Post Office Recurring Deposit rate : રિકરિંગ ડિપોઝિટ (RD) એક સુરક્ષિત રોકાણનો વિકલ્પ છે, જ્યાં હવે ફિક્સ્ડ ઈન્કમ સ્કીમની જેમ વ્યાજ પ્રાપ્ત થઈ રહ્યું છે. હકીકતમાં, રિકરિંગ ડિપોઝિટ સ્કીમ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પહેલાં કરતાં વધુ આકર્ષક બની છે. સરકારે આ સ્કીમ પર વ્યાજ દર વાર્ષિક 6.2 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો છે. રિકરિંગ ડિપોઝિટ એ ફિક્સ્ડ ડિપોઝિટની જેમ નાણાકીય રોકાણનો વિકલ્પ પણ છે, તેની સાથે સાથે અહીં રોકાણ સંબંધિત સગવડતા વધારે છે. એફડીમાં તમારે એકસાથે રકમનું રોકાણ કરવું પડશે જ્યારે રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં તમે SIP જેવા વિવિધ હપ્તાઓમાં માસિક ધોરણે રોકાણ કરી શકો છો. તેમાં ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ વ્યાજ તમારા ખાતામાં ઉમેરવામાં આવે છે.
કઇ-કઇ બાબતો ધ્યાનમાં રાખવી
રિકરિંગ ડિપોઝિટમાં વ્યાજ ચક્રવૃદ્ધિની ગણતરી અનુસાર ઉમેરાય છે. આનો અર્થ એ છે કે મુદ્દત જેટલી લાંબી હશે, તેટલો વધારે ફાયદો મળશે. તેથી જ આરડી કરાવતી વખતે લાંબા ગાળાના લક્ષ્યો રાખવા જોઈએ. રિકરિંગ ડિપોઝિટ માટે ઓછામાં ઓછા 100 રૂપિયાથી ખાતું ખોલાવવી શકાય છે. તમે દર મહિને વધારે રકમ જમા કરાવી શકો છો.
રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ માટે કોણ પણ વયનો પુખ્ત વ્યક્તિ RD એકાઉન્ટ ખોલાવી શકે છે. વ્યક્તિ ગમે તેટલા અલગ-અલગ RD એકાઉન્ટ ખોલાવી શકે છે. 3 પુખ્ત વ્યક્તિઓ એકસાથે જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. તો માતા-પિતા તેમના સગીર બાળકોના નામે ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે શરૂ કરી શકાય છે.
5 વર્ષની મેચ્યોરિટી, ત્યારબાદ 5 વર્ષ સુધી લંબાવવાની સુવિધા
રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટની પાકતી મુદત 5 વર્ષની હોય છે અને ત્યારબાદ તેને વધુ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. આ માટે પાકતી મુદત પહેલા પોસ્ટ ઓફિસને જાણકારી આપવી પડશે. ખાતું ખોલ્યાના 3 વર્ષ પછી એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. પરંતુ ત્યારબાદ તમને બચત ખાતા પર મળતા વ્યાજદર મુજબ જ વ્યાજ મળશે.
દર મહિને 5000 રૂપિયા જમા કરાવવાથી શું ફાયદો થાય છે?
માસિક જમા રકમ : 5,000 રૂપિયાસમયગાળો : 10 વર્ષવ્યાજ દર: 6.5 ટકાપાકતી મુદતે રકમ: 8,44,940 રૂપિયાકુલ રોકાણ: 6,00,000 રૂપિયાલાભ: 2,44,940 રૂપિયા
વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે
રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજની ગણતરી કરવા માટે વિવિધ પદ્ધતિઓ છે.
જો તમે માસિક રોકાણ કરો છો તો…
M = R [(1+i)n – 1] ભાગ્યા 1-(1+i)(-1/3)
M: પાકતી વખતે રિકરિંગ ડિપોઝિટની વેલ્યૂR : RDના માસિક હપ્તાઓની સંખ્યાn: મુદ્દત (ત્રિમાસિકની સંખ્યા)I: વ્યાજદર/400
આ પણ વાંચો- પર્સનલ લોન લેતી વખતે આ 4 ટીપ્સ અપનાવો, નીચા વ્યાજદર અને EMIનો ફાયદો ઉઠાવો
જો તમે એક સામટી રકમ જમા કરાવો છો તો….
A = P(1 + r/n)^nt
A: ફાઇનલ રકમP: રોકાણ કરેલી કુલ રકમr: વ્યાજદરn: એક વર્ષમાં કેટલી વખત વ્યાજ જોડાય છેt: RD ની કુલ મુદત
(આ ઉપરાંત, ઘણી બેંકો અથવા સંસ્થાઓ આરડી કેલ્ક્યુલેટરની સુવિધા પણ પ્રદાન કરે છે. આનો ઉપયોગ કરીને, તમે તમારા રોકાણની અંદાજિત કિંમત જાણી શકો છો.)
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





