scorecardresearch

આરબીઆઈ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો, લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે

RBI Withdraw Rs 2000 Notes : શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની “ક્લીન નોટ પોલિસી”ના અનુસંધાનમાં 2000 રૂપિયાના મૂલ્યની બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

RBI to withdraw Rs 2000 notes from circulation
ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાના મૂલ્યની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે (પ્રતિકાત્મક તસવીર)

RBI Withdraw Rs 2000 Notes : ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે અને તમામને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં જમા કરવા જણાવ્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની “ક્લીન નોટ પોલિસી”ના અનુસંધાનમાં 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. તમામ બેંકમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની ડિપોઝિટ કરી શકશો અને બદલાવી શકશો.

આ પગલાને સમજાવતા RBIએ કહ્યું કે 2000 મૂલ્યની 89% નોટ બેંકમાંથી લગભગ માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી. 31 માર્ચ 2018ના રોજ ચલણમાં રહેલી આ નોટોનું કુલ મૂલ્ય 6.73 લાખ કરોડ હતું. જે 31 માર્ચ 2023ના રોજ 3.62 લાખ કરોડ થઈ ગયું છે. ચલણમાં રહેલી નોટોના માત્ર 10.8% જ છે. એવું પણ જોવામાં આવ્યું છે કે આ નોટોનો વ્યવહારો માટે સામાન્ય રીતે ઉપયોગ થતો નથી. અન્ય નોટો લોકોના ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે લોકો તેમના બેંક ખાતામાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે અથવા કોઈપણ બેંક શાખામાં અન્ય મૂલ્યોની નોટોમાં બદલી શકે છે.

આ પણ વાંચો – અદાણી ગ્રુપને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટની કમિટીએ કહ્યું, પ્રથમ નજરમાં કોઇ ઉલ્લંઘન થયું નથી

આરબીઆઈએ જણાવ્યું હતું કે લોકો તેમના બેંક ખાતામાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે અથવા કોઈપણ બેંક શાખામાં અન્ય મૂલ્યોની નોટમાં બદલી શકે છે.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે ઓપરેશનલ સુવિધા સુનિશ્ચિત કરવા અને બેંક શાખાઓની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ ન આવે તે માટે 2000 રૂપિયાની નોટ કોઈપણ બેંકમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદામાં નોટ બદલાવી શકશો. આ સુવિધા 23 મે 2023થી શરૂ થશે. આ સિવાય 23 મે થી આરબીઆઈના 19 ક્ષેત્રીય કાર્યાલયોમાં 20,000 રૂપિયાની મર્યાદામાં 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપશે.

નવેમ્બર 2016માં 1000 રૂપિયા અને જૂની 500 રૂપિયાની નોટ બંધ થયા બાદ 2000 રૂપિયાની નોટ ચલણમાં મુકવામાં આવી હતી. આરબીઆઈના જણાવ્યા અનુસાર 2018-19માં 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

Web Title: Rbi to withdraw rs 2000 notes from circulation will continue as legal tender

Best of Express