Realme GT 6T Launched: રિયલમી જીટી સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. Realme GT 6T કંપનીનો નવો મોબાઇલ છે અને આ સાથે જીટી સીરિઝ 2 વર્ષ બાદ દેશમાં પરત ફરી રહી છે. નવા રિયલમી જીટી 6ટી સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ, 512 જીબી સુધીની સ્ટોરેજ અને 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. નવા રિયલમી સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સહિત તમામ વિગત
રિયલમી જીટી 6ટી કિંમત (Realme GT 6T Price)
રિયાલિટી જીટી 6ટીનું 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 24999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29999 રૂપિયા રાખવામાં આવી છે. ટોપ-એન્ડ 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 33999 રૂપિયામાં ખરીદી શકાય છે.
લેટેસ્ટ રિયાલિટી સ્માર્ટફોન 29 મેથી એમેઝોન ઇન્ડિયા, રિયલમીની વેબસાઇટ અને ઓફલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. ગ્રાહકોને આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ બેંક અને એચડીએફસી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઉપરાંત અન્ય એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને નો-કોસ્ટ ઈએમઆઈ જેવી ઓફર્સ પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન પર 2000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે.

રિયલમી જીટી 6ટી સ્પેસિફિકેશન (Realme GT 6T Specifications)
Realme GT 6Tમાં 6.78 ઇંચ (2780×1264 પિક્સલ) 120 હર્ટ્ઝ 8T LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 6000 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
રિયલમીના આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7+ Gen 3 4nm મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 732 જીપીયુ છે. રિયલમી જીટી 6ટીમાં 8 જીબી/12 જીબી રેમ સાથે 128 જીબી/256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ટ realme UI 5 સાથે આવે છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, આઇપી65 રેટિંગ (ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ), ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને હાઇ-રેઝ ઓડિયો આપવામાં આવ્યા છે.
રિયલમી જીટી 6ટી ફીચર્સ (Realme GT 6T Features)
રિયલમી જીટી 6ટીનું ડાયમેન્શન 162×75.1×8.65 મીમી છે અને તેનું વજન 191 ગ્રામ છે. આ સ્માર્ટફોનમાં Aperture F/ 1.88, OIS સાથે 50 મેગાપિક્સલ રિયર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. કેમેરા 4K સુધી 60fps વીડિયો રેકોર્ડ કરી શકાય છે. રિયાલિટીના આ હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.45 સાથે 32 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું માપ 162×75.1×8.65mm છે અને તેનું વજન 191 ગ્રામ છે.
આ પણ વાંચો | સેલ્ફી માટે શાનદાર ટેકનો કેમોન સિરીઝના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50MP કેમેરા, 512 જીબી સ્ટોર, જાણો કિંમત અને ફીચર્સ
રિયલમીના આ સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 100W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં કનેક્ટિવિટી માટે 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 ax, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.





