Realme 15x 5G Launch In India : રિયલમી 15એક્સ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ લેટેસ્ટ રિયલમી 15એક્સ ફોનમાં 7,000mAhની પાવરફુલ બેટરી અને ત્રણ અલગ અલગ સ્ટોરેજ મળે છે. આ મોબાઇલની જાડાઇ 8.28mm છે અને તે મીડિયાટેક ચિપસેટ અને એન્ડ્રોઇટ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ચાલો લેટેસ્ટ રિયલમી 15એક્સ 5જી ફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયતો વિશે જાણીયે
Realme 15x 5G Price : રિયલમી 15એક્સ 5જી કિંમત
Realme 15x 5G ફોનની કિંમત ભારતમાં આરંભિક 16,999 રૂપિયા છે, જેમા 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. તો 8GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા રિયલમી 15એક્સ ફોનની કિંમત 17,999 રૂપિયા અને 8GB રેમ + 256GB સ્ટોરેજ ધરાવતા ટોપ ઓફ ધ લાઇન વેરિયન્ટની કિંમત 19,999 રૂપિયા છે.
રિયલમી કંપની આ લેટેસ્ટ સ્માર્ટફોન પર ખાસ બેંક ઓફ આપી રહી છે, જેમા યુપીઆઈ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત આ ડિવાઇસ 6 મહિનાના NO Cost EMI પર ખરીદી શકાય છે. તેમજ 3000 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસ પર મેળવી શકાય છે. Realme 15x 5G હાલ ભારતમાં કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર એક્વા બ્લૂ, મરીન બ્લૂ અને મરૂન રેડ કલરમાં ઉપલબ્ધ છે.
Realme 15x 5G : સ્પેસિફિકેશન
સ્પેસિફિકેશનની વાત કરીયે તો રિયલમી 15એક્સ 5જી મોબાઇલમાં 6.8 ઇંચની સનલાઇટ HD+ ડિસપ્લે છે. આ ડિવાઇસમાં 144hz સુધીનો રિફ્રેશ રેટ અને 1200 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ મળે છે. આ ડિવાઇસ Android 15 બેઝ્ડ Realme UI 6.0 પર ચાલે છે. આ ફોનમાં આઈ પ્રોટેક્શન મોડ, સ્લીપ મોડ, સ્ક્રીન રિફ્રેશ રેટ સ્વિચિંગ અને સ્ક્રીન કલર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ જેવા ઘણા એડવાન્સ ફીચર્સ આવે છે.
રિયલમી 15એક્સ 5જી ફોનમાં 6nm પર આધારિત ઓક્ટા કોર મીડિયાટેક 6300 પ્રોસેસર મળી છે. આ ડિવાઇસમાં ARM Mali G57 MC2 GPU પર આવે છે. એટલું જ નહીં ફોનમાં 400 પરસેન્ટ અલ્ટ્રા વોલ્યૂમ ઓડિયો, AI કોલ નોઇઝ રિડક્શન 2.0 અને AI આઉટડોર મોડ પર મળે છે. આ ફોન પાણી અને ધૂળ સામે પ્રતિધોરક ક્ષમતા IP69 રેટિંગ ધરાવે છે.
Realme 15x 5G Camera : રિયલમી 15એક્સ 5જી કેમેરા
કેમેરાની વાત કરીયે તો રિયલમી 15એક્સ 5જી સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ ડિવાઇસમાં f/1.8 અપર્ચર વાળો 50 મેગાપિક્સલનો Sony IMX852 AI કેમેરા મળે છે. સેલ્ફી માટે ફોનમાં 50 એમપીનો OmniVision OV50D40 કેમેરા છે. ઉપરાંત 60W SuperVOOC વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 7,000mAhની મોટી બેટરી આવે છે.