રિયલમી જીટી નિયો 5 એસઈ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરાયો છે, ફેબ્રુઆરીમાં રિયલમીએ 240 W ચાર્જિંગ વળી દુનિયાનો પહેલો સ્માર્ટફોન Realme GT Neo 5 SE લોન્ચ કર્યો હતો. હવે Realme GT Neo 5 SE ને નિયો 5ના ટોન્ડ-ડાઉન વેરિયંટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો. અહીં જણાવી દઈએ કે Realme note 12 TUrbo પછી નિયો 5 એસઈ દુનિયાનો બીજો ફોન છે જે snapdragon 7 plus gen 2 ચિપસેટની સાથે આવે છે. રિઅલમી જીટી નિયો 5 એસઈમાં 6.74 ઇંચ OLED ડિસ્પ્લેય, 16 મેગા પિક્સેલનો ફ્રન્ટ કેમેરા અને 64 મેગા પિક્સેલનો રિયર કેમેરા જેવી ખાસિયત ધરાવે છે. જાણો રિયમમી ના આ લેટેસ્ટ ફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિષે.,
Realme GT Neo 5 SE સ્પેસિફિકેશન
રિયલમી જીટી નિયો 5 એસઈ સ્માર્ટફોનમાં 6.74 ઇંચ ફ્લેટ OLED પેનલ અપાઈ છે. ડીપ્લેય પર વચ્ચે પાંચ- હોલ મળે છે. સ્ક્રીન 1.5K રેઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનનું રિફ્રેશ રેટ 144 હર્ટઝ છે ડીપ્લેય 1400 નિટ્સ ની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. અહીં જણાવી દઈએ કે જીટી નિયો 5 માં આ ડિસ્પ્લેય અપાઈ છે.
આ પણ વાંચો: PPF, SSY, SCSS જેવી નાની બચત યોજનાઓ માટે આધાર – PAN કાર્ડ ફરજિયાત, સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા નિયમો જાણો
Realme GT Neo 5 SE માં કોલકોમ સ્પેન્ડડ્રેગન 7 પલ્સ જેન 2 પ્રોસેસર છે. ફોન 8 જીબી, 12 જીબી રેમ ઓપ્શનની સાથે આવે છે. અને તેમાં સ્ટોરેજ માટે 256 જીબી વ 1 ટીબી સ્ટોરેજનો ઓપ્શન અપાયો છે, ડિવાઇસમાં સ્ટોરેજ વહદરવા માટે માઈક્રોએસડી કાર્ડ સપોર્ટ નથી થતું. આ ફોન એન્ડ્રોઇડ 13 ઓએસ બેસ્ડ Realme UI 4.0 ની સાથે આવે છે.
Realme GT Neo 5 SE સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા અપાયો છે. હેન્ડસેટમાં 64 મેગાપિક્સેલનો પ્રાયમરી રિયર કેમેરા ઉપલબ્ધ છે. આ સિવાય 8 મેગાપિક્સેલ અલ્ટ્રા-વાઈડ લેન્સ એ 2 મેગાપિક્સેલ મેક્રો સેન્સર પણ છે.
રિયલમી જીટી નિયો 5 માં 5500mah ની બેટરી અપાઈ છે જે 100 W ચાર્જિંગ સપોર્ટ કરે છે. કમ્પનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં હેન્ડસેટની બેટરી ઈઝીલી 2 દિવસ સુધી ચાલે છે. રિયલમીનો આ ફોન ડ્યુઅલ સિમ ફીચરની સાથે આવે છે. કનેકટીવટી માટે હેન્ડસેટમાં 5G, સ્ટીરીયો સ્પીકર અને 3.5 એમએમ ઓડિયો જૈક જેવા ફીચર્સ અપાયા છે.
આ પણ વાંચો: LPGની કિંમત, ટોલ ટેક્સ.. આજથી થઈ રહ્યા છે 10 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કેટલી થશે અસર?
Realme GT Neo 5 SE પ્રાઈઝ
Realme GT Neo 5 SE ને ચીનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે 2099 યુઆનમાં લોન્ચ કરાયો છે. ફોનને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજને 2299 યુઆન( લગભગ 27500 રૂપિયા), 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજને 2599 યુઆન( લગભગ 31,000 રૂપિયા) માં ઉપલબ્ધ કરાયો છે.
GT Neo 5 સ્માર્ટફોન ફાઇનલ ફેંટેન્સી અને બ્લેક શેડ કલરમાં આવે છે. રિયલમી ચીનમાં સોમવાર(3 એપ્રિલ 2023) થી સ્માર્ટફોન પ્રિ-ઓર્ડર લેવાનું શરૂ થઇ ગયું છે. ફોનનું વેચાણ 10 એપ્રિલથી શરૂ થશે. પ્રિ- બુકિંગ દરમિયાન બધા વેરિયંટને 100 યુઆનની છૂટ પર વેચાશે. ડિવાઇસને બીજા માર્કેટમાં રિલીઝ કરવાની આશા છે.