PPF Vs FD : પીપીએફ કે બેંક એફડી રોકાણ માટે ક્યો ઉત્તમ વિકલ્પ છે? શેનું વ્યાજ કર મુક્ત છે? જાણો

PPF Vs FD Best Investment Options : પીપીએફ અને એફડી બંને રોકાણના સુરક્ષિત વિકલ્પ છે, પરંતુ પીપીએફ લાંબાગાળા માટે ઉત્તમ છે કારણ કે તેનું વળતર કર મુક્ત હોય છે જ્યારે એફડીમાં લવચીકતા વધારે હોય છે અને વ્યાજ કરપાત્ર હોય છે.

Written by Ajay Saroya
November 05, 2025 10:45 IST
PPF Vs FD : પીપીએફ કે બેંક એફડી રોકાણ માટે ક્યો ઉત્તમ વિકલ્પ છે? શેનું વ્યાજ કર મુક્ત છે? જાણો
PPF vs FD : પીપીએફ કે એફડી બંને રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ છે. (Photo: Freepik)

PPF Vs FD Best Investment Options : રોકાણ માટે હાલ ઘણા બધા વિકલ્પો છે, જેમને ફાયદા પણ અલગ અલગ છે. જ્યારે સુરક્ષિત અને ખાતરીપૂર્વકના વળતરની વાત આવે છે તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) બંને લોકપ્રિય રોકાણના વિકલ્પ હોય છે. પરંતુ લાંબા સમયના દ્રષ્ટિકોણથી તેમા બહુ તફાવત હોય છે, જેને સમજવા બહુ જરૂરી છે.

સૌથી મોટી ખાસયિત પીપીએફની એ છે કે, તે સરકાર દ્વારા સમર્થિત હોય છે અને તેમા મળતું વ્યાજ ટેક્સ ફ્રી છે. 15 વર્ષના લોક ઈન પીરિયડ બાદ સંપૂર્ણ રકમ ઉપાડી શકાય છે અને મુદ્દત લંબાવવાનો પણ વિકલ્પ હોય છે. પીપીએફના વાર્ષિક વ્યાજદર લગભગ 7.1 ટકા હોય છે, જે મોટાભાગની બેંક એફડી કરતા વધારે હોય છે. તેમા લઘુતમ રોકાણ 500 અને મહત્તમ 1.5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી કરી શકાય છે.

તો બેંક એફડીમાં રોકાણકારોને રોકાણના સમયગાળામાં લવલીચકતા મળે છે, જે અમુક દિવસ થી લઇ ઘણા વર્ષો સુધી હોઇ શકે છે. બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં તમે દર મહિને, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક અથવા એક સાથે મોટી રકમનું રોકાણ કરી શકાય છે. તેમા પરિપક્વ થવા પર અને અધવચ્ચે થાપણ ઉપાડવાની સુવિધા મળે છે. જો કે નિર્ધારિત પીરિયડ પહેલા FD ઉપાડવા પર ઓછી રકમ મળે છે. એફડીના વ્યાજદર બેંક અને મુદ્દતના આધારે 6 થી 7 ટકા સુધી હોય છે, અને આ વ્યાજ કરપાત્ર હોય છે. જો કે 5 વર્ષની ટેક્સ ફ્રી એફડી પર કર લાભ મળે છે.

જો તમારી પ્રાથમિકતા ફ્લેક્સિબલ છે અને તમે ઓછા સમય માટે રોકાણ કરવા ઇચ્છો છો તો બેંક એફડી સારો વિકલ્પ હોઇ શકે છે. તો જે લોકો લાંબા સમયગાળા માટે પૈસા બચાવવા માંગો છો તો કર બચત સાથે ઉંચુ વળતર જોઇયે છે તો તેની માટે પીપીએફ ઉત્તમ વિકલ્પ છે.

બંને વિકલ્પ સુરક્ષિત છે અને જોખમ ઓછું હોય છે, પરંતુ તમારા નાણાકીય લક્ષ્યાંક, રોકાણ સમયગાળો અને કર બચતની જરૂરિયાતના આધારે પસંદગી કરવી જોઇએ. કેટલાક રોકાણકાર બંનેમાં રોકાણ કરી પોતાનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો સંતુલિત બનાવી શકે છે.

આ પણ વાંચો | 8માં વેતન પંચમાં પગાર વધારો કેવી રીતે નક્કી થશે? ફિટમેન્ટ ફેક્ટર શું? જાણો A to Z વિગત

આ મુજબ, જો તમે સ્થિર લાંબાગાળાના રોકાણ અને કર બચતને મહત્વ આપો છો તો પીપીએફ અને જો તમે ફ્લેક્સિબિલિટી અને ઓછા સમયમાં વળતર મેળવવા માંગો છો તો એફડી ઉત્તમ વિકલ્પ સાબિત થશે. બંને રોકાણ યોજનામાં તમારી મૂડી સુરક્ષિત રહેશે અને સતત વધતી રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ