Post Office small Savings Scheme: પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સઃ એક જ કંપનીમાં કામ કરતા રાહુલ અને સંતોષે માર્કેટમાં પ્રત્યેક 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી હતી. રાહુલે ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહથી પોતાનો પોર્ટફોલિયો બનાવ્યો અને મૂડીબજારની સાથે નાની બચત યોજનાઓમાં નાણાંનું રોકાણ કર્યું. પરંતુ સંતોષે વધુ વળતરના લોભમાં બધા જ નાણાંનું ઈક્વિટીમાં રોકાણ કર્યું. સંતોષે ઇક્વિટી પસંદ કરતી વખતે સાવચેતી રાખી નથી અને છેલ્લા 1 વર્ષમાં તેનો પોર્ટફોલિયો ફ્લેટ રહ્યો છે. પરંતુ રાહુલના પૈસા નિર્ધારિત વ્યાજ પ્રમાણે વધી રહ્યા છે.
હકીકતમાં, આજના યુગમાં, દરેક વ્યક્તિ તેમના રોકાણ પર મહત્તમ વળતરની શોધમાં હોય છે. આ કારણોસર, ઘણા લોકો નાની બચત યોજનાને અવગણે છે અને તેના બદલે મૂડીબજાર તરફ વળે છે. પરંતુ આ ધારણા ખોટી છે. દરેક વ્યક્તિ માટે પોર્ટફોલિયોને સંતુલિત કરવું જરૂરી છે. તેથી મૂડીના એક હિસ્સાનું એવી યોજનાઓમાં રોકાણ કરો જ્યાં તમને 100% સુરક્ષા સાથે રિટર્ન મળવાની ખાતરી હોય. જો મૂડીબજારમાં નુકસાન થાય તો આવી યોજનાઓ કટોકટીના સમયે મદદરૂપ બનશે.
પોસ્ટ ઓફિસ: 100% સુરક્ષા, વળતરની ગેરંટી
પોસ્ટ ઓફિસ ઘણી બધી શ્રેષ્ઠ અને લોકપ્રિય નાની બચત યોજનાઓની ઓફર કરે છે. તેમાં નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ સ્કીમ (TD), નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ સ્કીમ (MIS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), કિસાન વિકાસ પત્ર (KVP), સુકન્યા સમાધિ યોજના (SSY), સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ (RD) જેવી બચત યોજનાઓનો સમાવેશ થાય છે.
પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ વધુ સારી છે કારણ કે તમારા જમા નાણાં અહીં સુરક્ષિત રહે છે. અહીં જમા થયેલા ભંડોળનો ઉપયોગ સરકાર તેના કામો માટે કરે છે. એટલા માટે સરકાર તેમના પર ગેરંટી આપે છે. એટલે કે રોકાણ પર 100% સુરક્ષા. આમાં કેટલીક યોજનાઓ પર કર મુક્તિનો લાભ પણ મળે છે. તેમાં ચોક્કસ વ્યાજ અનુસાર વળતર મળે થાય છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
- વ્યાજ દર: 7.1% વાર્ષિક
- મહત્તમ રોકાણ: રૂ. 1.5 લાખ
- લઘુત્તમ રોકાણ: રૂ. 500
- પરિપક્વતા: 15 વર્ષ, 5 વર્ષ સુધી લંબાવવાના વિકલ્પ સાથે
- ટેક્સ બેનેફિટ: EEE કેટેગરી
સિનિયર સિટીઝન બચત યોજના (SCSS)
- વ્યાજ દર: 8.2% વાર્ષિક
- પરિપક્વતા: 5 વર્ષ
- મહત્તમ રોકાણ: 15 લાખ
- લઘુત્તમ રોકાણ: રૂ 1000
- કર લાભ: 1.50 લાખ રૂપિયાના વાર્ષિક રોકાણ પર કલમ 80C હેઠળ મુક્તિ. જો કે, જો નાણાકીય વર્ષમાં મળતું વ્યાજ રૂ. 50,000 કરતાં વધી જાય તો TDS કાપવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
- વ્યાજ દર: 8.0% વાર્ષિક
- પરિપક્વતા: 21 વર્ષ
- મહત્તમ રોકાણ : 1.50 લાખ વાર્ષિક
- લઘુત્તમ રોકાણ: રૂ 250
- ટેક્સ બેનેફિટ: EEE કેટેગરી. એટલે કે વાર્ષિક 1.50 લાખના રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિ, મેળવેલા વ્યાજ પર કર મુક્તિ અને પાકતી મુદત પર મળેલી રકમ પણ કરમુક્ત છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)
- વ્યાજ દર: 7.7 ટકા વાર્ષિક
- પરિપક્વતા: 5 વર્ષ
- મહત્તમ થાપણ: કોઈ મર્યાદા નથી
- ન્યૂનતમ થાપણ: રૂ. 1000
- કર લાભ: 1.50 રૂપિયા સુધીનું રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે.
ટાઇમ ડિપોઝિટ (TD)
- 1 વર્ષની સ્કીમ પર વ્યાજ: 6.9% વાર્ષિક
- 2 વર્ષની સ્કીમ પર વ્યાજ: 7.0% વાર્ષિક
- 3 વર્ષની સ્કીમ પર વ્યાજ: 7.0% વાર્ષિક
- 5 વર્ષની સ્કીમ પર વ્યાજ: 7.7% વાર્ષિક
મહત્તમ રોકાણ: કોઈ મર્યાદા નથી
- લઘુત્તમ રોકાણ: રૂ. 1000
- કર લાભ: રૂ. 1.50 સુધીના રોકાણ પર કલમ- 80C હેઠળ કર મુક્તિ મળે છે. પરંતુ જો વ્યાજની આવક 40 હજાર કે તેથી વધુ હોય તો ટીડીએસ કપાશે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50 હજાર રૂપિયા છે.
રિકરિંગ ડિપોઝિટ (RD)
- વ્યાજ દર: 6.5% વાર્ષિક
- મહત્તમ રોકાણ: કોઈ મર્યાદા નથી
- લઘુત્તમ રોકાણ: રૂ. 100 માસિક
- પરિપક્વતા: 5 વર્ષ, ત્યારબાદ વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.
- કર લાભો: નથી
- રિકરિંગ ડિપોઝિટમાંથી પ્રાપ્ત થનાર વ્યાજની આવક રૂ. 40,000 કરતાં વધુ હોય તો 10% TDS, વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા રૂ. 50,000 છે.
કિસાન વિકાસ પત્ર (KVP)
- વ્યાજ દર: 7.5% વાર્ષિક
- પરિપક્વતા: 115 મહિના
- મહત્તમ રોકાણ: કોઈ મર્યાદા નથી
- લઘુત્તમ રોકાણ: રૂ 1000
- કર લાભ: નથી
આ પણ વાંચો- ભારતના સૌથી જૂના 5 મ્યુચ્યુઅલ ફંડ્સ જેણે 30 વર્ષમાં આપ્યું અઢળક વળતર, રોકાણકારો માલામાલ
મંથલી ઇન્કમ સ્કીમ (MIS)
- વ્યાજ દર: 7.4% વાર્ષિક
- પરિપક્વતા: 5 વર્ષ, ત્યારબાદ 5 વર્ષની માટે તે સમયના વ્યાજે નવું ખાતું ખોલાવી શકાય છે
- મહત્તમ ડિપોઝિટ: 4.50 સિંગલ એકાઉન્ટ, 9 લાખ જોઇન્ટ એકાઉન્ટ
- કર લાભ: નથી





