Poco M7 Plus 5G Price and Specifications in Gujarati : પોકોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પોકો એમ 7 પ્લસ કંપનીનો નવો ફોન છે અને તેમાં 7000mAhની મોટી જમ્બો બેટરી આવે છે. નવા પોકો એમ7 પ્લસમાં રિવર્સ ચાર્જિંગનો પણ વિકલ્પ છે એટલે કે તમે આ હેન્ડસેટથી કોઇ અન્ય ફોનને ચાર્જ કરી શકો છો. જાણો નવા પોકો એમ7 પ્લસ 5જીની કિંમત અને ફીચર્સ વિશે.
કંપનીનો દાવો છે કે 15000થી પણ ઓછી કિંમતમાં આટલી મોટી ક્ષમતા ધરાવતો આ પહેલો ફોન છે. પોકો એમ 7 પ્લસમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો અને 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
Poco M7 Plus 5G Price in India : ભારતમાં પોકો એમ7 પ્લસ 5G કિંમત
પોકો એમ7 સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન વેચાણ માટે 19 ઓગસ્ટ, બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ ડિવાઇસને એક્વા બ્લૂ, કાર્બન બ્લેક અને ક્રોમ સિલ્વર કલરમાં રજૂ કરવામાં આવ્યું છે.
ગ્રાહકોને એચડીએફસી, એસબીઆઇ અથવા આઇસીઆઇસીઆઇ બેંકના કાર્ડથી શોપિંગ કરવા પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. લોન્ચ ઓફર હેઠળ પસંદગીના ડિવાઇસના બદલામાં ફોન ખરીદવા માટે 1000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ પણ મળશે.
Poco M7 Plus 5G Specifications : પોકો એમ7 પ્લસ 5G સ્પેસિફિકેશન્સ
પોકો એમ7 પ્લસ 5જી સ્માર્ટફોનમાં 6.9 ઇંચની ફુલએચડી + (1,080×2,340 પિક્સલ) સ્ક્રીન આપવામાં આવી છે, જે 144 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ આપે છે. સ્ક્રીન ૨૮૮હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને ૮૫૦ એનઆઈટી પીક બ્રાઇટનેસ સાથે આવે છે. પોકો સ્માર્ટફોન સ્નેપડ્રેગન ૬ એસ જેન ૩ એસઓસી દ્વારા સંચાલિત છે.
પોકો એમ7 પ્લસ 5જી 8 જીબી સુધીની રેમ સાથે આવે છે. રેમને વર્ચ્યુઅલ રીતે 16 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 256 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ઝ્ડ HyperOS 2.0 સાથે આવે છે. ફોનમાં 4 વર્ષ માટે બે મોટા OS અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપવામાં આવ્યું છે.
પોકોના આ સ્માર્ટફોનની સૌથી મહત્વની ખાસિયત 7000mAhની બેટરી છે જે 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસ 18W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5જી, 4જી, બ્લૂટૂથ 5.1, વાઇ-ફાઇ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
પોકો એમ7 પ્લસ 5જી સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય ફોનમાં સેકેન્ડરી સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. બંને કેમેરા 30fps પર 1080 પિક્સેલ વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
પોકો એમ7 પ્લસ 5જીમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ માટે IP64 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોનનું માપ 169.48×80.45×8.40 mm અને વજન 217 ગ્રામ છે.