/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/pan-aadhaar-link-last-date.jpg)
પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી (image. Source: Twitter/IncomeTaxIndia)
PAN-Aadhaar Link Last Date Extension: પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, ત્યારે ફરીથી નક્કી કરેલી તારીખ લંબાવવાની કેટલીક માંગણીઓ શરૂ થઈ હતી. જો કે, આ વર્ષે PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવવાની અપેક્ષા દેખાતી નથી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ભૂતકાળમાં ઘણી વખત પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે યુઝર્સ અત્યાર સુધી બંને નંબરોને લિંક કરવામાં નિષ્ફળ ગયા છે, તેઓ હજુ પણ 31 માર્ચ પહેલા આમ કરી શકે છે, જો નિષ્ફળ જશે તો તેમનો PAN 1 એપ્રિલ, 2023થી બંધ થઈ જશે.
ટેક્સ અને બેંકિંગ સંબંધિત વિવિધ કાર્યો માટે PAN ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવાથી, બધા યુઝર્સ ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલી ઉભી ન થાય માટે 31 માર્ચ પહેલા લિંક કરવાની પ્રક્રિયા સારી રીતે પૂર્ણ કરી લે.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસે અગાઉ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, PAN-આધાર લિંક કરવાની સમયમર્યાદા લંબાવવાની કોઈ યોજના નથી. જોકે, અધિકારીએ છેલ્લી ઘડીના ફેરફારોની શક્યતાને નકારી ન હતી.
PAN-Aadhaar Link શા માટે જરૂરી છે
PAN-આધાર લિંક કરવું એ વિવિધ નાણાકીય સેવાઓ અને રોકાણો માટે નો યોર કસ્ટમર (KYC) જરૂરિયાતોનો પણ એક ભાગ છે.
PAN-આધાર લિંક કરવાની કવાયતનો હેતુ PAN ના ડી-ડુપ્લિકેશનને રોકવાનો છે. તે નકલી PAN ને ઓળખવામાં પણ મદદ કરશે કારણ કે, ભૂતકાળમાં એક જ વ્યક્તિઓને બહુવિધ PAN ફાળવવાના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે.
જો કોઈ વ્યક્તિનું PAN નિષ્ક્રિય થઈ જાય, તો તે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. ઉપરાંત, બાકી ITR અને આવકવેરા રિફંડની પ્રક્રિયા પણ કરવામાં આવશે નહીં. વધુમાં, PAN વગર ITR ફાઇલ કરનાર વ્યક્તિઓએ ઊંચા દરે ટેક્સ ચૂકવવો પડશે.
સેબીના નિયમો મુજબ, સિક્યોરિટીઝ માર્કેટના તમામ સહભાગીઓ માટે માન્ય PAN હોવું ફરજિયાત છે.
આ પણ વાંચો - હિંડનબર્ગ વધુ એક મોટો ખુલાસો કરશે! કોણ હશે હવે નિશાન? આ ટ્વીટથી અટકળોએ જોર પકડ્યું
કોને પાન-આધાર લિંક કરવાની જરૂર નથી?
આસામ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયમાં રહેતા લોકોને PAN-આધાર લિંકિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. બિન-નિવાસી તેમજ 80 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us