ભારતની મધ્યસ્થ બેન્કના (RBI) ગવર્નર શક્તિકાંત દાસે બેન્ક એકાઉન્ટમાં KYC અપડેટ કરાવવા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ગવર્નરે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, ગ્રાહકને ફરીથી કેવાયસી (KYC) કરાવવા માટે વારંવાર બેંકની મુલાકાત લેવાની જરૂર નથી.
શક્તિકાંત દાસે જણાવ્યુ કે, બેન્કના કસ્ટમરો ઘરે બેઠા જ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. કસ્ટમરો ReKYC ઓનલાઈન કરી શકો છો, આ માટે બ્રાન્ચમાં જવાની જરૂર નથી. ગવર્નરની સૂચના પર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સૌરભ સિંહાએ સ્પષ્ટ કર્યું કે જો તમે તમારું ReKYC કરાવતા હોવ તો બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર નથી.
તેમણે ઉમેર્યુ કે, જો બેન્ક કસ્ટમરના કોઈ KYCની વિગતો કોઇ ફેરફાર ન થયો હોય તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી ફક્ત એક ઈમેલ અથવા બેંકને મેસેજ મોકલો, ત્યારબાદ તમારું reKYC થઈ જશે.
જો તમારું સરનામું બદલાઈ ગયું છે, તો આ પ્રક્રિયા દ્વારા તમારું નવું સરનામું બેંકને મોકલવાનું રહેશે, જેમા 60 દિવસની અંદર તેની અંદર તેનું વેરિફિકેશન થશે. બેંક બે મહિનાની અંદર એક પત્ર મોકલીને તમારું નવું સરનામું ચકાસશે. સિંહાએ કહ્યું કે જો તમારી પાસે એક બેંકમાં KYC હોય તો પણ ફરીથી KYC કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ReKYC આ અંતર્ગત બેન્ક કસ્ટમરોએ CKYCR ઓળખકર્તા નંબર આપવામાં આવે છે. જો તમે તમારો ઓળખકર્તા નંબર બેંક સાથે શેર કરો છો, તો બીજી બેંકને ફરીથી KYC કરવાની જરૂર રહેશે નહીં.
તેમના મતે, જો બેંક હજુ પણ KYC કરવા માટે બેંકમાં આવવાનું કહે છે, તો બેંકિંગ લોકપાલની જોગવાઈઓ અને બિન-કાયદાકીય ઝડપી રિઝોલ્યુશન હેઠળ RBIને ફરિયાદ કરી શકાય છે. ReKYCના મુદ્દે રિઝર્વ બેન્કના ગવર્નરે વધુમાં જણાવ્યુ હતુ કે, માહિતીના અભાવે ઘણી જગ્યાએ આવી સમસ્યાઓ થઈ શકે છે. માહિતીના અભાવે આવું થાય છે, તેથી લોકો જાગૃત થાય તે જરૂરી છે. દાસે કહ્યું, અમને લોકપાલમાં ફરિયાદો મળતી રહે છે અને અમે આ મુદ્દાઓ – સમસ્યાનું સમાધાન કરતા રહીએ છીએ. તેમણે કહ્યું કે અમારી સૂચનાઓ સ્પષ્ટ છે અને અમે બેંકો સમક્ષ આ સૂચનાઓનું પુનરાવર્તન કરીએ છીએ. જે બેંકો વધુ ફરિયાદો મેળવે છે તેમને આ દિશાનિર્દેશોનું પાલન કરવા અમે આંતરિક રીતે જણાવવાનું ચાલુ રાખીએ છીએ.