Oppo F31 Pro Plus 5G Launch In India: ઓપ્પો એફ 31 સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ ઓપ્પો એફ31 સિરીઝમાં ત્રણ નવા સ્માર્ટફોન ઓપ્પો એફ 31 5જી, ઓપ્પો એફ 31 પ્રો 5જી અને ઓપ્પો એફ 31 પ્રો+ 5જી રજૂ કર્યા છે. આ ડિવાઇસમાં 7000 એમએએચની બેટરી, 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. બંને પ્રો મોડેલોમાં 12 જીબી રેમ અને 256 જીબી સુધીના સ્ટોરેજ વિકલ્પો મળે છે. ઓપ્પો એફ31 પ્રો પ્લસ 5જી ની કિંમત અને ફીચર્સ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં વાંચો છે.
Oppo F31 Series Price in India : ભારતમાંઓપ્પો એફ 31 સિરીઝની કિંમત
ઓપ્પો એફ 31 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. તેનું 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 24,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આ ડિવાઇસને મિડનાઇટ બ્લુ, ક્લાઉડ ગ્રીન અને બ્લૂમ રેડ કલરમાં ઉપલબ્ધ કરાવ્યું છે.
ઓપ્પો એફ 31 પ્રો 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 30,999 રૂપિયા છે. આ ફોન ડેઝર્ટ ગોલ્ડ અને સ્પેસ ગ્રે કલરમાં ઉપલબ્ધ થશે.
ઓપ્પો એફ 31 પ્રો + 5જી સ્માર્ટફોનની કિંમત 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વિકલ્પ માટે 32,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 34,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન જેમસ્ટોન બ્લુ, હિમાલયન વ્હાઇટ અને ફેસ્ટિવ પિંક કલરમાં ઉપલબ્ધ થશે.
ઓપ્પો એફ 31 પ્રો 5જી અને એફ 31 પ્રો+ 5જીનું વેચાણ 19 સપ્ટેમ્બરથી દેશભરમાં ઓફલાઇન રિટેલ સ્ટોર્સ, ઓપ્પોના સત્તાવાર ઓનલાઇન સ્ટોર, ફ્લિપકાર્ટ અને એમેઝોન પર શરૂ થશે. તો ઓપ્પો એફ 31 5જી મોબાઇલનું વેચાણ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Oppo F31 5G Specifications : ઓપ્પો એફ૩૧ ૫જી સ્પેસિફિકેશન
ઓપ્પો એફ 31 5જી સ્માર્ટફોન ડ્યુઅલ સિમ હેન્ડસેટ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15 પર ચાલે છે. આ ડિવાઇસમાં 6.5-ઇંચની ફુલએચડી + (2,372×1,080 પિક્સેલ) AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 240Hz પીક સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 3977ppi પિક્સેલ ડેનસિટી અને 600 નિટ્સની ટિપિકલ પીક બ્રાઇટનેસ આપેછે. આ સ્માર્ટફોનનીડિસ્પ્લે 93 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો પ્રદાન કરે છે.
ઓપ્પો એફ 31 5જી સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર અને Mali-G57 MC2 GPU છે. આ ડિવાઇસમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ઓપ્પો મોબાઇલને IP69 + IP68 + IP66 રેટિંગ મળ્યું છે, એટલે કે આ ફોન ધૂળ અને પાણી પ્રતિરોધક છે.
ઓપ્પો એફ 31 5જી ફોનમાં એપરચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા છે જે 76-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ અને ઓટો-ફોકસ સપોર્ટ સાથે આવે છે. આ ડિવાઇસમાં 2 મેગાપિક્સલનો પોર્ટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ફ્રન્ટ પર 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે જે 85 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે આવે છે. રીઅર કેમેરા મોડ્યુલ 1080p વિડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
Oppo F31 Pro 5G Specifications : ઓપ્પો એફ 31 પ્રો 5જી ફોનની ખાસિયતો
Oppo F31 Pro 5G સ્માર્ટફોનસ્ટાન્ડર્ડ અને પ્રો મોડેલોની ઘણા ફીચર્સ પ્રદાન કરે છે. આ વેરિઅન્ટમાં ઓક્ટા-કોર 7 Gen 3 ચિપસેટ છે જે 2.63 ગીગાહર્ટ્ઝ પર ચાલે છે. ફોનમાં 6.8-ઇંચની ફુલએચડી + (2,800×1,280 પિક્સેલ) BOE AMOLED ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીનનો મહત્તમ ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 453 ppi પિક્સેલ ડેનસિટી અને 600 નિટ્સની લાક્ષણિક પીક બ્રાઇટનેસ સાથે આવે છે.
Oppo F31 Pro+ 5G મોબાઇલમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300 એનર્જી ચિપસેટ છે. ફોનમાં 12GB સુધીની રેમ અને 256GB સુધીના સ્ટોરેજ વિકલ્પો છે. ફોનમાં પ્રોટેક્શન, બિલ્ડ ક્વોલિટી અને IP રેટિંગ જેવા સ્ટાન્ડર્ડ મોડેલ વેરિઅન્ટ્સ જેવા ફીચર્સ મળે છે.
ફોટા અને વિડિયોની વાત કરીએ તો, Oppo F31 Pro 5G સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા છે જે ફિલ્ડ ઓફ વ્યૂ અને ઓટો-ફોકસ સપોર્ટ મેળવે છે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનો પોર્ટ્રેટ લેન્સ છે. હેન્ડસેટમાં ફ્રન્ટ પર 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.
Oppo F31 Pro+ 5G Specifications : ઓપ્પો એફ31 પ્રો+ 5જી સ્પેસિફિકેશન્સ
Oppo F31 Pro+ 5G સ્માર્ટફોન ઓક્ટા-કોર સ્નેપડ્રેગન7Gen3ચિપસેટ દ્વારા સંચાલિત છે જે 2.63GHz પર ક્લોક કરે છે. ગ્રાફિક્સ માટે, હેન્ડસેટમાં એડ્રેનો 7-સિરીઝ GPU છે. ફોનમાં Oppo F31 Pro+ 5G માં F31 Pro 5G જેવા જ રેમ અને સ્ટોરેજ વિકલ્પો છે.
ઓપ્પોના આ નવા હેન્ડસેટમાં 6.8-ઇંચની ફુલએચડી + (2,800×1,280 પિક્સેલ) BOE AMOLED ડિસ્પ્લે છે જે 120 Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 240 Hz નો મહત્તમ ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 453 પીપીઆઈ છે. આ ઓપ્પો ફોનમાં પ્રો મોડેલ જેવું જ છે