OPPO K12x સ્માર્ટફોન લોન્ચ, 50 એમપી કેમેરા અને પાવરફુલ 5500mAh બેટરી; જાણો કિંમત અને ફીચર્સ

OPPO K12x Price Features Specifications: ઓપ્પો કે12એક્સ ચીનમાં લોન્ચ થયો છે. લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનમાં 50 એમપી કેમેરા અને 6.67 ઇંચની ડિસ્પ્લે છે. જાણો કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત

Written by Ajay Saroya
May 14, 2024 15:57 IST
OPPO K12x સ્માર્ટફોન લોન્ચ, 50 એમપી કેમેરા અને પાવરફુલ 5500mAh બેટરી; જાણો કિંમત અને ફીચર્સ
OPPO K12x : ઓપ્પો કે12એક્સ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો છે. (Photo - Social Media)

Oppo K12x Launched: ઓપ્પોએ પોતાનો લેટેસ્ટ K-સીરિઝ સ્માર્ટફોન લોન્ચ ચીનમાં કર્યો છે. ઓપ્પો કે12એક્સ કંપનીનો નવો ફોન છે અને તે ઓપ્પો કે11એક્સનું અપગ્રેડ વેરિઅન્ટ છે જે ગયા વર્ષે (2023) આવ્યું હતું. નવા ઓપ્પો K12Xમાં 6.67 ઇંચની ફુલએચડી + OLED સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિવાઇસમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર અને 12 જીબી સુધીની રેમ સાથે આવે છે. આ ઉપરાંત લેટેસ્ટ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી રિયર કેમેરા અને 5500mAhની બેટરી જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. જાણો ઓપ્પોના નવા સ્માર્ટફોનની ખાસિયત

ઓપ્પો કે12એક્સ સ્પેસિફિકેશન (OPPO K12x Specifications)

Oppo K12X સ્માર્ટફોનમાં 6.67 ઇંચ (2400 × 1080 પિક્સલ) ફુલએચડી + OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. સ્ક્રીન 1200 નિટ્સ સુધીની તેજસ્વીતા પ્રદાન કરે છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે, જે 6 એનએમ ફેબ્રિકેશન પ્રોસેસ પર આધારિત છે.

ઓપ્પો કે12એક્સ ફીચર્સ (OPPO K12x Features)

સ્માર્ટફોનમાં 8 જીબી અને 12 જીબી રેમ ઓપ્શન સાથે 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ColorOS ૧૪ સાથે આવે છે. આ હેન્ડસેટ હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.

ઓપ્પોના આ હેન્ડસેટમાં એપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અને એપર્ચર એફ/ 2.4 સાથે એલઇડી ફ્લેશ પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.4 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ઓપ્પો કે12એક્સમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5 એમએમ ઓડિયો જેક, સ્ટીરિયો સ્પીકર્સ સુરક્ષા માટે આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું માપ 162.9×75.6×8.1 મીમી છે અને તેનું વજન 191 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 6 802.11 એસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ, યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | Realme GT Neo 6 લોન્ચ, 16જીબી રેમ, 1 ટીબી રેમ અને 50MP કેમેરા; જાણો નવા રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

ઓપ્પો કે12એક્સ કિંમત (OPPO K12x Price)

ઓપ્પો કે12એક્સ સ્માર્ટફોન ના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1299 યુઆન (લગભગ 15000 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1499 યુઆન (લગભગ 17300 રૂપિયા) અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1799 યુઆન (લગભગ 20,800 રૂપિયા)માં આવે છે. ચીનમાં ઓપ્પો કે12એક્સ સ્માર્ટફોનનું વેચાણ 20 મેથી ચીનમાં શરૂ થશે. હાલમાં આ ફોન પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ