શું તમે ક્યારેય ગુલાબી હીરા જોયા છે? હોંગકોંગમાં ખાતે હરાજીમાં વેચાયેલા એક દુર્લભ ગુલાબી હીરાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તાજેતરમાં હોંગકોંગમાં દુર્લભ હીરાની હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં દુર્લભ પિંક ડાયમંડ લગભગ 6 કરોડ ડોલર ડોલરમાં વેચાયો છે, જે અપેક્ષા કરતા બમણી કિંમત છે.
જ્યારે આ દુર્લભ પિંક ડાયમંડને વેચાણ માટે મુકવામાં આવ્યો હતો ત્યારે તે 2.2 કરોડ ડોલર સુધીમાં વેચાશે તેવી અપેક્ષા હતી. જો કે તેણે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં અને હરાજીમાં આ દુર્લભ હીરો અધધધ… 6 કરોડ ડોલરમાં વેચાયો છે, જો ભારતીય રૂપિયામાં તેની ગણતરી કરીયે તો તેની કિંમત 413 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. તમને એ જાણવાની ઇચ્છા થશે કે આ પિંક ડાયમંડની એવી કઇ ખાસિયત છે જેના કારણે કરોડો ડોલરમાં તે વેચાયો? તો ચાલો જાણીયે આ ગુલાબી હીરાના ઇતિહાસ અને તેની ખાસિયતો વિશે…
પિંક ડાયમંડનો ઇતિહાસ
થોડાક મહિના પહેલા જ અંગોલામાં એક ખાણમાં ખોદકામ દરમિયાન આ દુર્લભ ગુલાબી હીરા મળી આવ્યો હતો. છેલ્લા 300 વર્ષના ઈતિહાસમાં કદાચ આ સૌથી મોટો ગુલાબી હીરો છે. તેને ‘ધી લુલો રોઝ’ નામ આપવામાં આવ્યું હતું. હકીકતમાં આ પિંક ડાયમંડ લુલો ખાણમાં મળી આવ્યો હોવાને કારણે તેને આ નામ આપવામાં આવ્યું હતું.
સોથબી હોંગકોંગ દ્વારા તેની હરાજી કરવામાં આવી છે. આ ડાયમંડ 11.15 કેરેટના વિલિયમસન પિંક સ્ટાર ડાયમંડ અત્યાર સુધીનો સૌથી શુદ્ધ અને સૌથી ગુલાબી હીરો છે. વિલિયમસન પિંક સ્ટારનું નામ બે પ્રખ્યાત ગુલાબી હીરા પરથી પડ્યું છે. પહેલો 23.60-કેરેટનો વિલિયમસન હીરો છે જે 1947માં સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ- દ્રિતિય લગ્નની ભેટ તરીકે આપવામાં આવ્યો હતો, જ્યારે બીજો 59.60-કેરેટનો પિંક સ્ટાર ડાયમંડ છે, જે 2017માં હરાજીમાં રેકોર્ડ 7.12 કરોડ ડોલરમાં વેચાયો હતો. .
સફેદ હીરો 1.69 અબજ રૂપિયામાં વેચાયો હતો
વર્ષ 2022ના મે મહિનામાં સફેદ હીરા 1.69 અબજ રૂપિયામાં વેચાયો હતો. આ ડાયમંડ 228.31 કેરેટનો છે. વર્ષ 2000ના દાયકામાં ખાણમાંથી નીકળ્યા બાદ તેને એક ઝવેરીએ તેને એક નેક્લેસમાં જડી દીધો હતો, પણ તેના આઠ વર્ષ બાદ ફરી તેની હરાજી કરવામાં આવી હતી.
ખૂબ જ દુર્લભ છે આ પિંક ડાયમંડ
જો આ રંગીન હીરા વિશે વાત કરીએ તો, કુદરતી પિંક ડાયમંડ સૌથી દુર્લભ અને સૌથી મૂલ્યવાન છે અને તેના કારણે જ અત્યાર સુધીની સૌથી ઉંચી કિંમતે તેની હરાજી થઇ છે. આ હરાજીમાં જે પિંક ડાયમંડ વેચવામાં આવ્યો છે તે એકદમ સ્વચ્છ ગુલાબી હીરો છે. આવા કુદરતી હીરા બહું જલ્દીથી મળતા નથી.