oppo A6x 5G Price in India : OPPO એ ભારતમાં તેની લોકપ્રિય A-Series નો એક નવો ફોન OPPO A6x 5G લોન્ચ કર્યો છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ બજેટ કિંમતે વિશ્વસનીય, લાંબી બેટરી લાઇફ વાળો, સુપર પર્ફોમન્સ આપનાર અને પ્રીમિયમ લુક વાળો સ્માર્ટફોન ઇચ્છે છે.
OPPO A6x 5G માં 6500mAh ની મોટી બેટરી, 45W SUPERVOOC ચાર્જિંગ, 120Hz અલ્ટ્રા બ્રાઇટ ડિસ્પ્લે અને મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર જેવા ફિચર્સ પોતાની રેન્જમાં એક દમદાર ફોન બનાવે છે. સાથે ColorOS 15 સાથે આવનાર લ્યુમિનસ રેન્ડરિંગ એન્જિન અને Trinity Engine જેવા લાંબા સમય સુધી સરળ ચાલવાની ગેરન્ટી આપે છે. OPPO દાવો કરે છે કે ફોન 22 કલાકથી વધુ વીડિયો પ્લેબેક અને 800+ કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.
OPPO A6x 5G ની ભારતમાં કિંમત
OPPO A6x 5G ભારતમાં ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત આ પ્રમાણે છે. 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રુપિયા, 4GB + 128GB વેરિઅન્ટની કિંમત 13,499 રુપિયા અને 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 14,999 રુપિયા છે.
તે એમેઝોન, ફ્લિપકાર્ટ, OPPO સ્ટોર્સ અને રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. ત્રણ મહિનાની નો-કોસ્ટ EMI પણ મળી રહી છે. આ ફોન બે નવા રંગોમાં આઇસ બ્લુ અને ઓલિવ ગ્રીનમાં ઉપલબ્ધ છે.
OPPO A6x 5G ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ
ઓપોએ આ ફોન એવા યુઝર્સ માટે ડિઝાઇન કર્યો છે જેઓ દિવસભર ફોનનો વધારે ઉપયોગ કરે છે અને ઇચ્છે છે કે તેમનો ફોન સરળતાથી અને ઝડપથી ચાલે. OPPO A6x 5G ની સૌથી મોટી ખાસિયત તેની મોટી 6500mAh બેટરી છે. ઓપો નો આ ફોન 882 કલાક સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ અને 22.4 કલાક સુધી વીડિયો પ્લેબેક જેવું પાવરફૂલ પર્ફોમન્સ આપે છે.
આ પણ વાંચો – રિયલમીનો 7000mAh બેટરી વાળો ફોન 4 ડિસેમ્બરે થશે લોન્ચ, કિંમત થઇ લીક
ફોનમાં OPPO નું પ્રખ્યાત 45W SUPERVOOC™ ફ્લેશ ચાર્જિંગ છે, જે ફક્ત 30 મિનિટમાં 1% થી 41% સુધી ચાર્જ થઈ શકે છે. OPPO A6x 5G માં MediaTek Dimensity 6300 ચિપસેટ છે. સૌથી મોટું અપગ્રેડ ColorOS 15 છે. સ્ક્રીન ક્વોલિટી આ ફોનની મુખ્ય ખાસિયત છે. OPPO A6x 5G માં 120Hz અલ્ટ્રા બ્રાઇટ ડિસ્પ્લે છે. તેને તડકામાં વીડિયો જોવા અથવા રાત્રે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવા માટે ઉત્તમ બનાવે છે.
જો તમે ગેમિંગના શોખીન છો, તો OPPO A6x 5G ફોન AI GameBoost સાથે આવે છે. જે ઝડપી, સ્મૂધ ગેમપ્લે અને ઑપ્ટિમાઇઝ્ડ પર્ફોમન્સ આપે છે. Splash Touch ભીના હાથે પણ સ્ક્રીન પર કંટ્રોલ કરવાનું શક્ય બનાવે છે. ફોન ફક્ત 8.58mm પાતળો છે અને તેનું વજન લગભગ 212 ગ્રામ છે. તેની મેટાલિક ફ્રેમ અને નવું ડેકો મોડ્યુલ તેને ફ્લેગશિપ જેવો લૂક આપે છે. તેનું અદ્યતન લેન્સ કોટિંગ તેને ફિંગરપ્રિન્ટ્સ અને પાણીના છાંટાથી સુરક્ષિત કરે છે.





