RBI નું અનક્લેમ્ડ બેંક ડિપોઝિટ પરત કરવા ખાસ અભિયાન, જાણો દાવો કેવી રીતે કરવો

Unclaimed Bank Deposits Claim Process : આરબીઆઈ દ્વારા અનક્લેમ્ડ બેંક ડિપોઝિટ પરત કરવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય બેંકો પાસે 67000 કરોડ રૂપિયાથી વધુ દાવા વગરની થાપણો પડેલી છે.

Written by Ajay Saroya
Updated : November 06, 2025 10:50 IST
RBI નું અનક્લેમ્ડ બેંક ડિપોઝિટ પરત કરવા ખાસ અભિયાન, જાણો દાવો કેવી રીતે કરવો
RBI Unclaimed Bank Deposits : આરબીઆઈ એ અનક્લેમ્ડ બેંક ડિપોઝિટ પરત કરવા ખાસ અભિયાન શરૂ કર્યું છે. (Photo: Freepik)

RBI Unclaimed Bank Deposits Process : આરબીઆઈ દ્વારા અનક્લેમ્ડ બેંક ડિપોઝિટ્સ એટલે કે દાવા કર્યા વગરની થાપણ તેના સાચા વારસદારોને પરત આપવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. RBI ઓક્ટોબર થી ડિસેમ્બર 2025 સુધી ખાસ અભિયાન ચલાવશે, જે હેઠળ ઘણા વર્ષો સુધી ડિએક્ટિવ બેંક એકાઉન્ટમાં જમા રકમને સાચા વારસદારોને પરત આપવામાં આવશે. ડિએક્ટિવ બેંક એકાઉન્ટ એટલે એવા ખાતા જેમા 10 વર્ષ કે તેના કરતા વધારે સમયથી કોઇ લેવડદેવડ થઇ નથી.

પેસિવ બેંક એકાઉન્ટના પૈસા RBIના Depositor Education and Awareness (DEA) ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો કે બેંક ખાતાધારક કે તેના સાચા વારસદાર આ રકમ મેળવવા માટે ક્લેમ કરી શકે છે.

અનક્લેમ્ડ બેંક ડિપોઝિટ મેળવવાની પ્રક્રિયા

જો તમારા કે તમારા પરિવારના કોઇ સભ્યના નામે કોઇ અનક્લેમ્ડ રકમ બેંક ખાતામાં જમા છે, તો તમે RBI ની વેબસાઇટ કે UDGAM પોર્ટલ પર નામ સર્ચ કરી શકો છો. અહીં તમારી બેંકનું નામ અને તેના બેંક ખાતાનો રેફરન્સ મળશે. ક્લેમ કરવા માટે બેંક બ્રાન્ચમાં જઇને ફોર્મ ભરવાનું રહેશે અને આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ જેવા કેવાયસી ડોક્યુમેન્ટ જમા કરવા પડશે. વારસદાર તરીકે દાવો કરવા પર તમારા સંબંધીનું મૃત્યુ પ્રમાણ પણ રજૂ કરવું પડશે. અનક્લેમ્ડ બેંક ડિપોઝિટ માટે દાવો કરતી વખતે કોઇ ચાર્જ ચૂકવવો પડતો નથી.

RBI ની નવી પહેલ

આરબીઆઈ એ KYC અપડેટ કરવું સરળ બનાવ્યું છે. જેનાથી ગ્રાહક બેંક બ્રાન્ચ, વીડિયો કોલ મારફતે વેરિફિકેશન કે સ્થાનિક બિઝનેસ કોરસ્પોન્ડેંટની મદદ વડે કેવાયસી પૂર્ણ કરી શકે છે. ઉપરાંત બેંકને ત્રણ મહિનાની અંદર અનક્લેમ્ડ ડિપોઝિટના દાવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આરબીઆઈની આ પહેલથી નાણાકીય સમાવેશ અને પારદર્શિતા વધશે, તેનાથી લાખો કરોડો રૂપિયા તેા સાચા વારસદારોને પરત મળશે.

આ પણ વાંચો | Aadhaar ATM દ્વારા ડેબિટ કાર્ડ વગર બેંક ખાતા માંથી પૈસા ઉપાડો, જાણો કેવી રીતે અને ફાયદા

બેંકો પાસે 67000 કરોડથી વધુ અનક્લેમ્ડ ડિપોઝિટ

સરકારી આંકડા મુજબ 28 જુલાઇ, 2025 સુધી ભારતની બેંકો પાસે 67000 કરોડ રૂપિયાથી વધુ અનક્લેમ્ડ ડિપોઝિટ છે. જેમા સરકારી બેંકોમાં સૌથી વધુ 58330 કરોડ રૂપિયાની અનક્લેમ્ડ ડિપોઝિટ છે. તેમા એસબીઆઈ પાસે 19329 કરોડ, પીએનબી પાસે 6910 કરોડ અને કેનેરા બેંક પાસે 6278 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ