240W અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો મોબાઈલ Realme GT Neo -5 ફેબ્રુઆરીમાં થશે લોન્ચ થશે, કંપનીએ કરી પુષ્ટિ

Realme GT Neo 5 Launch Date : Realme GT Neo 4 બંધ કરશે, કારણ કે દક્ષિણ પૂર્વ એશિયાની કેટલીક સંસ્કૃતિમાં નંબર ચારને કમનસીબી માનવામાં આવે છે. ચીન અને વૈશ્વિક બજારોમાં Realme GT Neo 5 ની કિંમત કેવી હશે તે જોવું રસપ્રદ રહેશે. GT Neo 3ની ભારતમાં કિંમત 42,999 રૂપિયા છે.

Realme GT Neo 5 Launch Date : Realme GT Neo 4 બંધ કરશે, કારણ કે દક્ષિણ પૂર્વ એશિયાની કેટલીક સંસ્કૃતિમાં નંબર ચારને કમનસીબી માનવામાં આવે છે. ચીન અને વૈશ્વિક બજારોમાં Realme GT Neo 5 ની કિંમત કેવી હશે તે જોવું રસપ્રદ રહેશે. GT Neo 3ની ભારતમાં કિંમત 42,999 રૂપિયા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
The Realme GT Neo-5 mobile with 240W ultra-fast charging will be launched in February

Realme GT Neo 5 240w: 240W અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો મોબાઈલ Realme GT Neo -5 ફેબ્રુઆરીમાં થશે લોન્ચ થશે (Photo : EF)

Realme GT Neo 5 Launch Date in India: Realme એ કન્ફ્રમ કર્યું કે, તેનો નેક્સ્ટ જનરેશન Realme GT Neo 5 ભારે 240W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. હાલમાં, iQOO 10 Pro સપોર્ટ 200W જેવા પસંદગીના સ્માર્ટફોન અને ઉપકરણ 10 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય તેવી ખાતરી છે. Realme એ ચાર્જિંગ ટાઈમિંગની સ્પષ્ટતા કરી નથી, જોકે 240W ચાર્જિંગ ટેક લગભગ 7 થી 8 મિનિટમાં Realme GT Neo 5 ને સંપૂર્ણપણે ચાર્જ કરી શકે છે. આ સ્માર્ટફોન ફેબ્રુઆરીમાં ચીનમાં લોન્ચ કરાશે અને અન્ય બજારોમાં ધીમે ધીમે વિસ્તરણ થશે અને ત્યાર બાદ ભારતમાં લોન્ચ થશે.

Advertisment

Realme એ ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વેઇબો પર શેર કર્યું હતું અને તેની જાણ સૌપ્રથમ Gizchina દ્વારા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, Realme ઉદ્યોગની સૌથી વધુ 2.34W/CCની પાવર ડેન્સિટી હાંસલ કરવા માટે 240W ડ્યુઅલ GaN મિની ચાર્જિંગ હેડનો ઉપયોગ કરશે. GaN ચાર્જર તેના બનાવવામાં વધુ સામાન્ય સિલિકોનને બદલે ગેલિયમ નાઈટ્રાઈડનો ઉપયોગ કરે છે. આ ઉત્પાદકોને ચાર્જરને વધુ ઊર્જા-કાર્યક્ષમ, નાનું અને અસરકારક બનાવવામાં મદદ કરે છે. રસપ્રદ રીતે, Realme દ્વારા 240W ફાસ્ટ ચાર્જર 2.34W/cu.cm માપશે, જે તેના 160W સુપરડાર્ટ એડેપ્ટર જેટલું જ છે.

આ પણ વાંચો: 200MP કેમેરા સાથે Redmi Note 12 Pro+ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જુઓ કિંમત, સ્પેસિફિકેશન

હાઈ ચાર્જિંગ સ્પીડની ચિંતાઓમાંની એક હીટિંગ છે. રીઅલમેને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 240W ફાસ્ટ ચાર્જિંગને 13 રીઅલ-ટાઇમ સેન્સર દ્વારા મોનિટર કરવામાં આવશે, અને સ્માર્ટફોનમાં ફાયરપ્રૂફ સામગ્રી અને વપરાશકર્તાઓની સલામતીની ખાતરી કરવા માટે પ્રમાણપત્રોની શ્રેણી શામેલ હશે. Realme GT Neo 5 સૌથી કાર્યક્ષમ ઇન્સ્યુલેશન અને હીટ ડિસીપેશન માટે "ઉદ્યોગનો સૌથી મોટો કૂલિંગ એરિયા" પણ દર્શાવશે. Realme દાવો કરે છે કે તેનો સ્માર્ટફોન 1,600 ચાર્જિંગ સાયકલ પછી તેના ઓરીજનલ ચાર્જના ઓછામાં ઓછા 80 ટકા જાળવી રાખશે. Realme એ તેના 150W-સપોર્ટિંગ Realme GT Neo 3 પર વચન આપ્યું હતું.

Advertisment

Realme GT Neo 4 છોડી રહી છે, કારણ કે દક્ષિણ પૂર્વ એશિયાની કેટલીક સંસ્કૃતિમાં નંબર ચારને કમનસીબી માનવામાં આવે છે. ચીન અને વૈશ્વિક બજારોમાં Realme GT Neo 5 ની કિંમત કેવી હશે તે જોવું રસપ્રદ રહેશે. GT Neo 3ની ભારતમાં કિંમત 42,999 રૂપિયા છે.

ગયા વર્ષે, Realme અને તેની સિસ્ટર બ્રાન્ડ OnePlus એ 150W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે સ્માર્ટફોન (GT Neo 3 અને OnePlus 10R) લૉન્ચ કર્યા હતા. તેમના પેકેજમાં 160W એડેપ્ટર શામેલ છે. ચાર્જિંગ ટેક ઉપરાંત, બંને ફોન્સે ડાયમેન્સિટી 8100 5G પ્રોસેસર, OIS-સક્ષમ પ્રાથમિક કેમેરા અને 5G જેવા આકર્ષક સ્પેસિફિકેશનની ઓફર કરી છે. Realme GT Neo 5 પણ આવી વિશિષ્ટતાઓ સાથે ઘણા ગ્રાહકોને આકર્ષવાની આશા રાખશે.

આ પણ વાંચો:Twitter hacked : ટ્વીટર હેક, 200 મિલિયન યુઝર્સના ઈમેલ એડ્રેસ લીક

ફોનમાં Snapdragon 8 Gen 1 ચિપસેટ અને OIS સાથે Sony IMX890 સેન્સર સાથેનો પ્રાથમિક કૅમેરો શામેલ છે. સત્તાવાર લોન્ચિંગ પહેલા, તેના રેન્ડર્સને OnLeaks દ્વારા Smartprix સાથે લીક કરવામાં આવ્યા છે. ફોનને પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સાથે સફેદ અવતારમાં શોકેસ કરવામાં આવ્યો છે.

ટેકનોલોજી