7000mAh બેટરી સાથે Oppo A6 Pro 4G લોન્ચ, 50MP કેમેરા અને 256 GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ

Oppo A6 Pro 4G Launch : ઓપ્પો એ6 પ્રો 4જી સ્માર્ટફોન 7000mAh મોટી બેટરી, 50MP રીઅર કેમેરા અને ધૂળ અને પાણી પ્રતિરોધક IP69 રેટિંગ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ વિશે વિગતવાર

Written by Ajay Saroya
September 24, 2025 15:18 IST
7000mAh બેટરી સાથે Oppo A6 Pro 4G લોન્ચ, 50MP કેમેરા અને 256 GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ
Oppo A6 Pro 4G Price And Features | ઓપ્પો એ6 પ્રો 4જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. (Photo: Freepik)

Oppo A6 Pro 4G Launch : ઓપ્પો એ6 પ્રો સિરીઝનું નવું 4G વેરિઅન્ટ લોન્ચ થયું છે. ઓપ્પો એ6 પ્રો 4જી સ્માર્ટફોનમાં 7000mAh મોટી બેટરી, 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, 50 એમપી કેમેરા જેવા ફીચર્સ છે. ઓપ્પોનો આ સ્માર્ટફોન ધૂળ અને પાણી પ્રતિરોધક છે અને IP69 રેટિંગ ધરાવે છે. આ સિરીઝમાં પહેલાથી જ ઓપ્પો એ 6 પ્રો 5જી, ઓપ્પો એ 6 જીટી અને ઓપ્પો એ 6 આઈ સ્માર્ટફોન શામેલ છે. આ લેટેસ્ટ સ્માર્ટફોન વિયેતનામમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો જાણીયે લેટેસ્ટ ઓપ્પો એ6 પ્રો 4જી મોબાઇનીની કિંમત અને ફીચર્સ વિશે

Oppo A6 Pro 4G Price : ઓપ્પો એ6 પ્રો 4જી કિંમત

GSMArena મુજબ, વિયેતનામમાં ઓપ્પો એ 6 પ્રો 4જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,290,000 VND (લગભગ 27,900 રૂપિયા) છે. આ ડિવાઇસને કોરલ પિંક, લ્યુનર ટાઇટેનિયમ, રોઝવુડ રેડ અને સ્ટેલર બ્લુ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

Oppo A6 Pro 4G Features : ઓપ્પો એ6 પ્રો 4જી ફીચર્સ

ઓપ્પો એ 6 પ્રો 4જી સ્માર્ટફોનમાં 6.57 ઇંચની ફુલએચડી + (1,080×2,372 પિક્સેલ્સ) એમોલેડ ડિસ્પ્લે છે જેમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ, 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને ઉચ્ચ બ્રાઇટનેસ મોડમાં 1400 નિટ્સ પીક બ્રાઇટનેસ લેવલ સપોર્ટ છે. પેનલમાં એજીસી ડીટી-સ્ટાર ડી+ પ્રોટેક્શન છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ સાથે મીડિયાટેક હેલિયો જી 100 ચિપસેટ છે. ફોન 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝે ColorOS 15 સાથે આવે છે.

કેમેરાની વાત કરીએ તો ઓપ્પોના ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં ફ્રન્ટ પર સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર છે.

હેન્ડસેટમાં SuperCool VC સિસ્ટમ છે. ફોનને એઆઈ ગેમબૂસ્ટ 2.0 સપોર્ટ મળે છે, જે સરળ ગ્રાફિક્સ, ઝડપી પ્રતિસાદ જેવા વ્યક્તિગત ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.

ઓપ્પોએ આ ડિવાઇસને પાવર આપવા માટે 7000mAhની મોટી બેટરી આપી છે જે 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન રિવર્સ વાયર્ડ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, આ સ્માર્ટફોનમાં 4G, Wi-Fi, બ્લૂટૂથ 5.4, GPS, NFC અને USB Type-C પોર્ટ જેવા ફીચર્સ છે. ઓપ્પો એ 6 પ્રો 4 જીમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનમાં ધૂળ અને પાણીનો પ્રતિકાર છે અને તે IP69 રેટિંગ સાથે આવે છે. આ ડિવાઇસનું માપ 158.20×75.02×8.00 મીમી છે અને તેનું વજન 188 ગ્રામ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ