Oppo Find N3 Smartphone : ઓપો ફાઈન્ડ એન3 પરથી પડદો ઉઠ્યો, 16જીબી રેમ અને 256 જીબીવાળા ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ જાણો

Oppo Find N3 Price And Features : ઓપો દ્વારા તેનો લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન ઓપો ફાઈન્ડ એન3 લોન્ચ કરવામાં આવ્યો છે. 16 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ધરાવતા આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સથી લઇ તમામ વિગત જાણો

Written by Ajay Saroya
October 19, 2023 17:24 IST
Oppo Find N3 Smartphone : ઓપો ફાઈન્ડ એન3 પરથી પડદો ઉઠ્યો, 16જીબી રેમ અને 256 જીબીવાળા ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ જાણો
Oppo Find N3 સ્માર્ટફોન લોન્ચ

Oppo Find N3 Launched : ઓપો એ આખરે તેનો લેટેસ્ટ બુક-સ્ટાઈલ ફોલ્ડેબલ હેન્ડસેટ લૉન્ચ કર્યો છે. નવો Oppo Find N3 સ્માર્ટફોન ગયા વર્ષે (2022) લોન્ચ કરવામાં આવેલ Oppo Find N2 નો અપગ્રેડેડ ફોન છે. Oppoના આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર છે. Oppo Find N3માં 16 GB રેમ અને 256 GB સ્ટોરેજ જેવા ફિચરો છે. આવો અમે તમને Oppoના આ લેટેસ્ટ ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ…

ઓપો ફાઇન્ડ એન3 કિંમત અને ઉપલબ્ધતા (Oppo Find N3 Price)

Oppo Find N3 નું 16 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ 2,399 SGD (લગભગ રૂ. 1,45,300) માં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોન શેમ્પેન ગોલ્ડ અને ક્લાસિક બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ હેન્ડસેટ 20 ઓક્ટોબરથી સિંગાપોરમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઓપ્પો ફાઇન્ડ એન3 સ્પેસિફિકેશન (Oppo Find N3 Specifications)

ઓપો ફાઇન્ડ એન3માં 7.82 ઇંચ 2K (2,268 x 2,440 પિક્સેલ્સ) LTPO 3.0 AMOLED સ્ક્રીન છે. સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 426 ppi છે અને ડાયનેમિક રિફ્રેશ રેટ 120 Hz છે. સ્ક્રીન 240Hz ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે અને 2800 nits ની પીક બ્રાઇટનેસ ધરાવે છે. ડિસ્પ્લે અલ્ટ્રા-થિન ગ્લાસ (UTG) પ્રોટેક્શન સાથે આવે છે. Oppoના આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 6.31 ઇંચ 2K (1,116×2,484 પિક્સેલ્સ) AMOLED કવર ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz સુધીનો છે અને તેની પિક્સેલ ડેન્સિટી 431 ppi છે.

ઓપ્પો ફાઇન્ડ એન3 સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોન Android 13 આધારિત ColorOS 13 સાથે આવે છે. ઓપો ફાઇન્ડ એન3માં Qualcomm નું ઓક્ટા-કોર Snapdragon 8 Gen 2 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે Adreno 740 GPU હાજર છે. ફોનમાં 17 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. યુઝર્સ સ્ટોરેજ દ્વારા રેમને 12 જીબી સુધી પણ વધારી શકે છે. આ હેન્ડસેટમાં 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

કેમેરા વિશે વાત કરીએ તો, Oppo Find N3 પાસે Hasselblad બ્રાન્ડિંગ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનમાં 48-મેગાપિક્સલનો Sony LYTIA-T808 1/1.43-ઇંચ પ્રાયમરી સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન (EIS) સાથે આવે છે. ફોનમાં 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 64 મેગાપિક્સલ ઓમ્નીવિઝન OV64B સેન્સર અને 48 મેગાપિક્સલ સોની IMX581 સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ હેન્ડસેટમાં ઇનર ડિસ્પ્લે પર 20 મેગાપિક્સલ સેલ્ફી અને 32 મેગાપિક્સલ સેકન્ડરી સેલ્ફી સેન્સર આવે છે.

કનેક્ટિવિટી માટે, Oppo Find N3માં 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ 5.3, GPS/A-GPS, NFC, GPS અને USB Type-C પોર્ટ જેવા ફિચર્સ છે. આ સ્માર્ટફોનમાં એક્સેલરોમીટર, જાયરોસ્કોપ, હોલ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, જીઓમેગ્નેટિક સેન્સર, અંડર-સ્ક્રીન એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને અંડર-સ્ક્રીન કલર ટેમ્પરેચર સેન્સર છે.

ઓપ્પોના લેટેસ્ટ ફોલ્ડેબલ ફોનની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. Find N3માં ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં વનપ્લસનું આઇકોનિક એલર્ટ સ્લાઇડર પણ છે. હેન્ડસેટને પાવર આપવા માટે, 4805mAh બેટરી આપવામાં આવી છે જે 67W SuperVOOC 2.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી A05s : 50MP ટ્રિપલ કેમેરા અને 5000mAh બેટરીવાળો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 15000 રૂપિયાથી ઓછી

તમને જણાવી દઈએ કે OnePlus તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન OnePlus Open લોન્ચ કરવા માટે પણ તૈયાર છે. Oppo Find N3 અને OnePlus Open એ એક જ ફોન છે અને OnePlus અને Oppo દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યા છે. Oppo Find N3માં નવા Flexion hinge છે જેને લઇને દાવો કરવામાં આવે છે કે તેને 1,000,000 ફોલ્ડ્સ માટે ટેસ્ટ કરાયો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ