Oppo Reno 12 5G Series Launched: ઓપ્પો રેનો 12 5જી સિરિઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. ચાઇનીઝ મોબાઇલ કંપનીએ ઓપો રેનો 12 પ્રો 5જી અને રેનો 12 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે. આ ફ્લેગશિપ ફોનને મીડિયાટેક ડિમેન્સિટી 7300 એનર્જી ચિપસેટ, 5000 mAh બેટરી અને 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. જાણો Oppo Reno 12 Pro 5G અને Reno 12 5Gની કિંમત અને ફીચર્સ વિશે.
ઓપો રેનો 12 પ્રો 5જી કિંમત (Oppo Reno 12 Pro 5G Price In India)
ઓપો રેનો 12 પ્રો 5જી સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 36999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 40999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન સ્પેસ બ્રાઉન અને સનસેટ ગોલ્ડ કલરમાં આવે છે. આ સ્માર્ટફોનનું વેચાણ 18 જુલાઈથી શરૂ થશે.
ઓપો રેનો 12 5જી કિંમત (Oppo Reno 12 5G Price In India)
ઓપો રેનો 12 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 32999 રૂપિયા છે. આ સ્માર્ટફોન 25 જુલાઈથી એસ્ટ્રો સિલ્વર, મેટ બ્રાઉન અને સનસેટ પીચ કલરમાં ઉપલબ્ધ થશે. બંને ફોન ફ્લિપકાર્ટ અને ઓપ્પો ઇન્ડિયા પર વેચવામાં આવશે.
ઓપો રેનો 12 પ્રો 5જી, ઓપો રેનો 12 5જી સ્પેસિફિકેશન્સ
ઓપો રેનો 12 પ્રો 5જી અને ઓપો રેનો 12 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ColourOS 14.1 પર ચાલે છે. ઓપોએ આ સ્માર્ટફોનમાં 3 વર્ષ માટે OS અને ચાર વર્ષ માટે સિક્યોરિટી અપગ્રેડ આપવાનું વચન આપ્યું છે. આ બંને ફોનમાં 6.7 ઇંચની ફુલએચડી + (1,080×2,412 પિક્સલ) ક્વાડ-કર્વ્ડ એમોલેડ સ્ક્રીન છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz, પિક્સેલ ડેન્સિટી 394ppi અને એસ્પેક્ટ રેશિયો 20: 9 છે. ડિસ્પ્લે HDR10+ને સપોર્ટ કરે છે. ઓપ્પો રેનો 12 પ્રો સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન જ્યારે રેનો 12માં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i કોટિંગ આવે છે.
ઓપો રેનો 12 સિરીઝને કસ્ટમ ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7300 એનર્જી પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમની પાસે 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ડિવાઇસનો સ્ટોરેજ વધારીને 1 ટીબી કરી શકાય છે.
ઓપો રેનો 12 5જી સિરિઝ સ્માર્ટફોન કેમેરા (Oppo Reno 12 Pro 5G Camera)
ઓપો રેનો 12 5જી સીરિઝમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનના પ્રો મોડલમાં OIS (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન), 8 મેગાપિક્સલ સોની IMX355 અલ્ટ્રા વાઇડ-એંગલ કેમેરા અને 50 મેગાપિક્સલ સેમસંગ S5KJNS ટેલિફોટો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો સેમસંગ S5KJN5 ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ઓપો રેનો 12 5જીમાં OIS સાથે 50 મેગાપિક્સલનું સોની એલવાયટી 600 સેન્સર આપવામાં આવ્યું છે. ઉપરાંત 8 મેગાપિક્સલ સેકન્ડરી અને 2 મેગાપિક્સલના મેક્રો સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ઓપોના આ ફોનમાં 5000 mAh બેટરી આપવામાં આવી છે જે 80W સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે ડિવાઇસ 46 મિનિટમાં 1થી 100 ટકા ચાર્જ કરશે. પ્રો મોડલનું ડાયમેન્શન 161.4×74.7×7.40 એમએમ અને વજન 180 ગ્રામ છે. જ્યારે સ્ટાન્ડર્ડ વેરિયન્ટ 161.4×74.1×7.6 એમએમ અને વજન 177 ગ્રામ છે.
ઓપો રેનો 12 પ્રો 5જી અને રેનો 12 5જી સ્માર્ટફોન માં એઆઇ ઇન્ટિગ્રેટેડ ફીચર્સ જેવા AI Summary, AI રેકોર્ડ સમરી, એઆઇ ક્લિયર વોઇસ, એઆઇ રાઇટર અને એઆઇ સ્પીક આવે છે. ઉપરાંત એઆઈ બેઝ્ડ કેમેરા ફીચર્સ જેવા કે AI બેસ્ટ ફેસ અને AI Eraser 2.0 પણ છે.
આ પણ વાંચો | 108 MP કેમેરા સાથે ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5G ભારતમાં લોન્ચ, 2000નું કેશબેક, જાણો કિંમત અને ફીચર્સ
કનેક્ટિવિટી માટે ઓપ્પો રેનો 12જી સીરિઝમાં 5જી, બ્લૂટૂથ 5.4, આઇઆર બ્લાસ્ટર અને વાઇ-ફાઇ 6 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન IP65 રેટિંગ સાથે આવે છે.





