Realme P4x 5G India Launch : રિયલમી પી 4 એક્સ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. રિયલમી પી સિરીઝના આ નવા ફોનમાં 7000mAh બેટરી, 50 એમપી ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા ચિપસેટ જેવા ફીચર્સ છે. આ 5જી સ્માર્ટફોનમાં 6.72 ઇંચની મોટી ડિસ્પ્લે છે, જે 256 જીબી સુધી સ્ટોરેજ છે. ચાલો નવા Realme P4x 5G ની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
Realme P4x 5G Price in India : ભારતમાં રિયલમી પી4એક્સ 5જી કિંમત
રિયલમી પી4એક્સ 5જી સ્માર્ટફોનના 6GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,499 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલ અનુક્રમે 16,999 રૂપિયા અને 17,999 રૂપિયા છે. સ્માર્ટફોનને મેટ સિલ્વર, એલિગન્ટ પિંક અને લેક ગ્રીન રંગોમાં ખરીદી શકાય છે.
લોન્ચ ઓફર વિશે વાત કરીએ તો, Realme બેઝ વેરિઅન્ટને 13,499 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવશે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ અને રિયલમીના ઓનલાઇન સ્ટોર પર ખરીદી શકાય છે.
Realme P4x 5G Specifications : રિયલમી પી4એક્સ 5જી સ્પેસિફિકેશન
નવા 5જી રિયલમી સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ મળે છે. રિયલમી પી4એક્સ 5જી સ્માર્ટફોન Realme UI 6.0 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 6.72 ઇંચ ફુલએચડી+ LCD પેનલ છે, જે 144 હર્ટ્ઝ રિફ્રેશન રેટ સપોર્ટ આપે છે. ડિસ્પ્લે 1000 નિટ્સ સુધી પીક બ્રાઇનટેસ સપોર્ટ કરે છે.
Realme P4x 5G સ્માર્ટફોનમાં 6nm મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા ચિપસેટ આવે છે. આ 5જી સ્માર્ટફોનમાં 8જીબી સુધી રેમ અને 256જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આવે છે. હેન્ડસેટમાં 18જીબી સુધી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ થાય છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. ડિવાઇસમાં સ્ટીલ પ્લેટ અને કોપર ગ્રેફાઇટ કોટિંગ સાથે mm sq વેપર ચેમ્બર વાળું 5300 Frozen Crown Cooling System છે.
ફોટોગ્રાફી માટે રિયલમીના આ 5જી હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ પ્રાયમરી રિયર કેમેરા સાથે 2MP સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આવે છે. આ ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP54 રેટિંગ મળ્યું છે.
આ પણ વાંચો | પાવરફુલ 8300mAh બેટરી સાથે OnePlus Ace 6T લોન્ચ, વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી, જાણો કિંમત અને ફીચર્સ
Realme P4x 5G સ્માર્ટફોનને પાવર આપવા માટે 7000mAh બેટરી આવે છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. બેટરી બાયપાસ ચાર્જિંગ અને રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે. હેન્ડસેટની જાડાઇ 8.39mm અને વજન 208 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે Realme P4x 5G મોબાઇલમાં 5G, 4G LTE, GPS, યુએસબી ટાઇપ સી પોર્ટ અને વાઇ ફાઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.





