PM Kisan Yojana : વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો 18 જૂનના રોજ જાહેર કર્યો છે. લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર આ રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે. પીએમ મોદી વારાણસીમાં ખેડૂત સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. અહીંથી તેમણે ડીબીટી દ્વારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
જો તમે પણ પીએમ કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો 17માં હપ્તાના પૈસા તમારા ખાતામાં પણ આવવા જોઈએ. તમે ઓનલાઇન જાણી શકો છો કે તમને 17મા હપ્તાના પૈસા મળશે કે નહીં. ઘણી વખત કેટલીક સમસ્યાઓને કારણે પીએમ કિસાનના હપ્તાના પૈસા ખાતામાં આવતા નથી. રજિસ્ટ્રેશન કરાવતી વખતે કોઇ પણ માહિતી ભરવામાં ભૂલના કારણે હપ્તો પણ અટવાઇ જાય છે, સરનામું કે બેન્ક એકાઉન્ટ ખોટી રીતે દાખલ થઇ જાય છે, NPCIમાં આધાર સીડિંગના હોવાના કારણે હપ્તો અટકી જાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા હેઠળ પહેલો હપ્તો દર વર્ષે એપ્રિલથી જુલાઈ, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. હવે અમે તમને જણાવીશું કે કેવી રીતે ચેક કરશો કે તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા છે કે નહીં.
આ પણ વાંચો – PM આવાસ યોજના 2024 : ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? કયા ડોક્યુમેન્ટ જોઈશે? સ્ટેપ બાય સ્ટેપ માહિતી
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો હપ્તો કેવી રીતે ચેક કરશો
- ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની સ્થિતિ તપાસવા માટે ખેડૂતે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે.
- આ પછી પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલશે.
- અહીં તમે હોમપેજ પર ‘Know Your Status’ ના વિકલ્પ પર ટેપ કરો છો.
- હવે તમારી સામે એક પેજ ખુલશે. અહીં તમે તમારો રજિસ્ટ્રેશન નંબર, મોબાઇલ નંબર અને કેપ્ચા અને ઓટીપી ભરો છો.
- આ પછી તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીની સ્થિતિ જોઈ શકો છો.
પીએમ કિસાન યોજનાની યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરશો
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમે લિસ્ટમાં તમારું નામ ઓનલાઈન ચેક કરી શકો છો. તમારે ફક્ત કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ મુલાકાત લો.
- આ પછી farmer corner ના બટન પર ક્લિક કરો.
- આ પછી એક નવું પેજ ખુલશે.
- અહીં beneficiary listનો વિકલ્પ પસંદ કરો.
- હવે પછીના સ્ટેપમાં તમારી સામે એક ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્ય, પછી જિલ્લા, બ્લોક અને ગામનું નામ પસંદ કરો.
- બધી માહિતી ભર્યા પછી get report ના વિકલ્પ પર ક્લિક કરો.
- આ સ્ટેપને ફોલો કર્યા બાદ તમારા ગામની પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી આવી જશે.
- જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમારા ખાતામાં પૈસા આવી જશે.
શું છે પીએમ કિસાન યોજના?
પીએમ કિસાન યોજના મોદી સરકાર દ્વારા ખાસ કરીને ગરીબ ખેડૂતોના કલ્યાણ માટે શરૂ કરાયેલી સરકારી યોજના છે. હપ્તાના પૈસા મેળવવા માટે લાભાર્થી ખેડૂતોનું આધાર કાર્ડ તેમના બેંક ખાતા લિંક હોવું જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે ને ઇકેવાયસી અને એક્ટિવ બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવું જરૂરી છે. જમીન ચકાસણી પણ આ સરકારી યોજનાની આવશ્યક પ્રક્રિયા છે.





