Paytm Payments Bank RBI Ban : પેટીએમ યુઝર્સ હાલ મૂંઝવણ અનુભવી રહ્યા છે. કારણ કે, રિઝર્વ બેંકના કડક અંકુશ બાદ પેટીએમ પેમેન્ટ બેંક અમુક સર્વિસ બંધ કરી રહી છે. જો કે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ Paytm ની પેરન્ટ કંપની One97 Communications ને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવા માટે 4 બેંકો સાથે ભાગીદારીમાં 5 હેન્ડલ મળ્યા છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પર આ માહિતી આપવામાં આવી છે. કંપનીનું હાલનું હેન્ડલ @Paytm એ પાંચ હેન્ડલમાંથી એક છે જેનો ઉપયોગ વપરાશકર્તાઓ તેમના તરફથી કોઈપણ ફેરફાર કર્યા વિના ચાલુ રાખી શકે છે. હાલ 16 માર્ચથી આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર લાદવામાં આવેલા નિયંત્રણો લાગુ થઇ જશે. આવી સ્થિતિમાં યુઝર્સ માટે જાણવું જરૂરી છે, 16 માર્ચ 2024 ના રોજ પેટીએમની કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને કઈ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં.
તમને જણાવી દઈએ કે NPCIએ યસ બેંક સાથેની ભાગીદારીમાં પેટીએમ માટે @Paytm અને એક ક્લોઝ યુઝર્સ ગ્રૂપ યુપીઆઈ હેન્ડલ @પીટાઇપ્સ ને મંજૂરી આપી છે. NPCI એ પણ HDFC બેંક સાથે @PTHDFC સાથે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને @PTSBI સાથે ભાગીદાર તરીકે મંજૂરી આપી છે. જો કે, આ બંને હેન્ડલ અત્યારે એક્ટિવ નથી.
પેટીએમ થી બિલ ભરી શકાશે કે નહીં?
પેટીએમન ને 14 માર્ચ, 2024ના રોજ NPCI તરફથી TPAP સ્ટેટસ એટલે કે થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર સ્ટેટસ મળ્યા પછી, તેની UPI પેમેન્ટ સર્વિસ 15 માર્ચ પછી પણ ચાલુ રહેશે. આ સેવાઓ પહેલાની જેમ કામ કરતી રહેશે. આવી સ્થિતિમાં, Paytm નો ઉપયોગ કરીને, તમે પહેલાની જેમ તમારું બિલ ચૂકવી શકશો અને મોબાીલનું રિચાર્જ પણ કરાવી શકશો.

@paytm હેન્ડલ
Paytmના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુઝર્સ તેમના તરફથી કોઈપણ ફેરફાર કર્યા વિના કોઈપણ વિક્ષેપ અથવા મુશ્કેલી વિના @Paytm હેન્ડલનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. 14 માર્ચે, NPCI એ કંપનીના યુઝર્સ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવા માટે SBI, Axis Bank, Yes Bank અને HDFC બેંક સાથે મળીને Paytm માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન (TPAP) પ્રદાતા પરમિટને મંજૂરી આપી હતી.
Paytm QR અને સાઉન્ડબોક્સ ચાલુ રહેશે?
Paytm પેમેન્ટ્સ બેંક પર નિયંત્રણો લાદવામાં આવ્યા પછી પણ Paytm ની QR અને Soundbox સંબંધિત સેવાઓ ચાલુ રહેશે. ફરક માત્ર એટલો હશે કે Paytm અને તેના ગ્રાહકો આ માટે Paytm પેમેન્ટ બેંકના વોલેટનો ઉપયોગ કરી શકશે નહીં. તેઓએ તેમના પેટીએમ પેમેન્ટ બેંકનું એકાઉન્ટ બેલેન્સ અન્ય કોઈ બેંકમાં ટ્રાન્સફર કરવું પડશે.
Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટ
આરબીઆઈના પ્રતિબંધો લાગુ થયા પછી, Paytm પેમેન્ટ્સ બેંકના વોલેટમાંથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરી શકાશે નહીં. જો કે, તમે Paytm એપ દ્વારા UPI પેમેન્ટ કરી શકશો. NPCIએ પેટીએમને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર તરીકે સેવા પ્રદાન કરવા માટે અધિકૃત કર્યું છે.
પેટીએમ ફાસ્ટેગ ચાલુ રહેશે?
પેટીએમ ફાસ્ટેગ અંગે પણ વાહનો મૂંઝવણ અનુભવી રહ્યા છે. 15 માર્ચ, 2024 પછી, ગ્રાહકો Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ ફાસ્ટેગ અને NCMC કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. તેને રિચાર્જ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાકીની રકમ 15 માર્ચ સુધી વાપરવાની પરવાનગી છે. પરંતુ આવતીકાલથી એટલે કે 16મી માર્ચ 2024થી Paytm ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે નહીં.

પેટીએમ પેમેન્ટ બેંક પર RBIના કડક પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે Paytm પેમેન્ટ બેંક અને Paytm બે અલગ અલગ સંસ્થાઓ છે. Paytm એ One97 કોમ્યુનિકેશન લિમિટેડનું બ્રાંડ નેમ છે જે UPI પેમેન્ટ્સ સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. જ્યારે Paytm પેમેન્ટ્સ બેંક એ કંપનીના પ્રમોટરો દ્વારા રોકાણ કરાયેલ પેમેન્ટ બેંકિંગ કંપની છે.
આ પણ વાંચો | બેંક એકાઉન્ટ ફ્રીઝ થવું એટલે શું? તમારી અને મારી સામે પણ કાર્યવાહી થવા સંભવ
પેટીએમના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અગાઉ પેટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ) મારફતે કરવામાં આવતા હતા, જેના પર આરબીઆઈ દ્વારા 15 માર્ચ પછી કોઈપણ ગ્રાહક ખાતામાં ડિપોઝિટ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. One97 Communications Limited PPBLમાં 49 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિજય શેખર શર્મા મુશ્કેલીમાં મુકાયેલી પેમેન્ટ બેન્કમાં 51 ટકા હિસ્સો ધરાવે છે.





