Realme P1 Speed 5G launched: રિયલમીએ મંગળવારે (15 ઓક્ટોબર 2024) પોતાનો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. Realme P1 સ્પીડ 5G કંપનીનો નવો ફોન છે. કંપનીએ રિયલમી ટેકલાઇફ સ્ટુડિયો એચ 1 વાયરલેસ હેડફોન્સ પણ રજૂ કર્યો છે. નવા ગેમિંગ રિયલમી પી1 સ્પીડ 5જી ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 એનર્જી ચિપસેટ આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAhની મોટી બેટરી, 256GB સુધીની સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો અમે તમને લેટેસ્ટ Realme સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
રિયલમી પી1 સ્પીડ 5G કિંમત
રિયલમી પી1 સ્પીડના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 20,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. ગ્રાહકો 8 જીબી અને 12 જીબી રેમ વેરિઅન્ટને 2000 રૂપિયા લિમિટેડ કૂપન ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકે છે. જે પછી ફોનની અસરકારક કિંમત 15,999 રૂપિયા અને 18,999 રૂપિયા હશે. હેન્ડસેટને બ્રશ્ડ બ્લુ અને ટેક્સચર ટાઇટેનિયમ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
Realme P1 સ્પીડ 5G સ્માર્ટફોનનું વેચાણ 20 ઓક્ટોબરથી રિયલમીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર 12 વાગ્યે શરૂ થશે. સાથે જ રિયલમી ટેકલાઇફ સ્ટુડિયો H1ની કિંમત 4,999 રૂપિયા રાખવામાં આવી છે. ડિસ્કાઉન્ટ સાથે આ હેન્ડસેટને 4,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
રિયલમી પી1 સ્પીડ 5G ફિચર્સ
Realme P1 Speed 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત Realme UI 5.0 સાથે આવે છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પો છે. Realme P1 સ્પીડ 5Gમાં 6.67 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સલ) ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને પીક બ્રાઇટનેસ 2000 નિટ્સ છે. ડિસ્પ્લે રેઇન વોટર સ્માર્ટ ટચ ફીચરને સપોર્ટ કરે છે. ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 એનર્જી પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડાયનેમિકરામ ફીચર દ્વારા હેન્ડસેટમાં રેમ 26GB સુધી વધારી શકાય છે.
આ પણ વાંચો – iPhone 13, iPhone 14, iPhone 15 પર મળી રહ્યું છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ, જાણો કિંમતમાં કેટલો થયો ઘટાડો
5000mAhની બેટરી આપવામાં આવી છે
Realme P1 Speed 5Gને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 161.7×74.7×7.6 મીમી છે અને વજન 185 ગ્રામ છે. રિયલમી પી1 સ્પીડ 5જીમાં હીટ મેનેજમેન્ટ માટે સ્ટીલ વીસી કુલિંગ સિસ્ટમ છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો એઆઇ પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય સેલ્ફી અને વીડિયો ચેટ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે રિયલમી પી1 સ્પીડ 5જીમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ, મેગ્નેટિક ઇન્ડક્શન સેન્સર, ફ્લિકર સેન્સર અને લાઇટ સેન્સર છે. આ ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને IP65 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે.





