Paytm Payments Bank RBI Action : પેટીએમ ને આરબીઆઈ એ મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંકમાં ડિપોઝીટ અને ટ્રાન્ઝેક્શનની ડેડલાઇન 15 દિવસ લંબાવી છે. તમને જણાવી દઈએ કે અગાઉ રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી સુધીની ડેડલાઇન આપી હતી. આરબીઆઈ એ પેટીએમ પેમેન્ટ્સ બેંકને પાર્ટનર બેંકોની પાસે જમા થાપણોને અવરોધ રહિત ઉપાડવાની સુવિધા આપવા નિર્દેશ કર્યો છે.
પેટીએમ પેમેન્ટ બેંકને 15 માર્ચ સુધી રાહત આપતી RBI
મધ્યસ્થ બેંકે એક નવા પરિપત્રમાં જાણકારી આપી છે કે, પેટીએમ પેમેન્ટ બેંકમાં ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટેની ડેડલાઇન 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

રિઝર્વ બેંક એ લેટેસ્ટ પરિપત્રમાં જણા્વ્યુ છે કે, “પીપીબીએલ કસ્ટમર (મર્ચન્ટ સહિત) ના હિતોને ધ્યાનમાં રાખીને જેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે થોડો વધુ સમય લાગી શકે છે અને મોટા લોકોના હિતને ધ્યાનમાં રાખતા ભારતીય રિઝર્વ બેંકે દ્વારા 31 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરાયેલા અગાઉના નિર્દેશોમાં વધારે સંશોધન હેઠળ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ – 1949ની કલમ 35A હેઠળ નીચેની સૂચનાઓ જારી કરવામાં આવી છે.”
સરળ શબ્દોમાં કહીએ તો, આરબીઆઇ એ Paytm પેમેન્ટ બેંકના ગ્રાહક ખાતામાં જમા, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને ટોપ-અપ્સ રોકવા માટે છેલ્લી તારીખ તરીકે 15 દિવસ લંબાવીને 15 માર્ચ કરી છે. નોંધનિય છે કે, અગાઉ આ સમયમર્યાદા 29 ફેબ્રુઆરી હતી.
મધ્યસ્થ બેંકે સ્પષ્ટતા કરી છે કે, “15 માર્ચ, 2024 (29 ફેબ્રુઆરી, 2024ની સમયમર્યાદા લંબાવી) પછી કોઈપણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ્સ, FASTags, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ્સ વગેરેમાં વધુ કોઈ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ-અપને મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, પાર્ટનર બેંકો તરફથી કોઈ પણ પ્રકારના વ્યાજ, કેશબેક, સ્વીપ-ઇન અથવા રિફંડ આપી શકાય છે.”
આ પણ વાંચો | પેટીએમથી ફાસ્ટેગ પેમેન્ટ પર પ્રતિબંધ, 29 ફેબ્રુઆરી બાદ બેલેન્સ થઇ જશે બેકાર, જાણો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની રીત
આરબીઆઈએ જણાવ્યું હતું કે બચત બેંક ખાતા, ચાલુ ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફાસ્ટેગ, નેશનલ મોબિલિટી કાર્ડ વગેરે સહિતના ગ્રાહકોને કોઈપણ પ્રતિબંધ વિના તેમના ખાતામાંથી તેમની ઉપલબ્ધ બેલેન્સ ઉપાડવાની અથવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.