આરબીઆઈની મોટી ઘોષણા: યુપીઆઈ વડે કેશ જમા કરી શકાશે, પીપીઆઈ કાર્ડ ધારકો માટે પણ ખુશખબર

RBI Proposes Cash Deposit In Cash Deposit Machines Via UPI : આરબીઆઈ મોનેટરી પોલિસીમં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, યુપીઆી વડે કેશ ડિપોઝીટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ થશે. હાલમાં માત્ર ડેબિટ કાર્ડથી એટીએમ મશીનમાં પૈસા જમા કરી શકાય છે.

Written by Ajay Saroya
April 05, 2024 16:55 IST
આરબીઆઈની મોટી ઘોષણા: યુપીઆઈ વડે કેશ જમા કરી શકાશે, પીપીઆઈ કાર્ડ ધારકો માટે પણ ખુશખબર
યુપીઆઈ એટલે કે યુનાફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ ઓનલાઈન પેમેન્ટની સુવિધા પુરી પાડે છે. (Express Photo)

RBI Proposes Cash Deposit In Cash Deposit Machines Via UPI : આરબીઆઈ યુપીઆઈ પેમેન્ટને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં લઇ રહી છે. હવે ટૂંક સમયમાં UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) દ્વારા કેશ ડિપોઝીટ મશીનમાં પૈસા જમા કરી શકાશે. આરબીઆઈ મોનેટરી પોલિસીમાં આ સુવિધા શરૂ કરવા અગે ઘોષણા કરી છે. આ ઉપરાંત, પીપીઆઈ (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) કાર્ડ ધારકોને બેંક ખાતાધારકોની જેમ થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્સ દ્વારા UPI પેમેન્ટ કરવાની મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક ધિરાણનીતિ સમીક્ષા રજૂ કરતી વખતે આ માહિતી આપી હતી. નોંધનિય છે કે, 5 એપ્રિલ, 2024ના રોજ જાહેર થયેલી ધિરાણનીતિમાં આરબીઆઈ એ રેપો રેટ સહિત તમામ વ્યાજદર સ્થિર છે.

RBI Governor | RBI policy, Reserve Bank of India, RBI Monetary Policy
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ- ફાઇલ તસવીર

હાલ ડેબિટ કાર્ડથી એટીએમમાં કેશ ડિપોઝિટ કરવાની સુવિધા (Cash Deposit Via UPI)

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે એટીએમ માં યુપીઆઈ નો ઉપયોગ કરીને કાર્ડ-લેસ રોકડ ઉપાડના અનુભવને ધ્યાનમાં રાખીને, હવે યુપીઆઈ નો ઉપયોગ કરીને કેશ ડિપોઝિટ મશીન (બેંક ડિપોઝિટ મશીન) માં પૈસા જમા કરવાની સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. હાલમાં, ડેબિટ કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરવા માટે થાય છે. તેમણે કહ્યું કે આ પગલું ગ્રાહકો માટે કામગીરીને સરળ બનાવશે અને બેંકોમાં કરન્સી મેનેજમેન્ટ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવશે.

બેંકો પર દબાણ ઘટશે

આરબીઆઈ ના જણાવ્યા અનુસાર, બેંકો દ્વારા કેશ ડિપોઝીટ મશીનોના ઉપયોગથી ગ્રાહકોની સુવિધામાં વધારો થયો છે, પરંતુ તેનાથી બેંક બ્રાન્ચમાં રોકડ જમા કરાવવાનું દબાણ પણ ઘટ્યું છે. હવે, યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાને ધ્યાનમાં રાખીને, કાર્ડ વગર રોકડ જમા કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, પીપીઆઈ (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) વોલેટ્સમાંથી યુપીઆઈ પેમેન્ટ કરવા માટે થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ છે.

UPI ID | Online Payments | Online Transactions App | Phonepe App |
યુપીઆઈ આઈડી મારફતે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. (Photo- Freepik)

આ પણ વાંચો | સરકારી જામીનગીરીમાં રોકાણ સરળ બનશે, RBI મોબાઈલ એપ લોન્ચ કરશે, જાણો સરકારી બોન્ડ અને યીલ્ડ વિશે

હાલ પીપીઆઈ દ્વારા યુપીઆઈ પેમેન્ટ ફક્ત પીપીઆઈ કાર્ડ ઇશ્યૂ કરનાર તરફથી ઉપલબ્ધ કરાયેલી વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી શકાય છે. દાસે નિવેદનમાં કહ્યું કે આનાથી PPI કાર્ડ ધારકોને બેંક ખાતાધારકોની જેમ UPI પેમેન્ટ કરવામાં મદદ મળશે. આનાથી ગ્રાહકો માટે બાબતો વધુ સરળ બનશે અને નાની રકમના ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન મળશે. આરબીઆઈ ટૂંક સમયમાં યુપીઆઈ વડે કેશ ડિપોઝિટ કરવા વિશેના નિયમ અને માર્ગદર્શિકા જાહે કરશે. આ પગલાં અંગે માર્ગદર્શિકા જારી કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ