Post Office Scheme: પોસ્ટ ઓફિસની કઇ બચત યોજના પર સૌથી વધુ વ્યાજ મળે છે? અહીં ચેક કરો

Post Office Saving Scheme Interest Rate : પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ લોકપ્રિય છે. પોસ્ટ ઓફિસ દ્વારા જુલાઇ થી સપ્ટે્બર 2025ની નાની બચત યોજનાઓના વ્યાજદરની માહિતી જારી કરવામાં આવી છે.

Written by Ajay Saroya
July 17, 2025 16:59 IST
Post Office Scheme: પોસ્ટ ઓફિસની કઇ બચત યોજના પર સૌથી વધુ વ્યાજ મળે છે? અહીં ચેક કરો
Post Office Saving Scheme Interest Rate : પોસ્ટ ઓફિસ બચત યોજનાના વ્યાજદર (Photo: Social Media)

Post Office Saving Scheme Interest Rate : પોસ્ટ ઓફિસ ભારત સરકાર દ્વારા સંચાલિત સંસ્થા છે. ટપાસ વિભાગ સંદશાવ્યવહારની કામગીરી સાથે સાથે બચત યોજના પણ ચલાવે છે. પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજના પર નિશ્ચિત સુરક્ષિત મળે છે. જો તમે પણ વધારે વ્યાજ આપતી પોસ્ટ ઓફિસની બચત યોજનામાં રોકાણ કરવાનું વિચારો છો, તો આ આર્ટીકલ તમને મદદરૂપ થશે. અહીં પોસ્ટ ઓફિસની સૌથી વધુ રિટર્ન આપતી બચત યોજનાઓ વિશે જાણકારી આપી છે. એક વાતનું ધ્યાન રાખો. સરકાર દ્વારા દર 3 મહિને બચત યોજનાઓના વ્યાજદર સંશોધિત કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ બચત ખાતું

વ્યાજ દર: 4%લોક-ઇન પીરિયડ વગરનું બચત ખાતુંનાની રકમની બચત કરનાર લોકો માટે સુરક્ષિત અને સુવિધાજનક બચત યોજના છે.

1 વર્ષની ટાઇમ ડિપોઝિટ

વ્યાજદર : 6.9%ટુંકા ગાળાની બચત યોજના માટે ઉત્તમ વિકલ્પપોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં નિર્ધારિત સમયપર નિશ્ચિત વળતરની ખાતરી મળે છે

2 વર્ષની ટાઇમ ડિપોઝિટ

વ્યાજદર : 7%ટુંકા ગાળાની બચત યોજના માટે ઉત્તમ વિકલ્પપોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં નિર્ધારિત સમયપર નિશ્ચિત વળતરની ખાતરી મળે છે

3 વર્ષની ટાઇમ ડિપોઝિટ

વ્યાજદર : 7.1%મધ્યમ સમયગાળાની બચત યોજના માટે ઉત્તમ વિકલ્પપોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં નિર્ધારિત સમયપર નિશ્ચિત વળતરની ખાતરી મળે છે

5 વર્ષની ટાઇમ ડિપોઝિટ

વ્યાજદર : 7.5%લાંબા ગાળાની બચત યોજના માટે ઉત્તમ વિકલ્પપોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં નિર્ધારિત સમયપર નિશ્ચિત વળતરની ખાતરી મળે છે. ઉપરાંત કલમ 80C હેઠળ હેઠળ કર મુક્તિનો લાભ પણ મળે છે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)

વ્યાજ દર: 8.2%60 વર્ષથી મોટી ઉંમરના વયોવૃદ્ધિ લોકો માટે પોસ્ટ ઓફિસની ઉત્તમ બચત યોજના છે. જેમા બચત યોજનામાં રોકાણ પર ઉંચું વળતર અને કર મુક્તિનો લાભ મળે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને NSC

PPF વ્યાજ દર : 7.1% (15 વર્ષ)NSC વ્યાજ દર : 7.7% (5 વર્ષ)પોસ્ટ ઓફિસની ઉપરોક્ત બંને બચત યોજના પર કર મુક્તિ અને નિશ્ચિત વળતર મળે છે.

કિસાન વિકાસ પત્ર (KVP)

વ્યાજ દર : 7.5% (115 મહિનામાં ડબલ)કિસાન વિકાસ પત્રમાં રોકાણ પર 30 મહિનાનું લોક ઇન પીરિયડ હોય છે.આ બચત યોજનામાં રોકાણમાં કર કપાતનો લાભ નથી મળતો અને મળતા વ્યાજ રૂપી વળતર કરપાત્ર હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

વ્યાજ દર : 8.2%નાના બાળકીઓ માટે ખાસ બચત યોજના છેસુકન્યા સમૃદ્ધિ યોજનામાં 21 વર્ષ સુધી રોકાણ કરવા પર બાળકીને મોટી રકમ મળે છે. ઉપરાંત આ બચત યોજનામાં કર કપાતનો લાભ મળે છે અને પ્રાપ્ત વળતર પર કોઇ ટેક્સ ચૂકવવો પડતો નથી.

મંથલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમ (MIS)

વ્યાજ દર : 7.4%નિયમિત માસિક આવક મેળવવા માટે ઉત્તમ બચત યોજનાનોકરી માંથી નિવૃત્ત થયા બાદ સ્થિર આવક મેળવવા માટે પોસ્ટ ઓફિસની આ બચત યોજના સારો વિકલ્પ છે.

5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD)

વ્યાજ દર : 6.7%દર મહિને નાની નાની રકમ બચત યોજનામાં 5 વર્ષ સુધી જમા કરવાની હોય છેપોસ્ટ ઓફિસની રિકરિંગ યોજના પર કર કપાતનો લાભ મળતો નથી અને વ્યાજ આવક કરપાત્ર હોય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ