.
ફોટોગ્રાફી માટે, હેન્ડસેટમાં એપરચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઈએસ) ને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એપરચર એફ / 2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ રિયર કેમેરો પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, એપર્ચર એફ 2.4 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. રિયર કેમેરાથી 120fps પર 4K રિઝોલ્યુશન સુધી રેકોર્ડિંગ કરી શકાય છે. જ્યારે સેલ્ફી કેમેરાથી 1080fps પર 30 પિક્સેલ સુધી રેકોર્ડિંગ શક્ય છે.
આ પણ વાંચો | 50MP કેમેરા સાથે સસ્તો રેડમી 5G સ્માર્ટફોન લોન્ચ, પાવરફુલ પ્રોસેસર અને એડવાન્સ ફીચર્સ
આ વનપ્લસ સ્માર્ટફોનની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા 8300mAhની મોટી બેટરી છે જે 100W વાયર્ડ SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. વનપ્લસ એસીઇ 6ટી સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર સ્કેનર છે. ડિવાઇસમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇલેક્ટ્રોનિક કંપાસ, એક્સિલરોમીટર, ગાયરોસ્કોપ અને આઇઆર બ્લાસ્ટર છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનમાં 5G, 4G LTE, વાઇ-ફાઇ 7, એનએફસી, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને જીપીએસ જેવા ફીચર્સ છે. આ ડિવાઇસનું માપ 163.41×77.04×8.30 મીમી છે અને તેનું વજન 217 ગ્રામ છે.





