50MP કેમેરાવાળા સસ્તા રેડમી 12 ફોનની કિંમતમાં ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન

Redmi 12 Price : કંપની દ્વારા રેડમીના આ ફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તે પહેલા કરતા ઓછી કિંમતમાં ખરીદવા માટે ઉપલબ્ધ છે

Written by Ashish Goyal
July 30, 2024 18:28 IST
50MP કેમેરાવાળા સસ્તા રેડમી 12 ફોનની કિંમતમાં ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન
કંપની દ્વારા રેડમી 12 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો

Redmi 12 Price cut : રેડમી 12 સ્માર્ટફોનને ભારતમાં ગયા વર્ષે (2023) સસ્તી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે કંપની દ્વારા રેડમીના આ ફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તે પહેલા કરતા ઓછી કિંમતમાં ખરીદવા માટે ઉપલબ્ધ છે. રેડમીનો આ સસ્તો ફોન લેવો હોય તો એમેઝોન ઇન્ડિયા તરફથી તમને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

રેડમી 12ની કિંમતમાં ઘટાડો

હાલમાં આ ફોન એમેઝોન ઇન્ડિયા પર 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 8,999 રૂપિયામાં મળી જશે. સામાન્ય રીતે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 9,999 રૂપિયામાં વેચાય છે.

કૂપન ડિસ્કાઉન્ટ ઉપરાંત એમેઝોન પે બેલેન્સ દ્વારા પેમેન્ટ કરવા પર 499 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સિવાય પસંદગીના ક્રેડિટ કાર્ડ પર કેટલીક ઓફર્સ પણ છે. એટલે કે યૂઝર્સને આ ફોન 8,499 રૂપિયામાં મળશે.

રેડમી 12ના સ્પેસિફિકેશન્સ

રેડમી 12 સ્માર્ટફોનમાં 6.79 ઇંચની એલસીડી ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને પીક બ્રાઇટનેસ નિટ્સ 550છે. ડિવાઇસમાં મીડિયાટેક હેલિયો જી 88 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8 જીબી સુધીની રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો રેડમી 12માં 50 એમપી પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ સેન્સર અને 2 મેગાપિક્સલના મેક્રો સેન્સર આપવામાં આવ્યા છે. સાથે જ ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – OnePlus 12R ખરીદવાની શાનદાર તક, અહીં મળી રહી છે ભારે છૂટ, જાણો શું છે ધમાકેદાર ડીલ

રેડમી 12 સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 13 આધારિત MIUI 14 સાથે આવે છે. તેમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં આઈપી ૫૩ ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ ફીચર આપવામાં આવ્યું છે. ડિવાઇસ 168.6 x 76.3 x 8.2 એમએમ અને તેનું વજન 198.5 ગ્રામ છે. આ સ્માર્ટફોન મિડનાઇટ બ્લેક, સ્કાય બ્લૂ, પૂલ સિલ્વર અને મૂનસ્ટોન સિલ્વર કલરમાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ