આખરે આજે લોકોનો ઇંતજારનો અંત જ આવી ગયો. આજે કંપનીએ Realme 10 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી, આ Realme સ્માર્ટફોન વિશે સતત વિવિધ પ્રકારના સમાચાર મળી રહ્યા હતા. મહત્વનું છે કે, આ Realme 10 સિરીઝનો પહેલો ફોન છે. એવામાં તેની ખાસિયત અંગે વાત કરીએ તો તેમાં લેટેસ્ટ Helio G-Series ચિપસેટ આપવામાં આવ્યો છે.
આ સિવાય આ ફોનમાં 6.4-ઇંચ AMOLED ડિસ્પ્લે પેનલ અને 5000mAh બેટરી જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. ત્યારે ચાલો અમે તમને Realme 10 4G સ્માર્ટફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે બધું જણાવીએ…
Realme 10 સ્માર્ટફોનમાં 6.4-ઇંચની સુપર AMOLED સ્ક્રીન છે. સ્ક્રીન ફૂલએચડી + રિઝોલ્યુશનને (2400 x 1080 પિક્સેલ્સ) સપોર્ટ કરે છે. તેમજ સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે, ટચ સેમ્પલિંગ રેટ 360 હર્ટ્ઝ છે. જ્યારે આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ સાથે આ ડિવાઇઝમાં Android 12 આધારિત Realme UI 3.0 સ્કિન આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે ફીચર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: દેશની સૌથી નાની અને સસ્તી PMV ઇલેક્ટ્રિક કાર આ તારીખે થશે લોન્ચ, કિંમત અને ફિચર્સ?
ફોનમાં મીડિયાટેક હીલિયો G99 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Realme 10 4G હેન્ડસેટમાં 4 જીબી રેમ અને 8 જીબી રેમનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ સિવાય ફોનમાં 8 GB વર્ચ્યુઅલ રેમનો વિકલ્પ ઉપલબ્ધ છે. એટલે કે આ હેન્ડસેટમાં 16 GB સુધી રેમ સપોર્ટ મળશે. ત્યારે ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. જે માટે 33W ચાર્જર ફોન સાથે આવશે. સૌથી મહત્વની વાત કે સુરક્ષા માટે, આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.
આ પણ વાંચો: નોટબંધીના 6 વર્ષ : દેશમાં કેશ સર્ક્યુલેશન 72 ટકા વધ્યું, પણ શું કાળું નાણું ઘટ્યું?
રિયાલિમી 10 4Gમાં 3.5mm હેડફોન જેક, USB Type-C પોર્ટ, microSD કાર્ડ સ્લોટ, dual 4G VoLTE, WiFi 802.11 ac, Bluetooth 5.1 અને NFC જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જ્યારે આ ડિવાઇસના ડાઇમેન્શન 159.9 x 73.3 x 7.95 મિલીમીટર અને વજન લગભગ 178.5 ગ્રામ છે.
Realme 10 4Gને ઈન્ડોનેશિયામાં બે સ્ટોરેજ અને રેમ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત IDR 2,799,000 (આશરે રૂ. 14,500) અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની કિંમત IDR 2,799,000 (અંદાજે રૂ. 16,600) છે. આ ફોન ક્લેશ વ્હાઈટ અને રશ બ્લેક કલરમાં લઈ શકાય છે.