PAN Aadhaar Linking Online : પાન કાર્ડ વિશે એક મોટા સમાચાર આવ્યા છે. જેમણે હજી સુધી પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી, તો હવે સાવધાન થઇ જજો. આવકવેરા વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે, જે લોકો 31 ડિસેમ્બર, 2025 સુધી પોતાનું PAN Aadhaar સાથે લિંક નહીં કરાવે, તેમનું પાન કાર્ડ 1 જાન્યુઆરી 2026થી ડિએક્ટિવ થઇ જશે. મતલબ કે, તમારું પાન કાર્ડ અમાન્ય થઇ જશે.
પાન કાર્ડ ડિએક્ટિવ થાય તો શું થાય?
પાન કાર્ડ ડિએક્ટિવ થવાથી ઘણા બધા કામ અકટી જશે. જેમ કે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થશે નહીં, બેંક એકાઉન્ટ ખુલશે નહીં, લોન નહીં મળે, આવા ઘણા નાણાકીય કામકાજ થઇ શકશે નહીં.
પાન કાર્ડની ક્યાં જરૂર પડે છે?
પાન કાર્ડ આધાર કાર્ડની જેમ આજે દરેક વ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં, બેંક ખાતું ખોલાવવા, પ્રોપર્ટી ખરીદવા, મોટી નાણાકીય લેવડદેવડ કરતી વખતે તેની જરૂર પડે છે.
પાન આધાર લિંક કરવાની રીત
- આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in ખોલો
- હોમપેજ પર Link Aadhaar વિકલ્પ પર ક્લિક કરો
- પોતાનો 10 અંકનો PAN નંબર અને 12 અંકનો આધાર કાર્ડ દાખલ કરો
- ઓન સ્કીન આપેલા નિર્દેશ અનુસાર 1000 રૂપિયા ફીની ચૂકવણી કરો
- સબમિટ કર્યા બાદ તમારી રિક્વેસ્ટ પ્રોસેસ થઇ જશે
પાન આધાર લિંક સ્ટેટ્સ આ રીતે ચેક કરો
- આવકવેરા વિભાગની વેબસાઇટ પર Link Aadhaar Status પર ક્લિક કરો
- પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો
- સ્ક્રીન પર સ્ટેટ્સ દેખાશે કે લિંક થયું છે કે નહીં
SMS વડે પણ સ્ટેસ્ટ તપાસી શકાય છે
- મોબાઇલમાં UIDPAN ટાઇપ કરો
- તેને 567678 કે 56161 નંબર પર મોકલો
- તમને રિપ્લાયમાં પાન આધાર લિંકના સ્ટેટ્સની વિગત મળશે
એક વાતનું ધ્યાન રાખો કે, ઓનલાઇન પાન આધાર લિંક કરતી વખતે OTP તે જ મોબાઇલ નંબર પર આવશે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે. આથી અત્યાર સુધી PAN અને Aadhaar લિંક નથી કર્યું તો, તરત જ કરી લો. નહીંત્તર નવા વર્ષની શરૂઆતમાં જ તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.





