Realme C85 5G Price in India : રિયલમી સી85 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. Realme C85 5G સ્માર્ટફોનમાં 7000mAh બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ, 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ છે. Realme C85 5G સ્માર્ટફોન 145 કલાક સુધીના મ્યુઝિક પ્લેબેક ટાઇમનું વચન આપે છે. ચાલો લેટેસ્ટ રિયલમી 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
Realme C85 5G Price in India : રિયલમી સી85 5જી કિંમત
Realme C85 5Gના 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
ભારતમાં આ ફોનનું વેચાણ 1 ડિસેમ્બરથી શરૂ થશે. Realme C85 5G પોપટ પર્પલ અને પીકોક ગ્રીન કલરમાં ખરીદી શકાય છે. આ ફોન કંપનીના ઓનલાઇન સ્ટોર અને ફ્લિપકાર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
Realme C85 5G Specifications : રિલયમી સી85 5જી સ્પેસિફિકેશન્સ
Realme C85 5G ફોનમાં 6.8 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે HD+ (720×1,570 પિક્સેલ) રિઝોલ્યુશન પ્રદાન કરે છે. સ્ક્રીન 144Hz રિફ્રેશ રેટ, 1200 નિટ્સ પીક બ્રાઇટનેસ અને 180Hz ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યો છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 90.4 ટકા છે.
રિયલમી સી85 5જી સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર અને ARM Mali-G57 MC2 GPU છે. Realme C85 5G સ્માર્ટફોનમાં6GB સુધીની રેમ મળે છે. ફોનમાં 12GB સુધીનો ડાયનેમિક રેમ સપોર્ટ પણ છે. આ ફોનમાં 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. કંપનીનો દાવો છે કે ફોનમાં એક સાથે 17 એપ્લિકેશન્સ ચાલે છે. આ ડિવાઇસને ઠંડુ રાખવા માટે એક વેપર ચેમ્બર પણ આપવામાં આવ્યું છે.
Realme C85 5G સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો સોની IMX852 રિયર કેમેરા છે. ફોનથી 30fps પર 1080 પિક્સેલ સુધી રેકોર્ડિંગ શક્ય છે. નવા હેન્ડસેટમાં 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે, જે વપરાશકર્તાઓને 30fps પર 1080 પિક્સેલ સુધીના વિડિયો શૂટ કરવાની મંજૂરી આપે છે.
Realme C85 5Gને પાવર આપવા માટે, એક મોટી 7000mAh બેટરી આપવામાં આવી છે, જે 45W SuperVOOC વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોન કંપનીનો દાવો છે કે ફોનમાં એક જ ચાર્જમાં 22 કલાક સુધીનો વીડિયો પ્લેબેક, 50 કલાકનો વીડિયો પ્લેબેક, 50 કલાક કોલિંગ અને 145 કલાક સુધીનું મ્યુઝિક પ્લેબેક મળશે. ડિવાઇસનું ડાયમેન્શન 166.07×77.93×8.38mm અને વજન 215 ગ્રામ છે.
આ પણ વાંચો | iQOO 15 vs OnePlus 15 બંને માંથી સ્માર્ટફોન દમદાર છે? જાણો કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર
કનેક્ટિવિટી વિકલ્પોની વાત કરીએ તો, Realme C85 5G માં 5G, 4G LTE, USB TYPE-C PORT, DUAL-BAND Wi-Fi, Bluetooth 5.3, GPS જેવા ફીચર્સ છે. Realmeના આ ફોનમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇ-કંપાસ, એક્સિલરોમીટર અને ગાયરોસ્કોપ છે. આ ફોન IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે.





