PAN Aadhaar not linked TDS rate Fixed deposit : પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ: જે લોકોએ PAN કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નથી, તેમનું પાન કાર્ડ હવે નિષ્ક્રિય થઈ ગયુ હશે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 હતી. આવી સ્થિતિમાં, જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDમાં રોકાણ કર્યું છે, તો તેના વળતરનું સમીકરણ બગડી શકે છે. PAN સાથે આધાર લિંક ન કરવાના કિસ્સામાં, બેંક FDs પર ફોર્મ 15G/H સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને FDs પર 10% ને બદલે 20% ના દરે TDS કાપવામાં આવશે. જો તમે 30 જૂન સુધી આધારને PAN સાથે લિંક કરી શક્યા નથી, તો હવે તમારું PAN કાર્ડ ઇન-એક્ટિવ એટલે કે ઇન-વેલિડ ગણવામાં આવશે. એટલે કે તમારી પાસે પાન કાર્ડ છે, પરંતુ હવે તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.
HDFC બેંકની વેબસાઈટ મુજબ, જો PAN ને આધાર કાર્ડ સાથે લિંક નથી, તો આવી સ્થિતિમાં 1 જુલાઈથી PAN નંબર ઇન-ઓપરેટિવ એટલે કે બંધ થઇ જશે અને બેંક ગ્રાહકને ફોર્મ 15G/H સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઇન-ઓપરેટિવ PANના કિસ્સામાં બેંક ગ્રાહક પર ઉંચો TDS કપાત લાગુ થશે. જો તમને નાણાકીય વર્ષમાં એફડી પર 40,000 રૂપિયા (વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50,000) કરતાં વધુ વળતર મળે છે, તો આવી સ્થિતિમાં FD રોકાણ પર TDS કપાત લાગુ થશે.
PAN સાથે આધાર લિંક નથી, તો FD પર 20%ના દરે TDS કપાશે
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યુ છે, તો તમારે કમાયેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. આવકવેરા અધિનિયમની કલમ 194A અનુસાર, જો FDમાંથી મળતું વ્યાજ એક વર્ષમાં 10,000 રૂપિયા કરતાં વધી જાય તો 10%ના દરે TDS કાપવામાં આવે છે. પરંતુ જો બેંકમાં આપવામાં આવેલો PAN નંબર આધાર સાથે લિંક નથી, તો PAN કાર્ડ હોવાના કિસ્સામાં પણ 20 ટકાના દરે TDS કાપવામાં આવશે. હકીકતમાં, 30 જૂન સુધી જો PANને આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તો સરકારી આદેશ અનુસાર પાન કાર્ડ 1 જુલાઈથી નિષ્ક્રિય માનવામાં આવે છે.
તમને જણાવી દઇયે કે, સિનિયર સિટીઝન માટે અમુક છુટછાટ છે અને તેમની માટે ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણ માંથી થતી 50,000 રૂપિયાની વ્યાજરૂપી કમાણી કરમુક્ત છે. તમારી FD વ્યાજ પર કેટલો TDS કાપવામાં આવ્યો છે તે જાણવા માટે ફોર્મ 16A જોવામાં આવે છે. એફડીના ત્રિમાસિક વ્યાજનું સર્ટિફિકેટ બેંકો ઇશ્યૂ કરે છે જેમાં તમે TDS કપાત વિશે જાણી શકો છો.
PAN વગર ફિક્સ્ડ ડિપોઝિટ પર શું અસર થશે?
PAN વગર ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરનારા લોકોને નીચે મુજબની અસર થશે
- જો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 40,000 રૂપિયાથી વધારે વાર્ષિક રિટર્ન મળે છે, તો આ વ્યાજ પર 10 ટકાને બદલે હવે 20 ટકાના દરે TDS કાપવામાં આવશે.
- આવકવેરા વિભાગ દ્વારા કોઈ ટીડીએસ રિફંડ કરવામાં આવશે નહીં.
- CBDT પરિપત્ર નંબર 03/11 મુજબ, બેંક જેવી નાણાકીય સંસ્થા દ્વારા કોઈ TDS સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.
- ફોર્મ 15G/H સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને અન્ય એક્ઝમ્પ્શન સર્ટિફિકેટ અમાન્ય રહેશે. દંડનીય TDS કપાત લાગુ પડશે.
આ પણ વાંચોઃ બે લોનથી પરેશાન છો? હોમ લોન ટોપ અપ સર્વિસ શું છે? એકથી વધારે લોનને ક્લબ કરીને નાણાં બચાવો, જાણો વિગતવાર
FD માટે PAN શા માટે જરૂરી છે
જ્યારે તમે એક જ નાણાકીય વર્ષમાં રૂ. 50,000 અથવા રૂ. 5 લાખથી વધુની ટાઇમ ડિપોઝીટ કરો છો ત્યારે FD એકાઉન્ટ ખોલવા માટે PAN કાર્ડ જરૂરી છે. કોઇ પણ બેંક અથવા કો-ઓપરેટિવ બેંક, પોસ્ટ ઓફિસ અથવા નોન-બેંકિંગ નાણાકીય કંપનીમાં ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા માટે PAN જરૂરી રહેશે.