OPPO Pad SE Launched: ઓપ્પોએ ભારતમાં પોતાનું લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કર્યું છે. Oppo Pad SE કંપનીનું લેટેસ્ટ ટેબ્લેટ છે. ઓપ્પો પેડ એસઇમાં 11 ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે, મીડિયાટેક હેલિયો જી100 પ્રોસેસર, 5 એમપી ફ્રન્ટ અને રિયર કેમેરા આપવામાં આવ્યા છે. ઓપ્પોના આ ટેબ્લેટમાં 9340mAhની મોટી બેટરી આપવામાં આવી છે. જાણો નવા ઓપ્પો ટેબ્લેટની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર માહિતી.
ઓપ્પો પેડ એસઇ સ્પેસિફિકેશન્સ
ઓપ્પો પેડ એસઇમાં 11 ઇંચ (1920×1200 પિક્સલ) ફુલએચડી+ એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન 500 નીટ્સ સુધી ગ્લોબલ ડિફોલ્ટ મહત્તમ બ્રાઇટનેસ ઓફર કરે છે.
OPPO Pad SE માં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી100 6એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ગ્રાફિક્સ માટે Arm Mali-G57 MC2 આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 6GB/8GB રેમ સાથે 128GB/256GB ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ ColorOS 16.0.1 સાથે આવે છે.
ફોનમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો છે જે 30fps પર 1080 પિક્સલ વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 9340mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 254.91×166.46×7.39 mm અને તેનું વજન 530 ગ્રામ છે.
આ પણ વાંચો – 159 કિમીની રેન્જવાળું આ દમદાર ઇલેક્ટ્રીક સ્કુટર લોન્ચ, 8 વર્ષની બેટરી વોરંટી, જાણો કિંમત
કનેક્ટિવિટી માટે ઓપ્પો પેડ સેઝમાં 4જી એલટીઇ, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
OPPO Pad SE કિંમત
ભારતમાં OPPO Pad SE ના 4 જીબી રેમ અને 128 જીબી વાઇ-ફાઇ મોડલની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી એલટીઇ મોડલને 15,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ટેબલેટ સ્ટારલાઇટ સિલ્વર અને ટ્વાઇલાઇટ બ્લુ કલરમાં આવે છે.
OPPO Pad SE 8 જુલાઇના રોજ પ્રથમ સેલમાં 1,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ડિવાઇસને ઓપ્પો ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર, ફ્લિપકાર્ટ અને પસંદગીના ઓપ્પો બ્રાન્ડ સ્ટોર્સ પર ઓફલાઇન વેચવામાં આવશે.





