પુત્ર કે પુત્રીના નામે શરૂ કરો આ સરકારી બચત યોજના, 25 વર્ષે ₹1 કરોડ મળવાની ગેરંટી

ppf scheme guaranteed plan : સરકારી બચત યોજના ‘પબ્લિક પ્રોવિડન્ટ ફંડ’ (PPF) એ એક લોકપ્રિય નાની બચત યોજના (saving schemes) છે. તમે નજીકની કોઇ પણ પોસ્ટ ઓફિસમાં જઇ સરળતા પૂર્વક આ બચત યોજનામાં રોકાણની શરૂઆત કરી શકો છો.

Written by Ajay Saroya
Updated : February 06, 2024 12:24 IST
પુત્ર કે પુત્રીના નામે શરૂ કરો આ સરકારી બચત યોજના, 25 વર્ષે ₹1 કરોડ મળવાની ગેરંટી
એક વ્યક્તિએ નાણાંકીય આયોજન કરવું જોઇએ. (Photo - Canva)

સરકારી બચત યોજના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક લોકપ્રિય નાની બચત યોજના છે. તમે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઇને સરળતા પૂર્વક આ બચત યોજના (saving schemes)માં રોકાણની શરૂઆત કરી શકો છો. PPFમાં મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો છે, એટલે કે આ યોજના સરકાર દ્વારા લાંબા ગાળાની બચતને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી રહી છે. જો કે તે નોકરીયાત લોકો માટે ભવિષ્ય માટે એક મોટું નાણાંકીય ભંડોળ ઉભું કરવામાં મદદરૂપ બને છે, પરંતુ તમે તેને તમારા બાળકના નામે પણ શરૂ કરી શકો છો.

તમારું બાળક પુખ્ત થયા બાદ તે પીપીએફ હેઠળ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ સ્કીમ દ્વારા બાળક પુખ્ત થાય ત્યારે તેને સારા એવા પ્રમાણમાં રૂપિયા મળી શકે છે, અને આ નાણાં તેના ઉચ્ચ અભ્યાસ જેવી જરૂરિયાતો માટે સરળતાથી ફન્ડિંગ પુરી પાડી શકે છે.

Business News in Gujarati | Savings Tips
Business News Gujarati: આર્થિક સધ્ધર બનવા બચત કેવી રીતે કરશો, જાણો ટિપ્સ

PPF એકાઉન્ટમાં કલમ 80C કરકપાતનો લાભ ઉપલબ્ધ છે. આમાં, તમે વાર્ષિક 1.5 લાખ સુધીના રોકાણ પર કરમુક્તિનો લાભ લઈ શકો છો. આ યોજનામાં મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળેલી રકમ કરમુક્ત છે. બાળકના નામે ખોલવામાં આવેલા આ પીપીએફ એકાઉન્ટ સામે લોન અને આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે.

પાકતી મુદત બાદ પણ સ્કીમ લંબાવી શકાય :-

એક પીપીએફ એકાઉન્ટનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે. પરંતુ અગાઉથી જાણ કરવાની સાથે તેને વધુ 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે. તમે આ એકાઉન્ટમાં વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો કે, જો બાળક સિવાય માતા-પિતામાંથી કોઈના નામે ખાતું હોય, તો મહત્તમ રકમ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધી જ રહેશે.

PPF સ્કીમાં મળતા વળતરની ગણતરીઃ-મહત્તમ માસિક રકમ : રૂ. 12,500મહત્તમ વાર્ષિક રકમ : રૂ. 1,50,000વ્યાજ દર : વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ15 વર્ષ પછી પાકતી મુદતે મળતી રકમઃ રૂ. 40,68,209કુલ રોકાણઃ 22,50,000મળતું કુલ વ્યાજ: રૂ. 18,18,209

જો યોજના 5 વર્ષ સુધી લંબાવવામાં આવે તો

મહત્તમ માસિક રકમ: રૂ. 12,500

મહત્તમ વાર્ષિક રકમ: રૂ. 1,50,000

વ્યાજ દર: વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ

20 વર્ષ પછી પાકતી મુદતે મળતી રકમઃ રૂ. 66.58 લાખ

કુલ રોકાણ: 30 લાખ

મળતું કુલ વ્યાજ: રૂ. 36.58 લાખ

જો સ્કીમને 10 વર્ષ સુધી લંબાવવામાં આવે તો

મહત્તમ માસિક રકમ: રૂ. 12,500

મહત્તમ વાર્ષિક રકમ: રૂ. 1,50,000

વ્યાજ દર: વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ

25 વર્ષ પછી પાકતી મુદતે મળતી રકમઃ રૂ. 1.03 કરોડ

કુલ રોકાણ: 37.50 લાખ

મળતું કુલ વ્યાજ લાભ: રૂ. 65.58 લાખ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ