PM Surya Ghar : દર મહિને 300 યુનિટ મફત વિજળી મેળવો; પીએમ સૂર્ય ઘર યોજના માટે કેવી રીતે અરજી કરવી, કેટલી સબસિડી મળશે, જાણો તમામ વિગત

PM Surya Ghar 300 Units Muft Bijli Yojana : પીએમ સૂર્ય ઘર 300 યુનિટ મફત વિજળી યોજના વિશે નાણાં મંત્રી નિર્મલા સીતારામને બજેટ 2024માં ઘોષણા કરી હતી. પીએમ સૂર્ય ઘર યોજના માટે કેવી રીતે અરજી કરવી, કેટલી સબસિડી મળશે? જાણો તમામ વિગત

Written by Ajay Saroya
February 14, 2024 17:32 IST
PM Surya Ghar : દર મહિને 300 યુનિટ મફત વિજળી મેળવો; પીએમ સૂર્ય ઘર યોજના માટે કેવી રીતે અરજી કરવી, કેટલી સબસિડી મળશે, જાણો તમામ વિગત
PM Surya Ghar yojna : પીએમ સૂર્ય ઘર યોજનામાં 300 યુનિટ મફત વિજળી મળે છે. (Photo - PMO/Canva)

PM Surya Ghar Muft Bijli Yojana 300 Units Free Electricity Online Apply Subsidy Details : બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારમને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવા માટે રૂફટોપ સોલાર પાવર યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હવે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના નામે પણ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે 13 ફેબ્રુઆરી 2024ના રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ યોજનાની શરૂઆતની માહિતી આપી હતી.

પીએમ મોદીની આ યોજનાને સફળ બનાવવા અપીલ

આ યોજનાને સફળ બનાવવા માટે લોકોને અપીલ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ, દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.” તેણે બીજી પોસ્ટમાં આગળ લખ્યું, “ચાલો સૌર ઉર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીએ. હું તમામ રહેણાંક ગ્રાહકોને, ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે તેઓ પ્રધાનમંત્રી – સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે અરજી કરીને તેને સફળ બનાવે.”

PM Surya Ghar : પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે કેવી રીતે અરજી કરવી

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે કેવી રીતે અરજી કરી શકો છો. આ પેનલ શરૂ થયા બાદ તમને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળવાનું શરૂ થશે. આ સુવિધા મેળવવા માટે, તમારે સૌ પ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in/ પર ઓનલાઇન અરજી કરવી પડશે. સ્ટેપ બાય સ્ટેપ અરજી કરવાની પ્રક્રિયા પણ અહીં જણાવી છે.

પ્રથમ પગલું

https://pmsuryaghar.gov.in/ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવોસૌ પ્રથમ “Apply for Rooftop Solar” પર ક્લિક કરો.કન્ઝ્યુમર રજિસ્ટ્રેશનનું પેજ ખુલશે, ત્યાં લૉગિન માટે રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરોતમારી વીજળી વિતરણ કંપની / ઉપયોગિતા (Electricity Distribution Company / Utility) સિલેક્ટ કરો.તમારો વીજળી ગ્રાહક નંબર (Consumer Account Number) દાખલ કરો.તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.પોર્ટલ પર આપવામાં આવેલી અન્ય સૂચનાઓને અનુસરો.

બીજું પગલું

કન્ઝ્યુમર નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરો.ફોર્મ મુજબ રૂફટોપ સોલાર માટે અરજી કરો.

ત્રીજું પગલું

ડિસ્કોમ તરફથી સંભવિતતાની મંજૂરીની (feasibility approval) રાહ જુઓ.સંભવિતતાની મંજૂરી મેળવ્યા પછી, તમારા ડિસ્કોમ સાથે રજિસ્ટર્ડ વિક્રેતાનો સંપર્ક કરો અને સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરો.

ચોથું પગલું

એકવાર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય, તેની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.

પાંચમું પગલું

નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી અને ડિસ્કોમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી, તમને પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ મળશે.

છઠ્ઠું પગલું

એકવાર કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત થઈ જાય, પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને એક કેન્સલ ચેક જમા કરો. આ પછી, તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં સબસિડી મળી જશે.

પીએમ સૂર્ય ઘર યોજનામાં કેટલી સબસિડી મળશે? (PM Surya Ghar Yojna subsidy)

સત્તાવાર પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, રહેણાંક ઘરોને 2 કિલોવોટ (kW) સુધીની ક્ષમતાવાળા સૌર પ્લાન્ટ માટે 30 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટના દરે અને 3 kW સુધીની વધારાની ક્ષમતા માટે 18 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટના દરે સબસિડી આપવામાં આવે છે. 3 kW થી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સબસિડીની મહત્તમ રકમ 78 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

solar business startups ideas business tips gujarati news
Business Tips :વર્ષ 2024 માં બિઝનેસ કરવા માંગો છો? આ 10 સોલાર બિઝનેસ આઈડિયાઝ વિષે અહીં જાણો

પીએમ સૂર્ય ઘર યોજનામાં કેટલી ક્ષમતાની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવી જોઈએ?

જે ઘરોનો માસિક વીજ વપરાશ 0 થી 150 યુનિટની વચ્ચે છે, તેમને 1 થી 3 kW ના સોલાર પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવાની સલાહ પણ પોર્ટલ પર આપવામાં આવી છે. તેના પર 30 થી 60 હજાર રૂપિયાની સબસિડી મળશે. તેવી જ રીતે, જો દર મહિને વીજળીનો વપરાશ 150 થી 300 યુનિટની વચ્ચે છે, તો 2 થી 3 kW ક્ષમતાનો સોલર પ્લાન્ટ તમારા માટે યોગ્ય રહેશે, જેના પર તમને 60 હજારથી 78 હજાર રૂપિયાની સબસિડી મળશે. જો એક મહિનામાં વપરાશ 300 યુનિટ કરતાં વધુ હોય તો 3 kW કરતાં વધુ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ લગાવી શકાય છે. પરંતુ મહત્તમ સબસિડીની રકમ માત્ર 78 હજાર રૂપિયા જ રહેશે.

આ પણ વાંચો | ટેક્સ સેવિંગ માટેના 5 વિકલ્પ, બહુ ઓછા લોકોને છે ખબર, તમે પણ ઉઠાવો ફાયદો

પીએમ સૂર્ય ઘર મફત વીજળીનો લાભ કેવી રીતે મેળવવો?

તમે દર મહિને જેટલી પણ વીજળી ખર્ચો છો, તેમાં તમારી સોલાર પેનલમાંથી પ્રાપ્ત થતી વીજળી (સોલાર પાવર)ની કિંમતમાં ઘટાડી દેવામાં આવશે. આવી રીતે તમારું માસિક વીજળી બિલ 300 રૂપિયા સુધી ઘટી જશે. નેટ મીટર દ્વારા, તમને તે જ બિલ મળશે જે સોલાર પેનલથી પ્રાપ્ત વીજળીને બાદ કર્યા પછી આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ