OPPO F27 Pro+ 5G Launched: ઓપ્પો એફ27 પ્રો+ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. ઓપ્પો એફ27 પ્રો+ 5જી ઓપ્પોનો એફ-સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. Oppo F27 Pro+ કંપનીનો પહેલો એવો ફોન છે જેને દેશમાં IP69 રેટિંગ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત OPPO F27 Pro+ 5G સ્માર્ટફોનને મિલિટ્રી લેવલ MIL- 810H સર્ટિફિકેશન અને કોર્નિંગ ગોરિલા ગેલસા વિક્ટસ 2 પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. ઓપ્પોનો આ ફોન 5000mAh બેટરી અને 256 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે આવે છે. જાણો લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનની ખાસિયતો
ઓપ્પો એફ27 પ્રો+ 5જી કિંમત (OPPO F27 Pro+ 5G Price)
Oppo F27 Pro + સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 27,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 29,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એક્સક્લુઝિવ રીતે ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઓપ્પો સ્ટોર પરથી પ્રી-ઓર્ડર કરી શકાય છે. દેશમાં 20 જૂનથી હેન્ડસેટનું વેચાણ શરૂ થશે.
લોન્ચ ઓફર હેઠળ ઓપ્પોના આ ફોનને એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈ કાર્ડ દ્વારા 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. કંપની આ હેન્ડસેટ સાથે 12 મહિનાનો એક્સિડેન્ટલ અને લિક્વિડ ડેમેજ પ્રોટેક્શન પ્લાન પણ ફ્રી આપી રહી છે.
ઓપ્પો એફ27 પ્રો+ 5જી ફીચર્સ (OPPO F27 Pro+ 5G Features)
ઓપ્પો એફ27 પ્રો+ 5જી સ્માર્ટફોનને કોસમોસ રિંગ ડિઝાઇન સાથે સર્ક્યુલર રિયર કેમેરા મોડ્યુલ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન પ્રીમિયમ લેધર બેક પેનલ સાથે આવે છે. ઓપ્પોના આ હેન્ડસેટમાં 6.7 ઇંચની 3ડી કર્વ્ડ એમોલેડ સ્ક્રીન છે જે ફુલએચડી + (2412×1080 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન 394 પીપીઆઇ પિક્સેલ ડેન્સિટી, 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 240હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 500 એનઆઇટીની બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 આપવામાં આવ્યું છે.

ઓપ્પો એફ27 પ્રો+ 5જી સ્પેસિફિકેશન (OPPO F27 Pro+ 5G Specification)
લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7050 પ્રોસેસર અને Mali G68 GPU છે. આ મોબાઇલમાં 8 જીબી સુધી રેમ આવે છે. એક્સટેન્ડેડ રેમ ફીચર મારફતે રેમને 8 જીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં 128 જીબી/256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. તે એન્ડ્રોઇડ 14 બેસ્ડ ColorOS 14 સાથે ચાલે છે.
ઓપ્પો એફ27 પ્રો+ 5જી કેમેરા (OPPO F27 Pro+ 5G Camera)
OPPO F27 Pro+ 5Gમાં f/1.7 અપાર્ચર સાથે 64MP Omnivision OV64B કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં અપાર્ચર F/ 2.4 સાથે 2 મેગાપિક્સલનું પોટ્રેટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 2.0 સાથે 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ઓપ્પો એફ27 પ્રો+ 5જી બેટરી (OPPO F27 Pro+ 5G Battery)
ઓપ્પોના આ હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 60W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોન પર માત્ર 44 મિનિટમાં 0થી 100 ટકા ચાર્જ મળે છે. આ ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી F15 5Gનો નવો અવતાર, એરટેલ તરફથી ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, 50 GB ડેટા ફ્રી
કંપનીનું કહેવું છે કે ઓપ્પો એફ27 પ્રો+ માં ડેમેજ-પ્રૂફ 360 ડિગ્રી આર્મર બોડી, IP69 રેટિંગ મળે છે. હેન્ડસેટમાં એમઆઇએલ-810એચ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોન માં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 5જી, વાઇ-ફાઇ 6 802.11ax, બ્લૂટૂથ 5.3, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું વજન 177 ગ્રામ છે. આ ડિવાઇસનું ડાયમેન્સન 162.7 × 74.2 × 7.89mm છે.